Tuesday, March 31, 2026
More
    હોમપેજસ્પેશ્યલવિકિપીડિયાના પૂર્વગ્રહોને પહોંચી વળવા ઈલોન મસ્કે લૉન્ચ કર્યું ‘ગ્રોકિપીડિયા’: વાંચો તે શું...

    વિકિપીડિયાના પૂર્વગ્રહોને પહોંચી વળવા ઈલોન મસ્કે લૉન્ચ કર્યું ‘ગ્રોકિપીડિયા’: વાંચો તે શું છે અને કેવી રીતે કરે છે કામ?

    ગ્રોકિપીડિયાના આર્ટિકલ્સ xAIના ગ્રોક મોડેલ દ્વારા આપમેળે જનરેટ, એડિટ અને એક્યુરેટ કરવામાં આવે છે. સિસ્ટમ ઓનલાઇન પ્લેટફોર્મ્સમાંથી રિયલ-ટાઇમ ડેટાનો ઉપયોગ કરીને અપ-ટુ-ડેટ, સ્વ-સુધારાત્મક એન્ટ્રીઓ ઉત્પન્ન કરે છે.

    - Advertisement -

    27 ઑક્ટોબરના રોજ અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ગ્રોકિપીડિયા (Grokipedia) લૉન્ચ કર્યું છે, જે વિકિપીડિયાના (Wikipedia) પક્ષપાતપૂર્ણ વલણનો એક વિકલ્પ છે. ગ્રોકિપીડિયા એ એક AI-જનરેટેડ ઓનલાઇન એન્સાઇક્લોપીડિયા છે, જે મસ્કની કંપની xAI દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ ગ્રોક AI મોડેલનો ઉપયોગ કરીને આર્ટિકલ્સને આપમેળે બનાવે છે, એડિટ કરે છે અને એક્યુરેટ કરે છે. ઈલોન મસ્કના મતે ગ્રોકિપીડિયાનો ધ્યેય વિકિપીડિયા જેવા પરંપરાગત ક્રાઉડ-સોર્સ્ડ પ્લેટફોર્મ્સમાં જોવા મળતા રાજકીય પક્ષપાત ખતમ કરવા અને એક્ટિવિસ્ટના ઇન્ફ્લુએન્સ વિનાની સત્ય-આધારિત માહિતી પૂરી પાડવાનો છે.

    પ્રારંભિક લૉન્ચમાં વર્ઝન 0.1 સાથે ગ્રોકિપીડિયામાં અંગ્રેજીમાં 68 લાખથી વધુ આર્ટિકલ્સ છે. જેમાં ચાઈનીઝ, સ્પેનિશ અને જર્મન જેવી અન્ય ભાષાઓનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી યુઝર્સે વિકિપીડિયાની એન્ટ્રીઓમાં લાંબા સમયથી ચાલી આવતી તથ્યાત્મક ચોકસાઈ અને ભૂલોના સુધારાઓ તરફ ધ્યાન દોર્યું છે.

    ઉદાહરણ તરીકે વિકિપીડિયા કહે છે કે જાતિ (જેન્ડર) એ પુરુષ, સ્ત્રી કે ત્રીજી જાતિ હોવાના સામાજિક, માનસિક, સાંસ્કૃતિક અને વર્તનના પાસાઓ છે. જ્યારે ગ્રોકિપીડિયા કહે છે કે જાતિ એ ફક્ત બે પ્રકારની હોય છે – પુરુષ અને સ્ત્રી અને તે શરીરની જૈવિક રચના (ગેમીટ્સ – શુક્રકોષ કે અંડકોષ) પર આધારિત છે. વિકિપીડિયા જાતિને સમાજ અને વિચારો સાથે જોડે છે. જ્યારે ગ્રોકિપીડિયા તેને શરીર અને જીવવિજ્ઞાન સાથે જોડે છે.

    - Advertisement -

    વધુમાં, જ્યોર્જ ફ્લોયડ વિશેની વિકિપીડિયા એન્ટ્રીના શરૂઆતના ફકરામાં તેના ગુનાહિત રેકોર્ડનો કોઈ ઉલ્લેખ નથી. તે ફક્ત એટલું જ કહે છે કે, “જ્યોર્જ ફ્લોયડ એક આફ્રિકન-અમેરિકન વ્યક્તિ હતી, જેની 25 મે, 2020ના રોજ મિનેસોટાના મિનિયાપોલિસમાં એક શ્વેત પોલીસ અધિકારી દ્વારા હત્યા કરવામાં આવી હતી. એક સ્ટોર ક્લાર્કને ફ્લોયડ પર નકલી $20ના બિલનો ઉપયોગ કરવાની શંકા થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.”

    બીજી બાજુ ગ્રોકિપીડિયા તેના વિશે તથ્યપૂર્ણ માહિતી રજૂ કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યોર્જ પેરી ફ્લોયડ જુનિયર (14 ઓક્ટોબર, 1973 – 25 મે, 2020) એક અમેરિકન વ્યક્તિ હતો, જેનો લાંબો ગુનાહિત રેકોર્ડ હતો, જેમાં 1997થી 2007 દરમિયાન ટેક્સાસમાં સશસ્ત્ર લૂંટ, ડ્રગ રાખવા અને ચોરી માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 25 મે, 2020ના રોજ ફ્લોયડની મિનેપોલિસ, મિનેસોટામાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક સ્ટોર ક્લાર્કે અહેવાલ આપ્યો હતો કે તેણે સિગારેટ ખરીદવા માટે $20ની નકલી નોટનો ઉપયોગ કર્યો હતો.”

    ગ્રોકિપીડિયાની એન્ટ્રીમાં વધુ સમજાવવામાં આવ્યું છે કે તેની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી, પરંતુ તેને વામપંથી અને પક્ષપાતપૂર્ણ લહેજામાં રજૂ નથી કરાઈ, જે સંપૂર્ણપણે પોલીસ પર દોષ મૂકે છે. આ વિવિધ વિષયો પર વિકિપીડિયા એન્ટ્રીઓમાં ઊંડાણપૂર્વક સ્થાપિત થયેલા પૂર્વગ્રહો જોવા મળે છે. મસ્કે ગ્રોકિપીડિયાને નિષ્પક્ષ જ્ઞાન દ્વારા બ્રહ્માંડને સમજવાના xAIના મિશન તરફ એક પગલા તરીકે રજૂ કર્યું છે.

    ગ્રોકિપીડિયા પર માહિતી શોધવી અને ભૂલો સુધારવી

    ગ્રોકિપીડિયા પર આર્ટિકલ્સ શોધવાની પદ્ધતિ સરળ અને વિકિપીડિયા જેવી જ છે. સૌથી પહેલાં તમારે grokipedia.com પર જવું પડશે. હાલમાં, આ પ્લેટફોર્મ માત્ર વેબ બ્રાઉઝર દ્વારા ઉપલબ્ધ છે.

    વેબસાઇટ પર ગયા પછી હોમ પેજ પર સર્ચ બાર દેખાશે. જે વસ્તુ-વિષય વિશે વાંચવું હોય તે સર્ચ કરો. ગ્રોકિપીડિયા ટોપિક-આધારિત એન્ટ્રીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેથી વાતચીતના પ્રશ્નોને બદલે ટોપિકનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, ‘tell me about India’ લખવાને બદલે ફક્ત ‘India’ ટાઇપ કરો અને તે તમને ‘India’ ઉલ્લેખિત ટોપિક્સની યાદી આપશે.

    ગ્રોક AI મોડેલ સત્તાવાર સ્ત્રોતો, રિસર્ચ પેપર્સ અને X પર વેરિફાઇડ પોસ્ટ્સમાંથી રિયલ-ટાઇમ ડેટાનો ઉપયોગ કરીને આર્ટિકલને તરત જ જનરેટ અથવા રિટ્રીવ કરે છે. કન્ટેન્ટ ટેક્સ્ટ-કેન્દ્રિત છે, જેમાં સંબંધિત ટોપિક્સ માટે ઇન્ટરનલ લિંક્સ અને વેરિફિકેશન માટે રેફરન્સ હોય છે. તેની મિનિમલિસ્ટ ડિઝાઇન મલ્ટીમીડિયા વિના ડિસ્ટ્રેક્શન-ફ્રી વાંચન અનુભવ આપે છે.

    ગ્રોકિપીડિયા પર ખોટી માહિતી સુધારવી

    હાલમાં ગ્રોકિપીડિયા ડાયરેક્ટ એડિટિંગને મંજૂરી આપતું નથી. જોકે, વપરાશકર્તાઓ AI-સહાયિત રિપોર્ટિંગ ફીચર દ્વારા સુધારા સૂચવી શકે છે. ભૂલ સુધારવા માટે આર્ટિકલ ખોલો અને ખોટા ટેક્સ્ટને પસંદ કરો. તમને ટેક્સ્ટ પર ‘It’s wrong’ લેબલવાળો એક સંકેત દેખાશે.

    તેના પર ક્લિક કરો અને એક પૉપ-અપ વિન્ડો દેખાશે, જ્યાં તમે સ્ત્રોત સાથે સાચી માહિતી સબમિટ કરી શકો છો.

    સબમિટ કર્યા પછી જો સિસ્ટમ માહિતીને વેરિફાય કરી લે છે તો તે આર્ટિકલને અપડેટ કરશે. જોકે, AIને વેલિડેટ કરવામાં અને ફેરફારોને પ્રતિબિંબિત કરવામાં થોડો સમય લાગી શકે છે.

    શ્રેષ્ઠ પરિણામો માટે તમારો સુધારો તથ્યાત્મક રીતે સમર્થિત અને સંક્ષિપ્ત હોવો જોઈએ. જો ભૂલ કેટલાક સમય પછી પણ રહે તો તમે વધુ પુરાવા સાથે તમારો રિપોર્ટ ફરીથી સબમિટ કરી શકો છો. ગ્રોકિપીડિયા ઓપન-સોર્સ છે અને હજુ વિકસી રહ્યું છે, તેથી યુઝર ફીડબેક AIને ચોકસાઈ અને વિશ્વસનીયતામાં સુધારો કરવામાં મદદ કરે છે.

    ગ્રોકિપીડિયા વિકિપીડિયાથી કેવી રીતે અલગ?

    ગ્રોકિપીડિયા અને વિકિપીડિયા ઓનલાઇન નોલેજ જનરેટ કરવા અને જાળવવા માટે બે અલગ ફિલસૂફીઓનું પ્રતિનિધિત્વ કરે છે. વિકિપીડિયા માનવ સહયોગ પર આધારિત છે, જ્યારે ગ્રોકિપીડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને માહિતી પ્રસારણને ઓટોમેટ અને રિફાઇન કરે છે, જેથી તે પક્ષપાત-વિહીન અને મુક્ત બને છે. નોંધનીય છે કે, ઈલોન મસ્કે X પરની એક પોસ્ટમાં સ્વીકાર્યું હતું કે ગ્રોકિપીડિયા ક્યારેય પણ પૂર્ણ નહીં હોય, પરંતુ સત્યને રજૂ કરવા માટે તેને સતત અપડેટ કરવામાં આવશે.

    કન્ટેન્ટ નિર્માણ અને એડિટિંગ

    ગ્રોકિપીડિયાના આર્ટિકલ્સ xAIના ગ્રોક મોડેલ દ્વારા આપમેળે જનરેટ, એડિટ અને એક્યુરેટ કરવામાં આવે છે. સિસ્ટમ ઓનલાઇન પ્લેટફોર્મ્સમાંથી રિયલ-ટાઇમ ડેટાનો ઉપયોગ કરીને અપ-ટુ-ડેટ, સ્વ-સુધારાત્મક એન્ટ્રીઓ ઉત્પન્ન કરે છે. વિકિપીડિયાથી વિપરીત તે કોમ્યુનિટી એડિટિંગ પર આધારિત નથી. તેના બદલે તેનું AI ચોકસાઈ અને સુસંગતતા માટે સામગ્રીને સતત અપડેટ કરે છે.

    પક્ષપાત અને તટસ્થતા

    ગ્રોકિપીડિયા ‘મેક્સિમમ ટ્રુથ’ પર ધ્યાન કેન્દ્રિત કરીને વૈચારિક અને રાજકીય પ્રભાવને ઘટાડવાનું લક્ષ્ય રાખે છે. તેનો ઉદ્દેશ્ય ક્રાઉડ-સોર્સ્ડ એન્વાયરમેન્ટમાં જોવા મળતી એક્ટિવિસ્ટ-આધારિત વિકૃતિઓનો સામનો કરવાનો છે અને મસ્કના એડિટોરિયલ એક્ટિવિઝમથી મુક્ત, શુદ્ધ, ડેટા-આધારિત દૃષ્ટિકોણ આપે છે.

    આ લેખ મૂળ અંગ્રેજીમાં અનુરાગ દ્વારા લખવામાં આવ્યો છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં