Friday, June 13, 2025
More
    હોમપેજરાજકારણજેણે નજરે જોયો હતો ગોધરાકાંડ, તે ઈસાઈ સાક્ષીએ લેફ્ટ-લિબરલોના પ્રોપગેન્ડાનો પર્દાફાશ કરતો...

    જેણે નજરે જોયો હતો ગોધરાકાંડ, તે ઈસાઈ સાક્ષીએ લેફ્ટ-લિબરલોના પ્રોપગેન્ડાનો પર્દાફાશ કરતો લખ્યો હતો પત્ર: જાણો શું કહે છે ‘L2: એમ્પુરાન’ની રિલીઝ બાદ વાયરલ થયેલ પત્ર

    જ્યાં 2002ના રમખાણોની ઘટના બની હતી તે ગોધરા રેલ્વે સ્ટેશન પાસે જ્યોર્જ 12 વર્ષથી એક નાનો વ્યવસાય ચલાવતા હતા. ગોધરાકાંડના પ્રત્યક્ષદર્શી હોવાને કારણે, પત્ર દ્વારા તેમની જુબાની તે દિવસનું સાચું દ્રશ્ય રજૂ કરે છે અને બે દાયકા કરતા વધુ સમયથી મીડિયામાં વામપંથી લિબ્રલ્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા આવતા જૂઠાણાનો પર્દાફાશ કરે છે.

    - Advertisement -

    મોહનલાલ (Mohanlal) અભિનીત મલયાલમ ફિલ્મ ‘L2: એમ્પુરાન’ (L2: Empuraan) 27 માર્ચે રિલીઝ થઈ હતી. થોડા કલાકોમાં જ, 2002ના ગુજરાત રમખાણોને ખોટી રીતે રજૂ કરવા બદલ ફિલ્મની ભારે ટીકા થઈ હતી. આ ફિલ્મ ગોધરા રમખાણોનો ઉલ્લેખ કરીને હિંદુઓને અસંવેદનશીલ અને ક્રૂર તરીકે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં હિંદુ વિરોધી વાર્તાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, ફિલ્મમાં એક દ્રશ્ય છે જેમાં હિંદુ જમણેરી ઉગ્રવાદીઓ દ્વારા એક મુસ્લિમ પરિવારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી રહી છે. જોકે, હવે ગોધરાકાંડના ખ્રિસ્તી પ્રત્યક્ષદર્શીએ લખેલ પત્ર વાયરલ થઈ રહ્યો છે.

    આ ટીકા બાદ, મોહનલાલે 30 માર્ચે એક નિવેદન બહાર પાડ્યું જેમાં સ્વીકાર્યું કે ફિલ્મના કેટલાક પાસાઓએ તેમના ચાહકોને નારાજ કર્યા છે. તેમણે ખાતરી આપી કે ટીમે ટીકા તરફ દોરી ગયેલા સંદર્ભોને દૂર કરવાનો નિર્ણય લીધો છે.

    ત્યારપછી અભિનેતાએ ફેસબુક પર મલયાલમમાં પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “મને ધ્યાનમાં આવ્યું છે કે લ્યુસિફર ફ્રેન્ચાઇઝના બીજા ભાગ, એમ્પુરાનમાં આવરી લેવામાં આવેલા કેટલાક રાજકીય અને સામાજિક વિષયો મારા ઘણા ફેન્સને ખૂબ જ દુઃખી કરી રહ્યા છે.”

    - Advertisement -

    તેમણે આગળ લખ્યું હતું કે, “એક કલાકાર તરીકે, મારી ફરજ છે કે હું ખાતરી કરું કે મારી કોઈપણ ફિલ્મ કોઈપણ રાજકીય આંદોલન, વિચારધારા અથવા ધાર્મિક જૂથ પ્રત્યે નફરતને પ્રોત્સાહન ન આપે. તેથી, હું અને એમ્પુરાનની ટીમ મારા ફેન્સને થયેલી અસુવિધા માટે દિલથી દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને અમે બધા તેની જવાબદારી લઈએ છીએ, કારણ કે અમે સમજીએ છીએ કે આવા મુદ્દાઓ ફિલ્મમાંથી દૂર કરવા જોઈતા હતા.”

    ફિલ્મમાં મોહનલાલના પાત્ર પછી સેકન્ડ લીડ તરીકે સુકુમારને ઝાયેદ મસૂદ નામનું પાત્ર ભજવ્યું હતું. સુકુમારનના પાત્રની પૃષ્ઠભૂમિમાં ગોધરા રમખાણોને લગતા વિવાદાસ્પદ દ્રશ્યો દેખાય છે. વધુમાં, આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળનો શાસક પક્ષે રમખાણો દરમિયાન કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કર્યો હતો. નોંધનીય છે કે તે સમયે ગુજરાતના CM નરેન્દ્ર મોદી હતા અને સત્તામાં ભાજપ હતું.

    અહેવાલો અનુસાર, ફિલ્મની શરૂઆત ગોધરાકાંડ પછીના રમખાણો દરમિયાન એક મુસ્લિમ ગામને બાળી નાખવાના દ્રશ્ય સાથે થાય છે. આ દ્રશ્ય પછી, ઘણા ગ્રાફિક અને ગંભીર દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા, જેમાં હિંદુ પુરુષો દ્વારા મુસ્લિમ બાળક સાથે નિર્દયતાથી મારપીટ અને ગર્ભવતી મુસ્લિમ મહિલા પર હિંસાનો સમાવેશ થતો હતો.

    ફિલ્મ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, જ્યોર્જ જોસેફ નામના એક ખ્રિસ્તી વ્યક્તિ દ્વારા લખાયેલો એક પત્ર, જે એપ્રિલ 2002માં માતૃભૂમિ દૈનિકમાં પ્રકાશિત થયો હતો, તે ફરી ચર્ચામાં આવ્યો છે.

    પત્રમાં ગોધરા કાંડ પૂર્વ આયોજિત હોવાનો થયો પર્દાફાશ

    ગોધરા ખાતે ટ્રેનમાં આગ લાગવાથી અયોધ્યાથી પરત ફરી રહેલ 59 કારસેવકોના મૃત્યુના લગભગ બે મહિના પછી, 20 એપ્રિલ 2002ના રોજ પઝુરના જ્યોર્જ જોસેફ નામના એક ખ્રિસ્તી વ્યક્તિએ માતૃભૂમિ દૈનિકને એક પત્ર લખ્યો, જેમાં તેમના શબ્દોમાં ઘટનાના દિવસનું વર્ણન કરવામાં આવ્યું. આ પત્ર મલયાલમ ભાષાના એક અખબારમાં પ્રકાશિત થયો હતો.

    જ્યાં 2002ના રમખાણોની ઘટના બની હતી તે ગોધરા રેલ્વે સ્ટેશન પાસે જ્યોર્જ 12 વર્ષથી એક નાનો વ્યવસાય ચલાવતા હતા. ગોધરાકાંડના પ્રત્યક્ષદર્શી હોવાને કારણે, પત્ર દ્વારા તેમની જુબાની તે દિવસનું સાચું દ્રશ્ય રજૂ કરે છે અને બે દાયકા કરતા વધુ સમયથી મીડિયામાં વામપંથી લિબ્રલ્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા આવતા જૂઠાણાનો પર્દાફાશ કરે છે.

    તેમણે લખ્યું હતું કે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર હોવાથી ગોધરામાં ઘણા વર્ષોથી સાંપ્રદાયિક વિભાજન અને તણાવ હતો. તેમના જેવા બિન-મુસ્લિમો ખૂબ જ ભય અને સતત તણાવમાં રહેતા હતા, કારણ કે દેશભર ઘટતી કોઈપણ સાંપ્રદાયિક અશાંતિની ગોધરા પર ખૂબ ખરાબ અસર પડતી હતી. જ્યોર્જના મતે, ગોધરાકાંડ પાછળનો મુખ્ય ગુનેગાર કોંગ્રેસનો કાઉન્સિલર હતો. તેના સાથીઓ ઘણીવાર સ્ટેશનની આસપાસ ખૂબ જ ઉપદ્રવ મચાવતા હતા અને તે આવા કૃત્યોના સાક્ષી હતા. તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે જો તેમણે કોંગ્રેસના કાઉન્સિલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોત તો તે પત્ર લખવા માટે જીવિત જ ના બચ્યા હોત.

    જ્યોર્જે કહ્યું કે સાબરમતી એક્સપ્રેસ પર હુમલો એક પૂર્વ-આયોજિત કાવતરું હતું. ઘણા અઠવાડિયા પહેલાં જ તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને હુમલાના દિવસે જે થયું તે જોવું અસંભવ હતું. તેમણે લખ્યું, “તે દુર્ભાગ્યપૂર્ણ દિવસે હજારો લોકો રેલ્વે સ્ટેશનની આસપાસ બાબરી મસ્જિદના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પોલીસે તેમને કાબૂમાં લેવાનો પ્રયાસ કેમ ન કર્યો? તેનું મુખ્ય કારણ કોંગ્રેસનો એક કાઉન્સિલર હતો. પોલીસનામાં પણ તેને અડવાની હિંમત નહોતી.”

    સળગતી બોગીમાંથી કૂદી પડવામાં સફળ રહેલા બાળકો સહિત તમામ પર પથ્થરમારો કરીને ટોળાએ ક્રૂરતાથી મારી નાખ્યા હતા. જ્યોર્જને પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડ્યું, કારણ કે ત્યાં લાંબા સમય સુધી સાક્ષી તરીકે રહેવું અશક્ય હતું. તેમણે પ્રશ્ન કર્યો, “કોંગ્રેસ પાર્ટી ગુનેગારોને દોષિત ઠેરવવા અને તેમના વાસ્તવિક ચહેરાઓ ખુલ્લા પાડવા કેમ તૈયાર નથી? મીડિયા અમારા જેવા પ્રત્યક્ષદર્શીઓને કેમ ટાળી રહ્યું છે?” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ બધું વોટબેંકનું રાજકારણ છે.

    જ્યોર્જે કહ્યું કે જ્યાં સુધી સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી તે પાછા જવાની યોજના નથી. તેમના મતે, ગોધરામાં ફક્ત મુસ્લિમો જ શાંતિથી રહી શકે છે. તેમણે નિષ્કર્ષ કાઢ્યો, “જ્યારે સાંપ્રદાયિક સમસ્યાઓ હોય છે, ત્યારે સમસ્યાના મૂળનું વિશ્લેષણ કર્યા વિના પૂર્વગ્રહો બનાવવા યોગ્ય નથી. ઘણા લોકો હજુ પણ સાબરમતી એક્સપ્રેસના મુસાફરોને કેરોસીન અને પેટ્રોલથી જીવતા સળગાવી દેવાના ક્રૂર કૃત્યોને યોગ્ય ઠેરવે છે.”

    જ્યોર્જે કહ્યું કે જ્યાં સુધી સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી તે પાછા જવાની યોજના નથી. તેમના મતે, ગોધરામાં ફક્ત મુસ્લિમો જ શાંતિથી રહી શકે છે. તેમણે નિષ્કર્ષ કાઢ્યો, “જ્યારે સાંપ્રદાયિક સમસ્યાઓ હોય છે, ત્યારે સમસ્યાના મૂળનું વિશ્લેષણ કર્યા વિના પૂર્વગ્રહો બનાવવા યોગ્ય નથી. ઘણા લોકો હજુ પણ સાબરમતી એક્સપ્રેસના મુસાફરોને કેરોસીન અને પેટ્રોલથી જીવતા સળગાવી દેવાના ક્રૂર કૃત્યોને યોગ્ય ઠેરવે છે.”

    પત્રનો અનુવાદ

    શનિવાર, એપ્રિલ 20
    ગોધરામાં શું થયું

    હું છેલ્લા 12 વર્ષથી ગુજરાતના ગોધરામાં રેલ્વે સ્ટેશન પાસે એક નાનો વ્યવસાય ચલાવી રહ્યો છું. હું એવી બાબતો વિશે લખી રહ્યો છું જે મેં વારંવાર અખબારો અને જાહેર નિવેદનોમાં જોઈ છે. હું ગોધરાકાંડનો સાક્ષી હતો.

    જ્યારે આપણે ગોધરા વિશે વાત કરીએ છીએ, તો તે વર્ષોથી સાંપ્રદાયિક તણાવથી ભરેલું સ્થળ રહ્યું છે; મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર પણ છે. જે તેને આપણા માટે ખૂબ ડરામણી જગ્યા બનાવે છે. ભારતમાં જ્યાં પણ સાંપ્રદાયિક મુદ્દાઓ ઉભા થાય છે, તેના પડઘા અહીં પણ પડે છે.

    ગોધરાકાંડનો મુખ્ય આરોપી, જે કોંગ્રેસ કાઉન્સિલર હોવાનું કહેવાય છે, તે અવ્વલ દરજ્જાનો ગુંડો છે. મેં પોતે સ્ટેશનની આસપાસ તેના માણસોએ જે અંધાધૂંધી મચાવી હતી તે જોઈ છે. જો મેં વિરોધ કરવાનો કે ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હોત, તો આજે હું પત્ર લખવા માટે જીવિત હોત.

    સાબરમતી એક્સપ્રેસ પર હુમલો કરવાની યોજના પહેલાથી બનાવવામાં આવી હતી. અઠવાડિયા પહેલાંથી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. તે દિવસે જે કંઈ પણ થયું, કોઈ પણ માણસે તે જોવું જોઈએ. તે દિવસે હજારો લોકો રેલ્વે સ્ટેશનની આસપાસ એકઠા થયા હતા અને બાબરી મસ્જિદના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પોલીસે તેમને કેમ રોક્યા? કારણ કે પાછળ કોંગ્રેસના કાઉન્સિલરનો હાથ હતો. પોલીસમાં પણ તેને અડવાની હિંમત નહોતી.

    જે લોકો ઘબરાઈને સળગતી ટ્રેનમાંથી બહાર કુદ્યા તેમના પર પાટા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો. બાળકોને પણ બક્ષવામાં આવ્યા હતા. મારે મારો જીવ બચાવવા ભાગવું પડ્યું કારણ કે ઘટનાસ્થળ પર રોકાવું અસંભવ હતું.

    કોંગ્રેસ આવા જઘન્ય કૃત્યોમાં સામેલ લોકોની ક્રૂરતાની કડક નિંદા કેમ નથી કરતી અથવા તેમના વાસ્તવિક ચહેરાઓ કેમ ખુલ્લા પાડતી નથી? મીડિયા અમારા જેવા પ્રત્યક્ષદર્શીઓને કેમ અવગણે છે? બધું વોટબેંક ખાતર.

    જ્યાં સુધી ગુજરાતમાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હું ત્યાં પાછો જવા તૈયાર નથી. કારણ કે ગોધરામાં ફક્ત મુસ્લિમો રહી શકે છે. હું મારા અંગત અનુભવ પરથી કહી રહ્યો છું. જ્યારે સાંપ્રદાયિક તણાવ વધે છે, ત્યારે પૂર્વગ્રહો ખતરનાક બની જાય છે. આપણે વાસ્તવિક મુદ્દાઓની તપાસ કરવી જોઈએ. ગોધરામાં, નિર્દોષ રેલ્વે મુસાફરોને કેરોસીન અને પેટ્રોલથી જીવતા સળગાવી દેવાને લોકો ન્યાયી ઠેરવવા તૈયાર હતાકારણ ભલે ગમે તે હોય. હું બધું લખી રહ્યો છું કારણ કે મને કોઈ મીડિયા આઉટલેટ વાસ્તવિકતાને રિપોર્ટ કરતુ ન દેખાયું. અત્યારે પણ, માતૃભૂમિ જેવા નીડર મીડિયાએ જાતિ કે ધર્મના ભેદભાવ વિના વાસ્તવિક મુદ્દાઓને ઉજાગર કરવા માટે આગળ આવવું જોઈએ.

    જ્યોર્જ જોસેફ, પઝૂર

    ગોધરાકાંડનું સત્ય

    ગોધરાકાંડ કદાચ દેશના કોમી રમખાણોના ઇતિહાસમાં સૌથી વધુ ખોટી રીતે રજૂ કરાયેલી રાજકીય ઘટનાઓમાંની એક છે. રમખાણોનો ઉપયોગ રાજકારણીઓ, મીડિયા હાઉસ અને લેફ્ટ-લિબરલો વર્ષોથી હિંદુ વિરોધી કહાનીઓ ફેલાવવા માટે કરી રહ્યા છે, પરંતુ રમખાણો પહેલા થયેલા હત્યાકાંડ, જેમાં મુસ્લિમ ટોળાએ ટ્રેનના ડબ્બાને આગ લગાવી હતી, જેમાં 59 કાર સેવકો માર્યા ગયા હતા, તેનો ક્યારેય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

    27 ફેબ્રુઆરી 2002ના રોજ, સાબરમતી એક્સપ્રેસ ચાર કલાક મોડી પડ્યા બાદ સવારે 7:40એ ગોધરા સ્ટેશન પહોંચી હતી. સવારે લગભગ 3:30 વાગ્યે, ટ્રેનનો કોચ S6 અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળથી 59 કાર સેવકોને લઈને પરત ફરી રહ્યો હતો. ટ્રેન સ્ટેશન પર પહોંચ્યાના થોડી મિનિટોમાં જ, સિગ્નલ ફળિયાના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારના લગભગ 2,000 મુસ્લિમોના ટોળાએ કાર સેવકોના કોચને ઘેરી લીધો અને તેને આગ લગાવી દીધી. કોચમાં રહેલા બધા કાર સેવકો, જેમાં 25 મહિલાઓ અને 15 બાળકોનો સામેલ હતા, તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા.

    ઘણા વર્ષોની ન્યાયિક સુનાવણી પછી 22 ફેબ્રુઆરી 2011ના રોજ, ટ્રાયલ કોર્ટે ગોધરા હત્યાકાંડ માટે 31 મુસ્લિમોને દોષિત ઠેરવ્યા હતા. બાદમાં 2017માં, ગુજરાત હાઇકોર્ટે પણ આ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. ફેબ્રુઆરી 2003માં, એક આરોપીએ ન્યાયિક કબૂલાત આપી જેમાં તેણે સ્વીકાર્યું કે ગોધરા ઘટના એક પૂર્વ આયોજિત હુમલો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં