રવિવારે (24 નવેમ્બર 2024), ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં (Sambhal) મુસ્લિમ ટોળાએ (Muslim Mob) પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ત્યાંની જામા મસ્જિદમાં (Jama Masjid) કોર્ટના આદેશ પર સર્વે (Survey) ચાલી રહ્યો હતો. આ ઘટના બાદ વિરોધ પક્ષોએ સુરક્ષા દળોને બદલે તોફાનીઓને સમર્થન કર્યું હતું. જો કે આ હિંસાની એફઆઈઆર બહાર આવ્યા બાદ કહાની અલગ જ બહાર આવી રહી છે. બીજી એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે તોફાનીઓએ એ જ ડેપ્યુટી એસપીને (DSP) નિશાન બનાવીને ગોળી મારી હતી, જેમની વિરુદ્ધ ટોળું સતત નિવેદનો આપી રહ્યું હતું. ટોળાએ ઘણી દુકાનોને પણ નિશાન બનાવી આગ ચાંપી હતી.
OpIndiaને મળેલી અન્ય એફઆઈઆરમાં (FIR) સબ ઈન્સ્પેક્ટર દીપક રાઠી (Deepak Rathi) ફરિયાદી તરીકે સૂચિબદ્ધ છે. દીપક રાઠી સંભલ શહેરમાં આઉટપોસ્ટ ઈન્ચાર્જ તરીકે તૈનાત છે. રવિવારે તેમણે કોતવાલી સંભલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં દીપકે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ પર ચાલી રહેલી સર્વે ટીમને સુરક્ષા આપવા માટે તેમને જામા મસ્જિદમાં તેમની ટીમ સાથે તૈનાત કરવામાં આવ્યા હતા. સવારે 9 વાગ્યાની આસપાસ 700થી 800 લોકોની ભીડ જામા મસ્જિદ પહોંચી હતી.
દીપક રાઠીએ વધુમાં જણાવ્યું હતું કે ટોળા પાસે ઘાતક હથિયારો હતા. તેમનો હેતુ સર્વેની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો હતો. FIRમાં બે દિવસ પહેલા શુક્રવારે સમાજવાદી પાર્ટીના સાંસદ (SP MP) ઝિયાઉર રહેમાન બર્કે (Ziaur Rahman Burke) આપેલા ભડકાઉ ભાષણનો પણ ઉલ્લેખ છે. પોલીસે આ ભાષણને રાજકીય લાભ માટે આપવામાં આવેલ નિવેદન ગણાવ્યું, જેનાથી ભીડ ગુસ્સે થઈ ગઈ. આ જ ફરિયાદમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સપા ધારાસભ્ય (SP MLA) ઈકબાલ મહેમૂદના પુત્ર સુહૈલ ઈકબાલે (Suhail Iqbal, son of Iqbal Mahmood) ઝિયાઉર રહેમાનના નામે ટોળાને ઉશ્કેર્યું હતું.
સબ ઈન્સ્પેક્ટર રાઠીએ વધુમાં જણાવ્યું કે ગુસ્સે થયેલા ભીડને મનાવવા માટે તેમણે અને ડીએસપી અનુજ ચૌધરીએ (DSP Anuj Chaudhary) ઘણા પ્રયાસો કર્યા હતા. પોલીસની અપીલની ભીડ પર કોઈ અસર થઈ ન હતી. ટોળાએ સૂત્રોચ્ચાર કરીને સરકારી કામમાં વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ટોળાએ પોલીસના વાહનોમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. પોલીસ વાહનો સહિતની જાહેર મિલકતો અને કેટલીક દુકાનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
ફરિયાદના જણાવ્યા અનુસાર, આ ભીડમાંથી કેટલાક બદમાશોએ ડેપ્યુટી એસપી સંભલને નિશાન બનાવીને ગોળી મારી હતી. ગોળીબાર કરનારનો હેતુ પોલીસ અધિકારીને મારવાનો હતો. આ ગોળી ડીએસપી અનુજ ચૌધરીના પગમાં વાગી, જેના કારણે તેઓ ઘાયલ થયા. દીપક રાઠીની ફરિયાદ પર સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઈકબાલ સહિત 700થી 800 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ તમામ પર હત્યાનો પ્રયાસ, તોડફોડ અને આગચંપી વગેરેની કલમો લગાવવામાં આવી છે.
DSP ચૌધરી પહેલાથી જ હતા ટોળાના નિશાના પર
ડેપ્યુટી એસપી અનુજ ચૌધરી, જેને મુસ્લિમ ટોળાએ તેની હિંસામાં નિશાન બનાવ્યા હતા, તે પહેલાથી જ તોફાનીઓના નિશાને હતા. હિંસાના દિવસે ભીડને નિવેદન આપતો એક વ્યક્તિનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં દેખાતો વ્યક્તિ ભીડને શાંત ગણાવી રહ્યો છે અને ડીએસપી સંભલ ખોટા ગણાવે છે. તેના જણાવ્યા મુજબ, ડીએસપી સંભલે ભીડ સાથે ગેરવર્તન કર્યું હતું. તેણે ડેપ્યુટી એસપી સંભલને હટાવવાની પણ અપીલ કરી હતી.
ડીએસપી સંભલને માત્ર ગોળી મારવામાં આવી ન હતી પરંતુ ટોળાએ તેમના સત્તાવાર વાહનને પણ નિશાન બનાવીને હુમલો કર્યો હતો. OpIndia દ્વારા મેળવેલી તસવીરમાં CO લખેલા વાહન પર પથ્થરમારાના નિશાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ પથ્થરમારાને કારણે ડીએસપી અનુજ ચૌધરીની કારની વિન્ડશિલ્ડને નુકસાન થયું છે. આ ઉપરાંત અન્ય ભાગોમાં પણ વાહનને ઘણું નુકસાન થયું છે.
''इन जाहिलों से मरने के लिए पुलिस में भर्ती हो रखे क्या हम….''
— Pyara Uttarakhand प्यारा उत्तराखंड (@PyaraUKofficial) November 26, 2024
RT Max 🔥🚩
सुनिए संभल के पुलिस अधिकारी अनुज चौधरी साहेब की सीधी बात नो बकवास pic.twitter.com/SozHVBBEov
મુસ્લિમ ટોળાની હિંસામાં ઘાયલ DSP અનુજ ચૌધરીનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં તેમના પગ પર પાટો બાંધેલો જોવા મળે છે. તેમણે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે હજારો લોકોનું ટોળું પોલીસકર્મીઓને મારવા આવ્યું હતું. પોલીસે સ્વબચાવમાં યોગ્ય કાર્યવાહી કરી હતી. તોફાનીઓની તરફેણમાં પ્રશ્નો પૂછી રહેલા પત્રકારને ડીએસપી સંભલે પ્રતિપ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, “જો ભીડ શાંતિપૂર્ણ હતી તો તમે (પત્રકારે) તેમાં પ્રવેશીને વિડીયોગ્રાફી કેમ ન કરી?” તે જ નિવેદનમાં તેમણે કહ્યું, “શું અમે આ જાહિલ લોકોના હાથે મરવા માટે પોલીસમાં જોડાયા છીએ?”