Monday, February 3, 2025
More
    હોમપેજક્રાઈમસંભલ હિંસા દરમિયાન કટ્ટરપંથીઓનું ટોળું લેવા માંગતું હતું પોલીસકર્મીઓના જીવ, DSP અનુજ...

    સંભલ હિંસા દરમિયાન કટ્ટરપંથીઓનું ટોળું લેવા માંગતું હતું પોલીસકર્મીઓના જીવ, DSP અનુજ ચૌધરી અને SPના PRO સંજીવને મારવામાં આવી ગોળીઓ: વાંચો- FIRમાં નોંધાયેલ ભયંકર વિગતો

    સબ ઈન્સ્પેક્ટર સંજીવને મારવાના ઈરાદે ભીડમાંથી ગોળી ચલાવવામાં આવી હતી. ગોળી સંજીવના પગમાં વાગી હતી અને તેઓ ઘાયલ થઇ ગયા હતા. આ દરમિયાન હુમલાખોરોએ હેડ કોન્સ્ટેબલ વિવેક કુમારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. કોન્સ્ટેબલ સુમિતને પણ હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

    - Advertisement -

    રવિવારે (24 નવેમ્બર 2024), ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal Violence) ખાતે મુસ્લિમ ટોળાએ પોલીસ (attack on Police) પર હુમલો કર્યો. જામા મસ્જિદના સર્વેને (Jama Mosque Survey) રોકવાના ઈરાદાથી કોર્ટના આદેશ પર આ હુમલો થયો હતો. આ હિંસા દરમિયાન લગભગ બે ડઝન પોલીસકર્મીઓ ઘાયલ (Police Men Injured) થયા હતા, જેમાં ડેપ્યુટી એસપી અનુજ ચૌધરી અને પોલીસ અધિક્ષકના પીઆરઓ, સબ-ઇન્સ્પેક્ટર સંજીવ કુમારનો સમાવેશ થાય છે. બંનેએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેમને મારવા માટે ગોળી ચલાવવામાં આવી હતી.

    સંભલ હિંસા દરમિયાન ડેપ્યુટી એસપી અનુજ ચૌધરીને મુસ્લિમ ટોળાએ ખાસ નિશાનો બનાવ્યા હતા. હિંસા પહેલા, હુમલા દરમિયાન અને હંગામા પછી પણ હુમલાખોરો કે તેમના સમર્થકો દ્વારા અનુજ ચૌધરીનું નામ વારંવાર લેવામાં આવ્યું હતું. કોતવાલી નગર સંભલમાં તેમણે આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રવિવારે તે પોતાની ટીમ અને અન્ય પ્રશાસનિક અધિકારીઓ સાથે જામા મસ્જિદનો સર્વે કરી રહેલી ટીમની સુરક્ષા કરી રહ્યા હતા.

    દરમિયાન સવારે 9 વાગ્યે આશરે 700થી 800 હુમલાખોરોના ટોળાએ સરકારી કામકાજમાં અવરોધ ઉભો કરવાનો શરૂ કર્યો. ઘાતક હથિયારોથી સજ્જ આ ટોળું મસ્જિદ તરફ આગળ વધી રહ્યું હતું. અનુજ ચૌધરીએ કોર્ટના આદેશોને ટાંકીને આ ભીડને ઘણી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભીડ પર કોઈ અસર ન થઇ અને ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો. આ દરમિયાન ભીડમાંથી કોઈએ ગોળી ચલાવી હતી જે ડીએસપી ચૌધરીના જમણા પગમાં વાગી હતી. અનુજ ચૌધરીના જણાવ્યા અનુસાર, આ ફાયરિંગ તેમને મારવાના હેતુથી જ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અનુજ ચૌધરીએ પોતાની ફરિયાદમાં હિંસક ટોળા અને પોતાને ગોળી મારનાર અજાણ્યા હુમલાખોર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ફરિયાદ પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 190, 191 (2), 191 (3), 221, 132, 121 (1), 121 (2), 125, 109 (1) અને 223 (B) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ છે. અજાણ્યા હુમલાખોરોની ઓળખ કરી તેમની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

    પ્લાસ્ટિક પેલેટના કારણે બચ્યો SPના ઘાયલ PROનો જીવ

    પોલીસ અધિક્ષકના જનસંપર્ક અધિકારી (PRO) સબ ઇન્સ્પેક્ટર સંજીવ કુમાર પણ સંભલમાં મુસ્લિમ ટોળા દ્વારા હિંસાની ઝડપમાં આવી આવી ગયા હતા. તેમને પણ મારી નાખવાના ઈરાદે ગોળી ચલાવવામાં આવી હતી. હુમલા બાદ તેમણે રવિવારે નખાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સંજીવે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ પર ચાલી રહેલા સર્વે દરમિયાન તેમને પક્કા બાગ ચોક પર ભીડ એકઠી થવાની માહિતી મળી હતી. આ માહિતી મળતા તેઓ લગભગ 11 વાગે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

    માહિતી સાચી હતી અને પક્કા બાગ પાસે ટોળું ભેગું થયેલું હતું. લગભગ 150 બદમાશોની આ ભીડ હિંદુપુરા તરફ જતા રસ્તા પર એકઠી થઈ ગઈ હતી, જેને પોલીસે હટાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના કહેવાથી ટોળાએ પીછેહઠ કરવાને બદલે હુમલો કર્યો. આ હુમલાખોરોએ પોલીસ પર હોકી સ્ટિક, ઇંટો, પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કર્યો. હિંસક ટોળાની હરકતો જોઈને સામાન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો અને તેમણે પોતાના ઘરના બારી-બારણા બંધ કરી દીધા હતા.

    આ દરમિયાન સબ ઈન્સ્પેક્ટર સંજીવને મારવાના ઈરાદે ભીડમાંથી ગોળી ચલાવવામાં આવી હતી. ગોળી સંજીવના પગમાં વાગી હતી અને તેઓ ઘાયલ થઇ ગયા હતા. આ દરમિયાન હુમલાખોરોએ હેડ કોન્સ્ટેબલ વિવેક કુમારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. કોન્સ્ટેબલ સુમિતને પણ હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલ પોલીસકર્મીઓને હુમલાખોરોથી બચાવવા અન્ય પોલીસકર્મીઓએ પ્લાસ્ટિકના છરા અને ખાલી કારતૂસ છોડ્યા હતા. બાદમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    મુસ્લિમ ટોળાએ કરેલ આ હુમલાને ગંભીર અપરાધ ગણાવતા સંજીવ કુમારે પોતાની ફરિયાદમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ફરિયાદ પર નખાસા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતાની કલમ 191 (2), 191 (3), 190, 109 (1), 121 (1), 132, 223 હેઠળ 150 અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. અને ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ આઈપીસીની કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    ઑપઇન્ડિયા પાસે બંને કેસ સંબંધિત FIRની નકલ છે. પોલીસ આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે. સંભલ ખાતે આ હિંસા હુમલાખોર ટોળાના ખતરનાક ઈરાદાઓને છતા કરે છે. પોલીસ દળો સામે હિંસા, ઘાતક હુમલો અને સરકારી કામમાં અવરોધ જેવા કૃત્યો ગંભીર ચિંતાઓ ઉભી કરે છે. હાલ સંભલ પોલીસ હુમલાખોરોની ઓળખ અને ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં