Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતગીર-સોમનાથ: તાલાલામાં વેપારી મંડળના પ્રમુખ પર મુસ્લિમ યુવકોનો હુમલો, પોલીસ ઉપર પણ...

    ગીર-સોમનાથ: તાલાલામાં વેપારી મંડળના પ્રમુખ પર મુસ્લિમ યુવકોનો હુમલો, પોલીસ ઉપર પણ પથ્થરમારો; ગામ સજ્જડ બંધ, અશાંતધારાની માંગ

    ઘટના ગત તારીખ 11 ઓકટોબર 2023ના રોજ ઘટી હતી. અહેલાલોમાં જણાવ્યા અનુસાર પીપળવા રોડ પર એક ટ્રેક્ટર ચાલક પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન મોટર સાઈકલ પર ત્રણ સવારી આવી રહેલા મુસ્લિમ યુવકોએ બાઈક ટ્રેક્ટર સાથે અથડાવી હતી. ત્યાર બાદ ત્રણે જણાએ ટ્રેક્ટર ચાલક સઘે માથાકૂટ કરીને માર માર્યો હતો.

    - Advertisement -

    ગીર-સોમનાથના તાલાલામાં વેપારી મંડળના પ્રમુખ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના વિરોધમાં તાલાલા આખું સજ્જડ બંધ રહ્યું હતું. હુમલો કરનાર આરોપી મુસ્લિમ સિદ્દી સમાજના યુવકો હતા. સામાન્ય ઘટનામાં ટ્રેક્ટર ચાલકને માર મારી રહેલા આ માથાભારે યુવકોને અટકાવતા આ આખી ઘટના ઘટી હતી. જે બાદ મુસ્લિમ સિદ્દી બાદશાહ સમાજના લોકોના ટોળાએ એકઠા થઈને વેપારીઓ અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

    મળતી માહિતી અનુસાર આ ઘટના ગત તારીખ 11 ઓકટોબર 2023ના રોજ ઘટી હતી. અહેવાલોમાં જણાવ્યા અનુસાર પીપળવા રોડ પર એક ટ્રેક્ટર ચાલક પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન મોટર સાઈકલ પર ત્રણ સવારી આવી રહેલા મુસ્લિમ યુવકોએ બાઈક ટ્રેક્ટર સાથે અથડાવી હતી. ત્યારબાદ ત્રણે જણાએ ટ્રેક્ટર ચાલક સાથે માથાકૂટ કરીને માર માર્યો હતો. આ દરમિયાન વેપારી મંડળના પ્રમુખ દીપક માંડવીયાએ ઝઘડો ન કરવાનું કહેતા આ મુસ્લિમ યુવકોએ તેમને પણ ગાળો ભાંડી હતી. જે બાદ મુસ્લિમ યુવકોએ તેમની સાથે પણ મારામારી કરી હતી.

    આ આખી ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ટ્રેકટર ચાલક રોડ પર આવી રહ્યા છે. આ દરમિયાન મોટરબાઈક પર ત્રણ સવારી આવી રહેલા મુસ્લિમ યુવકો આ ટ્રેક્ટર સાથે અથડાતા બચી જાય છે. આટલી જ વાતમાં બાઈક સવાર ટ્રેક્ટર ચાલકને મારવા લાગે છે. આ આખી ઘટના મંડળ પ્રમુખના દુકાન સામે જ બની હતી. જેને કારણે માંડવીયાએ યુવકોને ઝઘડો ન કરવા જણાવ્યું હતું. આ સાંભળી યુવકોએ તેમની સાથે પણ મારામારી કરી હતી.

    - Advertisement -

    પોલીસ પર પણ કર્યો પથ્થરમારો

    સિદ્દી મુસ્લિમ સાથે થયેલી આ માથાકૂટ બાદ સિદ્દી બાદશાહ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જે બાદ તે લોકોએ બજારમાં આવેલી દુકાનો પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા તાલાલા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ સિદ્દી મુસ્લિમોના ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. બીજી તરફ વેપારી મંડળ પ્રમુખ પર હુમલો અને દુકાનો પર પથ્થરમારની ઘટના સામે આવતા આખા તાલાલામાં વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યો હતો.

    તાલાલામાં મુસ્લિમ યુવકોનો હુમલો થયા બાદ સ્થાનિક હિંદુઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તાલાલામાં આ વિસ્તારમાં સિદ્દી બાદશાહ મુસ્લિમ લોકોનો ખુબ ત્રાસ છે. તેમના લોકો માથાભારે માનસિકતા ધરાવે છે અને અવારનવાર ઝઘડા કરતા રહે છે. ફરી એક વાર આ પ્રકારની ઘટના ઘટતા સ્થાનિક હિંદુ સમાજ સહિત વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ તેમજ અન્ય સંગઠનોએ વિસ્તારમાં અશાંતધારો ઘોષિત કરવાની માંગ કરી હતી. જેને લઈને સ્થાનિક વેપારીઓ તેમજ સંગઠનોની વિશાળ બેઠક પણ યોજાઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં