મહારાષ્ટ્રની (Maharashtra) રાજધાની મુંબઈમાં (Mumbai) મંગળવાર, 17 સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન (Ganesh Utsav) માટે નીકળેલી શોભાયાત્રા એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે વિસર્જનયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાને (Stone Pelting) કારણે ભગવાન ગણેશની મૂર્તિ પણ ખંડિત થઇ ગઈ હતી. આ ઘટનાને લઈને હિંદુ પક્ષમાં રોષ જોવા મળ્યો હતો અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.
અહેવાલો અનુસાર, મંગળવારે મોડી રાત્રે મુંબઈમાં ભિવંડી વિસ્તારના ઘુઘાટનગરમાં ગણપતિ વિસર્જનયાત્રા યોજવામાં આવી હતી. જેમાં યુવાનો ઉપરાંત મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત સેંકડો લોકો સામેલ થયા હતા. મૂર્તિનું વિસર્જન કરવા માટે શોભાયાત્રા કમવારી નદી તરફ જઈ રહી હતી. વિસર્જનયાત્રા વણજરપટ્ટી નાકા વિસ્તારમાં આવેલી હિંદુસ્તાની મસ્જિદ પાસે પહોંચતા જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
Bhiwandi, Maharashtra: During Ganpati immersion, stones were thrown at a Ganesh idol near Hindustani Mosque, breaking it and sparking tension between communities. The Ganesh Mandal demanded the arrest of those responsible and refused to proceed with the immersion. Police… pic.twitter.com/IaWbgy4AiZ
— IANS (@ians_india) September 18, 2024
અચાનક થયેલા આ હુમલાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં ગણપતિની મૂર્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ હુમલાની માહિતી નજીકના હિંદુઓને મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હિંદુઓએ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ગણેશ મંડલે વિસર્જનયાત્રા ત્યાં જ અટકાવીને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. બંને પક્ષો સામસામે આવી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી.
ઘટનાસ્થળે હાજર પોલીસ દળે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ વધુ વણસી જતાં પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હુમલા અને પછી લાઠીચાર્જના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. પોલીસ અધિકારી જ્ઞાનેશ્વર ચવ્હાણે જણાવ્યું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Bhiwandi, Maharashtra: Additional Commissioner Of Police, Dnyaneshwar Chavan says, The traditional Ganpati immersion procession in Bhiwandi started peacefully near Hindustani Mosque and was proceeding well. However, a stone was thrown, causing a dispute and some altercations… https://t.co/NYUxTw84Ww pic.twitter.com/lGRwqoTgqJ
— IANS (@ians_india) September 18, 2024
એસીપી જ્ઞાનેશ્વર ચવ્હાણે કહ્યું હતું કે “વિસર્જનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે હુમલાખોરોની ઓળખ કરવામાં આવી રહી છે. પકડાયેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.” જ્ઞાનેશ્વર ચવ્હાણના જણાવ્યા અનુસાર, ઓળખી કાઢવામાં આવેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતના સુરત, કચ્છ, વડોદરા, ભરૂચ, ખેડા સહિતના સ્થળોએ ગણેશ પંડાલ અને વિસર્જનયાત્રા પર પથ્થમારો કરવાની ઘટનાઓ સામે આવી હતી. આ સિવાય કર્ણાટક તથા ઉત્તર પ્રદેશમાંથી પણ આવી જ ઘટનાઓ સામે આવી હતી.