10 વર્ષનો બાળક પોતાના ઘરથી દૂર મદરેસામાં (Madarsa) રહેતો હતો. 2 મહિનાથી બાળક મહુ સ્થિત એક મદરેસમાં રહેતો હતો. ત્યાં મદરેસાના બીજા બાળકો તેને પરેશાન કરતાં હતા. જેની ફરિયાદ તેણે મદરેસાના મૌલાનાને કરી હતી. ફરિયાદ બાદ બાળકને મદરેસાના દેખરેખ કરવાવાળા મુસ્તકિન નામક વ્યક્તિના ઘરે મોકલવામાં આવ્યો હતો.
બાળકના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે શુક્રવારે (9 ઓગસ્ટે) મદરેસામાં જઈને આવ્યા બાદ બાળક બપોરે સૂઈ રહ્યો હતો. તે દરમિયાન મુસ્તકિન આવ્યો અને તેણે બાળકનું મોઢું દબાવીને તેનું શોષણ કર્યું. એ જ દિવસે રાત્રે ફરીથી મુસ્તકિને બાળકનું મોઢું દબાવીને શોષણ કર્યું. આ દરમિયાન બાળકે ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેણે બાળકને માર્યો ઝૂડયો. જો બાળકે કોઈને આ વાત કહી તો તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બીજા દિવસે જ્યારે બાળક મદરેસામાંથી છૂટ્યો ત્યારે તે મુસ્તકિનના ઘરે ન ગયો. બાળકે એક રાહદારીની મદદથી તેની માતાને ફોન કરીને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. ઘટનાની જાણ થતાં જ માતા બાળકને આવીને ઘરે લઈ ગયા. ઘરે જઈને તેણે સમગ્ર ઘટના પરિવારના તમામ સભ્યોને જણાવી, અને પરિવારે પોલીસમાં ફરિયાદ કરી.
10 વર્ષના પીડિત બાળકની આપવીતી જાણ્યા બાદ બરગૌંડા પોલીસે મુસ્તકિન ઉર્ફે ગોલુ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ સૃષ્ટિવિરુદ્ધના કૃત્યો કરવાનો કેસ નોંધ્યો છે. સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ હેઠળ પણ કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મદરેસાના આરોપી કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.