Saturday, June 21, 2025
More
    હોમપેજગુજરાતજમાલપુરના 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિર પર મુસ્લિમોએ પહેલાં કર્યો ગેરકાયદેસર કબજો,...

    જમાલપુરના 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિર પર મુસ્લિમોએ પહેલાં કર્યો ગેરકાયદેસર કબજો, બાદમાં તોડી પાડ્યું!: મો. અસગર, નિઝામુદ્દીન, બિલાલ સહિત 7 વિરુદ્ધ ગુનો દાખલ; હાઇકોર્ટના આદેશની પણ કરી અવગણના

    ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં બાબુભાઈ શાહ, મોહમ્મદ અસગર, નિઝામુદ્દીન શેખ, મોહમંદબિલાલ શેખ, ઝિશાન હુસૈન કાદરી, રોહન ઇમ્તિયાઝ કાદરી અને સદ્દામ સલીમ કુરેશી વિરુદ્ધ IPCની કલમ 420, 465, 467, 468, 471, 120 BNS હેઠળ FIR નોંધવામાં આવી છે.

    - Advertisement -

    અમદાવાદ (Ahmedabad) શહેરના જમાલપુર (Jamalpur) વિસ્તારમાં 700 વર્ષ જૂના પૌરાણિક ત્રિકમજી મંદિરની (TrikamJi Mandir) કરોડોની જમીન ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજે કરીને બારોબાર વેચી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. કુલ સાત લોકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 6 મુસ્લિમ (Muslims) શખ્સો છે. આ ભૂમાફિયાઓએ બોગસ દસ્તાવેજ અને ઠરાવ પસાર કરીને ચેરિટી કમિશનરના નિયંત્રણ હેઠળની જમીનને બારોબાર પચાવી પાડી હતી અને બોગસ દસ્તાવેજો પણ તૈયાર કરી લીધા હતા. આ મામલે સહલ ઓનર્સ એસોસિયેશન બિલ્ડર સામે પણ ગુનો દાખલ થયો છે.

    જાહેર ટ્રસ્ટ નોંધણી કચેરીના નિરીક્ષક બ્રિજેશ પરમારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે FIR નોંધી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર, જમાલપુર સ્થિત 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની નોંધણી બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ 1951માં થઈ હતી. જેમાં ચેરિટી કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા ભોગીલાલ ત્રિકમલાલ, મહંત સીયારામ દાસજી, કાંતિલાલ શાહ એ બાબુભાઈ રાવલની ટ્રસ્ટી તરીકે નોંધણી કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ ટ્રસ્ટી ન હોવાથી આ મંદિરની જમીનની માલિકી ચેરિટી કમિશનર કચેરીની થઈ હતી.

    હાઇકોર્ટમાં ચાલ્યો કેસ, જમીન ન વેચવા અપાયા હતા આદેશ

    FIR અનુસાર, ઑક્ટોબર 1999માં શિવરામદાસજી વૈષ્ણવ અને મહંત સીયારામદાસ દ્વારા મંદિરની જમીન સહલ ઓનર્સ એસોસિયેશન વતી બાબુભાઈ શાહને વેચાણમાં આપી દેવાઈ હતી. પરંતુ આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ચેરિટી કમિશનરની મંજૂરી લેવામાં આવી ન હતી. જે બાદ કચેરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કોર્ટમાં કેસ દાખલ થયો હતો.

    - Advertisement -

    સિવિલ કોર્ટે જમીન વેચાણ ન કરવાનો આદેશ આપ્યો હતો અને આ આદેશ વિરુદ્ધ સહલ ઓનર્સ વતી બાબુલાલ શાહ હાઇકોર્ટ પહોંચ્યા હતા. જોકે, હાઇકોર્ટે પણ સિવિલ કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. સાથે એવું પણ કહ્યું હતું કે, જમીનનો કબજો કે જમીનને લગતો કોઈપણ ફેરફાર કે જમીન વેચવી અથવા સ્ટેટ્સમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં.

    હાઇકોર્ટના આદેશ બાદ પણ વેચી મારી જમીન

    હાઇકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, તે જમીન વેચી શકાશે નહીં. તેમ છતાં સહલ ઓનર્સ દ્વારા ડિસેમ્બર 2016માં બોગસ ઠરાવ પસાર કરાવીને એસોસિયેશનના વહીવટદાર મોહમ્મદ અસગર પઠાણને અશક્ત બતાવીને શેખ નિઝામુદ્દીન રહેમાનની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ નિઝામુદ્દીન શેખના પૌત્ર બિલાલ શેખે નિયમ વિરુદ્ધ જઈને વર્ષ 2023માં કલેકટર કચેરીમાં જમીન વેચાણ અંગે ખોટા દસ્તાવેજ બતાવીને મંજૂરી મેળવી લીધી હતી.

    આ સાથે જ આ જમીનના દસ્તાવેજ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ જગ્યા બિલાલ શેખના નામે કરી દેવામાં આવી હતી અને બિલાલ શેખ તથા તેના મળતીયાઓએ આ જમીન પર કબજો કરી લીધો હતો અને ગેરકાયદેસર રીતે તે જમીન પચાવી પાડી હતી. આ મામલે આગળ જતાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

    આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં બાબુભાઈ શાહ, મોહમ્મદ અસગર, નિઝામુદ્દીન શેખ, મોહમંદબિલાલ શેખ, ઝિશાન હુસૈન કાદરી, રોહન ઇમ્તિયાઝ કાદરી અને સદ્દામ સલીમ કુરેશી વિરુદ્ધ IPCની કલમ 420, 465, 467, 468, 471, 120 BNS હેઠળ FIR નોંધવામાં આવી છે. હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું છે કે, હાલ આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને શોધવા માટેની કાર્યવાહી શરૂ થઈ છે.

    મંદિરમાં મૂર્તિઓની પુનઃ સ્થાપના માટે બજરંગદળની માંગ

    એક તરફ પોલીસે આ મામલે કાર્યવાહી આરંભી દીધી છે તો બીજી તરફ બજરંગદળ પણ મેદાને આવ્યું છે. બજરંગદળે જવાબદાર અધિકારી સહિતના સામે કાર્યવાહી કરવા અને મૂર્તિઓની પુનઃ સ્થાપના કરવાની માંગણી કરી છે. બજરંગદળના ઉત્તર ગુજરાત પ્રાંતના સંયોજક જ્વલિત મહેતાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ભવ્ય મંદિર બનાવવા માટે બજરંગદળ દ્વારા માંગણી કરવામાં આવી છે. જમાલપુરના બિલ્ડર બિલાલ શેખ દ્વારા AMC અને અન્ય વિભાગની મિલીભગતમાં 700 વર્ષ જૂનું પૌરાણિક ત્રિકમ રાયજીનું મંદિર (ભગવાન વિષ્ણુ) તોડી પડાયું છે. હાલ તે મંદિરને જમીનદોસ્ત કરીને ત્યાં ઓફિસ ઊભી કરી દેવામાં આવી છે.

    આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, આ કેસને લઈને હાઇકોર્ટે મંદિરને ફરીથી ઊભું કરવાનો આદેશ આપ્યો હતો તો બજરંગદળની માંગણી પણ એ જ છે કે, તે સ્થળે ભવ્ય મંદિર બને. વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ કેસમાં જો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી હોય તો તેમની સામે પણ પગલાં લેવામાં આવવા જોઈએ. નોંધનીય છે કે, 700 વર્ષ પ્રાચીન પૌરાણિક ત્રિકમ રાયજી મંદિરમાં હનુમાનજી, ગણપતિ, શિવ-પાર્વતી, વિષ્ણુજી સહિત 6 મૂર્તિઓ સ્થાપિત હતી. બજરંગદળે આ તમામ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં