Tuesday, November 26, 2024
More
    હોમપેજગુજરાતઆપત્તિજનક ફોટા પાડીને જલાલુદ્દીન પઠાણે હિંદુ મહિલાને કરી બ્લેકમેલ, કર્યા અનેકવાર બળાત્કાર:...

    આપત્તિજનક ફોટા પાડીને જલાલુદ્દીન પઠાણે હિંદુ મહિલાને કરી બ્લેકમેલ, કર્યા અનેકવાર બળાત્કાર: ડાકોરના ચોંકાવનારા કિસ્સામાં પીડિતાએ નોંધાવી ફરિયાદ

    આરોપ છે કે મહિલા જયારે લઘુશંકા કરવા ગઈ ત્યારે જ્લાલુદ્દીને તેના આપત્તિજનક ફોટા પાડી લીધા હતા. આ ફોટાના આધારે તેણે તેને બ્લેકમેલ કરી અનેક વાર બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -

    ડાકોરથી (Dakor) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડાકોરમાં જ રહેતા અને શરબતનો ધંધો કરતા જલાલુદ્દીન પઠાણે હિંદુ મહિલા પર બળાત્કાર ગુજાર્યો (Rape on Hindu Woman) હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે મહિલા જયારે લઘુશંકા કરવા ગઈ ત્યારે જ્લાલુદ્દીને તેના આપત્તિજનક ફોટા પાડી લીધા હતા. આ ફોટાના આધારે તેણે તેને બ્લેકમેલ (Blackmail) કરી અનેક વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરતા ડાકોર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત મહિલાની ઉમર 32 વર્ષની છે અને તે ઠાસરા તાલુકામાં જ ડાકોર નજીકના એક ગામમાં રહે છે. મહિલા કટલરીની દુકાન ચલાવીને પરિવારને મદદરૂપ થવા પ્રયાસ કરે છે. આરોપી જલાલુદ્દીન નસરુદ્દીન પઠાણ ઉર્ફે ગુરુ ઉર્ફે ગોટુ પણ તેની દુકાન નજીક જ શરબત વેચવાનો ધંધો કરે છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે થોડા સમય પહેલા જયારે તે લઘુશંકા કરવા ગઈ ત્યારે આરોપીએ પોતના ફોનમાં તેના આપત્તિજનક ફોટા પાડી દીધા હતા.

    લઘુશંકાએ ગયેલી હિંદુ મહિલાનો આપત્તિજનક ફોટો પાડ્યો

    મહિલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જયારે તે દુકાન નજીક આવેલી જગ્યાએ લઘુશંકા કરવા ગઈ ત્યારે જલાલુદ્દીન ત્યાં આવી ચઢ્યો હતો. તેણે મહિલાને ‘તારું કામ છે’ કહીને રોકી હતી અને પોતાના ફોનમાં મહિલાનો લઘુશંકા કરતો ફોટો બતાવ્યો હતો. મહિલાના જણાવ્યા અનુસાર જ્લાલુદ્દીને તેના શરીરના પાછળના ભાગનો આપત્તિજનક ફોટો પાડી લીધો હતો. મહિલાએ જયારે તેને ફોટો ડીલીટ કરવાનું કહ્યું, ત્યારે તેણે તેને ધમકી આપી હતી કે જો તે તેનું કહ્યું નહીં કરે તો તે આ ફોટો વાયરલ કરી દેશે.

    - Advertisement -

    આ પ્રકારનો ફોટો પાડીને જલાલુદ્દીને પરિણીતાને ડાકોરની જ એક હોટલમાં બોલાવી હતી અને તેને ધમકાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ સિવાય પણ તેણે મહિલાને અલગ અલગ ઠેકાણે બોલાવીને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેનો દેહ ચૂંથ્યો હતો. તેવામાં મહિલા તેના પિતાના ઘરે ચાલી ગઈ, તો આરોપી ત્યાં પણ જઈ ચઢ્યો અને તેને ડરાવી-ધમકાવીને બગીચામાં બોલાવી ત્યાં પણ મહિલાનો બળાત્કાર કર્યો હતો. મહિલા સતત તેને ફોટો ડીલીટ કરવા કહેતી રહેતી પરંતુ જલાલુદ્દીન સતત તેનો દુરુપયોગ કરતો રહ્યો હતો.

    ત્રાસીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી

    અંતે મહિલાએ કંટાળીને પોતાના પરિવારને આ મામલે જાણ કરતા પરિવારે પોલીસની મદદ લીધી હતી. પરિવારે હિંમત આપતા મહિલાએ ડાકોર પોલીસ સ્ટેશનમાં જલાલુદ્દીન નસરુદ્દીન પઠાણ ઉર્ફે ગુરુ ઉર્ફે ગોટા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પર FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

    ડાકોરમાં જલાલુદ્દીન પઠાણે હિંદુ મહિલા પર બળાત્કાર કર્યો તે મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ ડાકોર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ડાકોર પોલીસે અમારી ટીમને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મહિલાની ફરિયાદ લઈ લેવામાં આવી છે અને નિવેદન નોંધાઈ રહ્યા છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી કે કેમ આ સવાલ પર જણાવવામાં આવ્યું હતું કે હાલ આરોપીની ધરપકડ નથી કરવામાં આવી. કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ધારાધોરણો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં