Thursday, December 5, 2024
More
    હોમપેજદેશમોદી સરકારે ‘વન નેશન, વન સબસ્ક્રિપ્શન’ યોજનાને આપી લીલી ઝંડી: ₹6,000 કરોડની...

    મોદી સરકારે ‘વન નેશન, વન સબસ્ક્રિપ્શન’ યોજનાને આપી લીલી ઝંડી: ₹6,000 કરોડની ફાળવણી, વિદ્વાનોના શોધપત્રો અને જર્નલ્સ માટે સુલભ માધ્યમ, 1.8 કરોડ લોકોને મળશે લાભ

    કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ લગભગ 1.8 કરોડ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકો સંભવિતપણે આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજનાના માધ્યમથી કરોડો લોકોને વિશ્વના ઉચ્ચતમ વૈજ્ઞાનિકો અને વિદ્વાનોના જર્નલ્સ વાંચવાની તક મળશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્રમોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ (One Nation, One Subscription) સ્કીમને મંજૂરી આપી દીધી છે. જેના માધ્યમથી સરકાર તથા સંશોધન અને વિકાસ સંસ્થાઓ દ્વારા સંચાલિત તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકો આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સંશોધન, લેખો અને જર્નલ પ્રકાશનોના અભ્યાસનો લાભ મેળવી શકશે.

    ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બરે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાની લીલી ઝંડી મળી ગઈ છે. આ યોજનાના માધ્યમથી વિશ્વ પ્રસિદ્ધ ઈ-જર્નલ્સ અને સંશોધન અભ્યાસ માટે લવાજમ લેવામાં આવશે. જે દેશની તમામ મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ પ્રેસનોટ અનુસાર આ યોજના સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ યોજના સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કેન્દ્ર સરકારની સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓમાં ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ ની સુવિધા આપશે. આ યોજના સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા અને સરકારી યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ અને R&D પ્રયોગશાળાઓમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ANRF પહેલને પૂરક બનાવશે.

    - Advertisement -

    6,300 સરકારી સંસ્થાઓને મળશે લાભ

    નોંધનીય છે કે વર્ષ 2025, 2026 અને 2027 દરમિયાન યોજના માટે કુલ ₹6,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. યોજનામાં કુલ 30 મોટા આંતરરાષ્ટ્રીય જર્નલ પ્રકાશકોનો સમાવેશ થાય છે. આ પ્રકાશકો દ્વારા લગભગ 13,000 ઈ-જર્નલ્સ પ્રકાશિત થાય છે. ત્યારે હવે આ યોજનાના માધ્યમથી 6,300થી વધુ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કેન્દ્ર સરકારની સંશોધન અને વિકાસ સંસ્થાઓ તેનો લાભ મેળવી શકશે.

    1 કરોડથી વધુ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંશોધકોનો સમાવેશ

    કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ લગભગ 1.8 કરોડ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકો સંભવિતપણે આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજનાના માધ્યમથી કરોડો લોકોને વિશ્વના ઉચ્ચતમ વૈજ્ઞાનિકો અને વિદ્વાનોના જર્નલ્સ વાંચવાની તક મળશે. આમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોના લોકો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની આ યોજના વિકસિત ભારત 2047, નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 અને અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF) ના લક્ષ્યોને અનુરૂપ છે. આ પહેલ ટિયર 2 અને ટિયર 3 શહેરો સહિત તમામ શાખાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો અને વૈજ્ઞાનિકોના વિશાળ સમુદાય સુધી જર્નલ્સની ઍક્સેસને પહોંચાડી શકશે.

    ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ નામક પોર્ટલ બનાવાશે

    સરકારે જણાવ્યા મુજબ ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ નામનું એક સંકલિત પોર્ટલ હશે જેના દ્વારા સંસ્થાઓ જર્નલ્સનો ઉપયોગ કરી શકશે. ANRF સમયાંતરે યોજનાના ઉપયોગ અને આ સંસ્થાઓના ભારતીય લેખકોના પ્રકાશનોની સમીક્ષા કરશે. ઉપરાંત તમામ સરકારી સસ્થાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો આ યોજનાનો લાભ લઇ શકે તેના માટે રાજ્ય સરકારોને પણ અભિયાન ચલાવવા અનુરોધ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં