Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતવધુ એક હિંદુ યુવતીની લાજ લૂંટાઈ: ધાનેરાના સ્પા સંચાલક જે.ડી. ખાને ભાગીદારીની...

    વધુ એક હિંદુ યુવતીની લાજ લૂંટાઈ: ધાનેરાના સ્પા સંચાલક જે.ડી. ખાને ભાગીદારીની લાલચ આપી નાણા પડાવી બળાત્કાર કર્યો, પોલીસે કરી ધરપકડ

    ગત 31 મેના રોજ પીડિત હિંદુ યુવતીએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં જઈ જે.ડી. ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેનો આરોપ હતો કે ધાનેરામાં રાજમંદિર પ્લાઝામાં એપલ ડિલક્સ થ્રી સ્ટાર નામના સ્પાનો સંચાલક તેને નોકરી માટે લઇ આવ્યો હતો.

    - Advertisement -

    બનાસકાંઠાના ધાનેરામાં સ્પા ચલાવતા જે.ડી. ખાને હિંદુ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે આરોપીએ દિલ્હીથી આવેલી યુવતીને ધાનેરા ખાતે બનાવેલા સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી. ત્યાર બાદ તેણે તેની પાસેથી રૂપિયા પણ પડાવી લીધા હતા. બાદમાં તેણે યુવતીને અનેક લાલચો આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે યુવતીએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જેડી ખાનને જેલના સળિયા ગણતો કરી દીધો છે.

    મળી માહિતી અનુસાર ગત 31 મેના રોજ પીડિત હિંદુ યુવતીએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં જઈ જે.ડી. ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેનો આરોપ હતો કે ધાનેરામાં રાજમંદિર પ્લાઝામાં એપલ ડિલક્સ થ્રી સ્ટાર નામના સ્પાનો સંચાલક તેને નોકરી માટે લઇ આવ્યો હતો. બાદમાં જે.ડી.ને જાણ થઈ કે યુવતીના ખાતામાં કેટલાક પૈસા પડ્યા છે, જેથી તેણે તેને ભાગીદારીમાં ધંધો કરવાની લાલચ આપી હતી. યુવતીએ તૈયારી દર્શાવતા ખાને તેની પાસેથી ત્રણ લાખ જેટલા રૂપિયા સેરવી લીધા હતા.

    રૂપિયા પડાવી લીધા બાદ જે.ડી. ખાને હિંદુ યુવતીને અવનવી લાલચોમાં ફસાવવાનું ચાલુ કર્યું હતું. રૂપિયા આપી દીધા બાદ યુવતી પાસે અન્ય કોઈ રસ્તો નહતો બચ્યો અને તે જેડી ખાનનું કીધું કરતી ગઈ. તેવામાં જેડીએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્ય હતા. બળાત્કાર બાદ આરોપીએ પીડિતાને ગળે ફાંસો આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે.

    - Advertisement -

    બીજી તરફ ધાનેરામાં સ્પા સંચાલકે જે યુવતી પર બળાત્કાર આચર્યો તે પીડિતાએ પણ મીડિયા સામે પોતાની આપવીતી જણાવી હતી. મીડિયા સામે રડતા રડતા તેણે જે.ડી. ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પીડિતાનું કહેવું છે કે જે.ડી. સ્પાની આડમાં ગોરખધંધા ચલાવે છે. જેડી સ્પામાં લાવેલી યુવતીઓ પાસે પણ ગેરકાયદેસર કામ કરાવતો હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો હતો.

    બીજી તરફ ફરિયાદ બાદ ધાનેરા પોલીસે જે.ડી. ખાનની ધરપકડ કરીને તેની ધરપકડ કરી લીધી છે. યુવતીએ સ્પાની આડમાં ગેરકાયદેસર કામ થતું હોવાના જે આરોપ લગાવ્યા હતા, પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આ મામલે ધાનેરા પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને જે.ડી. ખાન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં