બિહારના (Bihar) દરભંગામાં (Darbhanga) નવરાત્રિના પહેલા જ દિવસે હિંદુઓ (Hindus) પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, અહીં મુસ્લિમો (Muslim Mob) અલાઉદ્દીન નામના વ્યક્તિના ઘરે ભેગા થયા હતા અને પથ્થરમારો (Stone Pelting) શરૂ કર્યો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ એ જ જગ્યા છે જ્યાં હોળી પર પણ હિંદુઓ પર હુમલો થયો હતો. જોકે, તે સમયે પોલીસ અને ગ્રામજનો વચ્ચે પરસ્પર વાતચીત દ્વારા મામલો ઉકેલાઈ ગયો હતો, પરંતુ નવરાત્રિના પહેલા દિવસે પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ઊભો થયો છે અને ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.
માહિતી અનુસાર, કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કેવટગામા પંચાયતમાં કળશ શોભાયાત્રા પછી દુર્ગા મંદિરથી પરત ફરી રહેલા ભક્તો પર અચાનક પથ્થરો વરસવા લાગ્યા હતા. માહિતી અનુસાર, હુમલો એટલો આઘાતજનક હતો કે, મહિલાઓ અને બાળકો ચીસો પાડતા અહીં-તહીં દોડવા લાગ્યા હતા. લોકોનું કહેવું છે કે, આ હુમલો મુસ્લિમો દ્વારા કરવામાં આવ્યો હતો, જેઓ પહેલાંથી જ છત પર શોભાયાત્રાની રાહ જોઈ રહ્યા હતા.
યાત્રામાં મહિલાઓ અને બાળકો પણ
આ ઘટના રવિવારના (20 માર્ચ, 2025) રોજ સાંજે 4:30 વાગ્યે બની હતી. ગ્રામીણોએ જણાવ્યું છે કે, પછિયારી રહી ગામના રહેવાસી મોહમ્મદ અલાઉદ્દીનના ઘરની છત પર મુસ્લિમો ભેગા થયા હતા. શોભાયાત્રા પસાર થતાંની સાથે જ આ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અચાનક ઉપરથી પથ્થરો વરસવા લાગ્યા, જેના કારણે નીચે ચાલતા શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. કેટલીક મહિલાઓએ કહ્યું હતું કે, તેમના બાળકોને બચાવવા માટે તેઓ રસ્તા પર આળોટવા લાગ્યા હતા, જેથી બાળકોને પથ્થરોથી ઈજા ન થાય.
#Bihar
— Rishabh Goel (@RishGoel) March 31, 2025
दरभंगा – कलश शोभा यात्रा से लौट रहे लोगों पर पथराव, इलाके को पुलिस छावनी में किया तब्दील
केवटगामा पंचायत के पछियारी रही गांव में दुर्गा मंदिर में कलश स्थापना के बाद लौट रही श्रद्धालुओं की भीड़ पर समुदाय विशेष के लोगों ने पथराव कर दिया। #EidAlFitr #Navratri pic.twitter.com/WLv6ZBiT2z
પથ્થરમારા અંગે માહિતી મળતા જ કુશેશ્વરસ્થાન, તિલકેશ્વર અને બિરૌલ પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ ગામમાં પહોંચી ગઈ હતી. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લીધી છે, પરંતુ ગામમાં હજુ પણ વાતાવરણ તંગ છે. લોકો પોતાના ઘરોમાં ડરી રહ્યા છે અને બહાર નીકળવામાં પણ અચકાઈ રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે. પંચાયતના ભૂતપૂર્વ વડા આલોક કુમાર ઉર્ફે વિકાસ કુમારે જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ ગામની એકતાને તોડી રહી છે.
दरभंगा जिला के कुशेश्वरस्थान थाना क्षेत्र अंतर्गत दो समुदायों के बीच हुए आपसी झड़प के संबंध में।#HainTaiyaarHum#Bihar#BiharPolice pic.twitter.com/v6x0Ka6ayw
— Darbhanga Police (@DarbhangaPolice) March 30, 2025
કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાકેશ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. SSP જગુનાથ રેડ્ડીએ પણ ખાતરી આપી હતી કે, પરિસ્થિતિ સામાન્ય છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ગ્રામીણોનું કહેવું છે કે, આ શાંતિ ફક્ત ઉપરછલ્લી છે, ભય અને ગુસ્સો હજુ પણ અંદર બન્યો રહ્યો છે.
હોળીના દિવસે પણ હિંદુઓ પર થયો હતો હુમલો
નોંધનીય છે કે, હોળીના દિવસે પણ આ જ ગામમાં ભારે હોબાળો થયો હતો. માહિતી અનુસાર, 2 અઠવાડિયા પહેલાં હોળીના દિવસે પણ આવું જ કંઈક બન્યું હતું. તે દિવસે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ ગામમાં હોળી રમી રહેલા યુવાનો પર હુમલો કર્યો હતો. શરૂઆતમાં માત્ર બોલાચાલી થઈ, પરંતુ ત્યારબાદ લાઠી-દંડા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઈને અનેક યુવાનો ઘાયલ થયા હતા અને ગામમાં તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. તે સમયે પોલીસે બંને પક્ષો સાથે વાત કરી હતી અને તેમને પીઆર બોન્ડ ભરાવીને મામલો ઉકેલી નાખ્યો હતો. ગ્રામીણોને આશા હતી કે, હવે બધું બરાબર થઈ જશે, પરંતુ રવિવારે ફરીથી પથ્થરમારાની ઘટનાએ જૂના ઘા ફરી તાજા કરી દીધા છે.