Tuesday, September 17, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદની 15 વર્ષની સગીરાને ઉઠાવી ગયો અકીલ મલેક, ગાંધીનગરના જાસપુર લઈ જઈ...

    અમદાવાદની 15 વર્ષની સગીરાને ઉઠાવી ગયો અકીલ મલેક, ગાંધીનગરના જાસપુર લઈ જઈ બળાત્કાર કર્યો: પોલીસે ધરપકડ કરી પોક્સો હેઠળ કાર્યવાહી શરૂ કરી

    અકીલે સગીરાને જમાલપુર માર્કેટ ખાતે મળવા બોલાવી હતી અને ત્યાંથી તે તેને ઉઠવી ગયો હતો. તે બાળકીને લઈને ગાંધીનગરના જાસપુર ગમે પહોંચી ગયો હતો. જ્યાં તેણે બાળકી પર બળાત્કાર કર્યો હતો.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી હિંદુ બાળકીઓ સાથેના અત્યાચાર વધી રહ્યા છે. તેવામાં અમદાવાદના (Ahmedabad) ચાંદલોડિયામાં રહેતી સગીરા પર ગાંધીનગરના અકીલ ઝાકીર મલેક નામના મુસ્લિમ યુવકે અપહરણ કરી બળાત્કાર કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીડિતાની ઉંમર માત્ર 15 વર્ષ છે. તે તેના એક મિત્ર દ્વારા આરોપીના સંપર્કમાં આવી હતી. હાલ પોલીસે આરોપી અકીલ ઝાકીરની ધરપકડ કરી પોક્સો સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી અકીલ ગાંધીનગરના જલોદ ગામ, મોટી આદરેજનો રહેવાસી છે અને તે ઘોડાગાડી ચલાવવાનું કામ કરે છે. તેણે એક મિત્ર દ્વારા પીડીતાનો સંપર્ક કર્યો હતો અને એક મહિનાથી તેને પોતાની વાતોમાં ફસાવી રહ્યો હતો. દરમિયાન તેણે તેને જમાલપુર માર્કેટ ખાતે મળવા બોલાવી હતી અને ત્યાંથી તે તેને ઉઠવી ગયો હતો. અકીલ બાળકીને લઈને ગાંધીનગરના જાસપુર ગમે પહોંચી ગયો હતો. જ્યાં તેણે બાળકી પર બળાત્કાર (Rape On Minor Girl) કર્યો હતો.

    આ ઘટના 31 જુલાઈ 2024ની છે. ઘટનાના દિવસે આરોપીએ પીડિતાને જમાલપુર બોલાવી હતી. તેના કહેવા પર સગીરા મળવા આવતા તે તેને ઉઠાવીને ગાંધીનગરના (Gandhinagar) જાસપુર લઈ ગયો હતો. અહીં તેણે તેના એક મિત્રની ઓરડી થોડા સમય માટે માંગી હતી. પીડિતાને ઓરડીએ લઈ જઈને આરોપીએ તેના પર બળાત્કાર કર્યો હતો. બીજી તરફ બાળકી ઘરે પરત ન આવતા તેના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

    - Advertisement -

    આરોપી મુસ્લિમ યુવકે બાળકી પર બળાત્કાર કરીને તેને છેક બીજે દીવસે સવારે રિવરફ્રન્ટ ઉતારીને ભાગી છૂટ્યો હતો. બીજી તરફ રાત વીતવા છતાં બાળકી ઘરે ન આવતા તેના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. આ બધા વચ્ચે બાળકી પોતે જ ઘરે પહોંચી ગઈ હતી. પરિવારે તેની પૂછપરછ કરતા તેણે તેની સાથે બનેલી આખી ઘટના કહી સંભળાવી હતી. બાળકી પર કરવામાં આવેલા અત્યાચાર સાંભળી પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું.

    બાળકીની માતા તરત તેને લઈને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેમણે ગાંધીનગરના જલોદ ગામ, મોટી આદરેજના રહેવાસી અકીલ ઝાકીર મલેક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ચાંદલોડિયામાં સગીરા પર મુસ્લિમ યુવકે (Rape By Muslim) બળાત્કાર કરતા પોલીસ પણ તરત એકશનમાં આવી હતી. હાલ ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં