Saturday, November 16, 2024
More
    Home Blog Page 1075

    ‘મા કાલીના અસીમ આશીર્વાદ હંમેશા ભારત સાથે’: PM મોદીએ કહ્યું – જ્યારે વિશ્વાસ શુદ્ધ હોય છે, ત્યારે શક્તિ માર્ગ બતાવે છે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (10 જુલાઈ, 2022) સ્વામી આત્મસ્થાનંદના જન્મ શતાબ્દી કાર્યક્રમને સંબોધિત કર્યો, જેઓ ‘રામકૃષ્ણ મિશન’ના પ્રમુખ હતા. આ દરમિયાન તેમણે સ્વામી રામકૃષ્ણ પરમહંસને યાદ કર્યા અને કહ્યું કે તેઓ એવા સંત હતા જેમને માતા કાલી દેવીનું સ્પષ્ટ દર્શન હતું અને તેમણે તેમના ચરણોમાં બધું સમર્પિત કર્યું હતું. તે કહેતા કે આ આખું જગત, આ જીવ અને જીવન – આ બધું માતાની ચેતનાથી વ્યાપી ગયું છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ચેતના પશ્ચિમ બંગાળની કાલી પૂજા અને સમગ્ર ભારતની માતા કાલી દેવીમાં રહેલી આસ્થામાં પ્રતિબિંબિત થાય છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદ જેવા યુગપુરુષોના રૂપમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસએ આ ચેતના અને શક્તિને પ્રકાશિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે રામકૃષ્ણ પરમહંસને મા કાલીનો અનુભવ અને આધ્યાત્મિક દર્શન થયા હતા, જેણે તેમની અંદર અસાધારણ ઉર્જા અને શક્તિનો સંચાર કર્યો હતો.

    પ્રધાનમંત્રીએ કહ્યું, “સ્વામી વિવેકાનંદ જેવા સદાચારી વ્યક્તિત્વ, આટલું વિશાળ પાત્ર, પરંતુ જગતમાતા કાલીનું સ્મરણ કરીને તેઓ તેમની ભક્તિમાં નાના બાળકની જેમ ધ્રૂજતા હતા. હું હંમેશા આત્મસ્થાનંદના રૂપમાં ભક્તિની આવી સ્થિરતા અને શક્તિ સાધનાની આવી શક્તિ જોતો હતો. તેમની વાતોમાં પણ મા કાલીની ચર્ચા થતી. જ્યારે પણ કોઈને બેલુર મઠ જઈને ગંગાના કિનારે બેસીને મા કાલીનું મંદિર જોવાનું હોય ત્યારે એક આસક્તિ બંધાઈ જતી.”

    તેમણે કહ્યું કે જ્યારે શ્રદ્ધા એટલી શુદ્ધ હોય છે ત્યારે શક્તિ સીધો જ આપણો માર્ગ બતાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે માતા કાલીના અસીમ આશીર્વાદ હંમેશા ભારતની સાથે છે અને આ આધ્યાત્મિક ઉર્જા સાથે દેશ આજે વિશ્વ કલ્યાણની ભાવના સાથે આગળ વધી રહ્યો છે.

    નોંધનીય છે કે 21 મે, 1919ના રોજ દિનાજપુરમાં જન્મેલા સ્વામી આત્મસ્થાનંદે મ્યાનમારમાં એક હોસ્પિટલ પણ બનાવી હતી. ભારત, નેપાળ અને બાંગ્લાદેશમાં તેમણે અનેક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

    પીએમ મોદી દ્વારા મા કાલીનો ઉલ્લેખ નોંધપાત્ર છે કારણ કે મા કાલીના એક ફિલ્મ પોસ્ટર પર દેશવ્યાપી વિવાદ ફાટી નીકળ્યો છે, જેમાં દેવીને સિગારેટ અને LGBTQ ધ્વજ સાથે બતાવવામાં આવ્યા છે. લીના મણિમેકલાઈની ફિલ્મને ટેકો આપતા, ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ મા કાલીને માંસ ખાનાર અને દારૂ પીનાર તરીકે વર્ણવ્યું, એક નિવેદન જેનાથી તૃણમૂલ કોંગ્રેસે પોતાને દૂર કર્યું હતું. શશિ થરૂરે તેમનું સમર્થન કર્યું હતું. અહીં માફી માંગવાને બદલે લીનાએ કહ્યું કે તે પિતૃસત્તામાં થૂંકે છે અને હિન્દુત્વનો નાશ કરે છે.

    બરેલીમાં હિન્દુ વિદ્યાર્થીનીને નિશાન બનાવવાનું કાવતરું રચાયું: પીડિતાને દિવસો સુધી મઝારમાં રહેવાની ફરજ પડાઈ, ઉત્તરાખંડના કલિયાર શરીફમાં બળાત્કાર

    ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, આ માટેનું આયોજન અને ષડયંત્ર ઉત્તર પ્રદેશના બરેલીથી લઈને કલિયાર શરીફ (ઉત્તરાખંડ) સુધી એક હિંદુ વિદ્યાર્થીનીને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યું હતું. બે વર્ષના કાવતરા દરમિયાન, અહેવાલો મુજબ છોકરીનું બ્રેઈનવોશ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

    23 જૂનના રોજ, એક મુસ્લિમ વ્યક્તિ એક છોકરીને બરેલીથી કલિયાર લઈ ગયો અને તેને બળજબરીથી શીખવ્યું કે કેવી રીતે ઇસ્લામિક રીતે પ્રાર્થના કરવી. જ્યા તેને મઝારમાં રહેવાની ફરજ પાડવામાં આવી. અહેવાલમાં જણાવાયું છે કે મુસ્લિમ વ્યક્તિએ તેના પર ધર્મ પરિવર્તન કરવા અને લગ્ન કરવા માટે દબાણ પણ કર્યું હતું.

    અહેવાલો અનુસાર, નજીકના શહેરમાં ભણતી એક હિંદુ વિદ્યાર્થિની એક મુસ્લિમ છોકરા સાથે મિત્ર બની હતી. આ અંગે મુસ્લિમ યુવકે તેના પરિચિતોને જાણ કરી હતી. છોકરો નવમા ધોરણમાં નાપાસ થયો અને ઉત્તરાખંડના કિછામાં ડ્રાઈવર તરીકે કામ કરવા લાગ્યો, પરંતુ તેણે મોબાઈલ ફોન પર બરેલીની છોકરી સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. તે તેની સાથે તેની ભાવિ યોજનાઓ વિશે વાત કરતો હતો અને તેને તેની સાથે લગ્ન કરવા વિનંતી કરતો હતો.

    તેણે છોકરીને આશ્વાસન આપ્યું કે તે હિંદુ બનીને ઘરમાં પ્રાર્થના કરી શકે છે અને તેને આ બાબતે કોઈ વાંધો નથી. જો કે, 23 જૂનની બપોરે, તે તેના શહેરમાં પહોંચ્યો અને યુવતીને બજારમાં બોલાવી, જ્યાં તેનું અપહરણ કરવામાં આવ્યું. આ પછી, છોકરાના સહાયકોએ તેને છોકરીને ઉત્તરાખંડના કલિયાર શરીફ લઈ જવા સૂચવ્યું.

    છોકરીની વિચારસરણીને બદલવા અને તેનું ધર્મ પરીવર્તન કરવા માટે, તેને મઝારમાં સવારથી સાંજ સુધી પાંચ દિવસ પસાર કરવાની ફરજ પડાઈ હતી. તેને ઇસ્લામિક ભક્તિ પ્રથાઓ શીખવા માટે પણ ફરજ પાડવામાં આવી હતી. આ બધું હિંસક રીતે કરવામાં આવ્યું કારણ કે છોકરીનું માનસ વિખેરાઈ જવા લાગ્યું. તેને ઇસ્લામ કબૂલ કરવા અને મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું.

    કલિયારમાં બાળકી પર બળાત્કાર થયો હતો

    અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ છે કે કલિયારમાં મુસ્લિમ છોકરાએ છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. તેના સહાયકોએ પણ ઘણા વીડિયો શૂટ કર્યા અને એકબીજા વચ્ચે ફરતા કર્યા હતા. 30 જૂનની સાંજે, છોકરાએ તેને અન્ય કોઈ જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે હરિદ્વાર રેલવે સ્ટેશન પર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

    તેણે નિવેદન આપ્યા બાદ અને ગેરમાર્ગે દોરવામાં આવી હોવાનું અને વિશ્વાસઘાત કર્યા હોવાનું કહ્યા બાદ, છોકરીને તેના માતાપિતાને પરત કરવામાં આવી હતી. તેને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ લાવવામાં આવી, જેણે બાળકીની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, તેને તેના માતાપિતાને સોંપી હતી.

    બધે જ દલિત પીડિત અને મુસ્લિમ આરોપી: તાજેતરના આ 30 કિસ્સા બાબતે ‘જય ભીમ-જય મીમ’ના નારા લગાવનરાઓએ ભર્યા મોઢામાં મગ, દલિત સમાજે વિચારવું રહ્યું

    ડાબેરીઓ અને કટ્ટરપંથીઓ દ્વારા હિંદુઓને અપમાનિત કરવા માટે ઉપયોગમાં લેવાતા સૂત્ર, ‘જય ભીમ-જય મીમ’ , ના નારા અનેક પ્રસંગોએ સાંભળવા મળે છે. દલિતોના સાચા શુભચિંતક મુસ્લિમ સમાજના લોકો જ છે તેવો સંદેશો ફેલાવવા માટે ઘણી વખત આવા પ્રયાસો કરવામાં આવે છે.

    પરંતુ જુદા જુદા સમાચારોમાંથી આ ‘જય ભીમ-જય મીમ’ સૂત્રોચ્ચારની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કરીએ તો ખબર પડે છે કે કોઈક નુરપુર ગામમાં દલિતના સરઘસ પર ઈંડા ફેંકવાની ઘટના બની છે તો કોઈક રાજગઢમાં દલિત વરરાજા પર પથ્થરમારો થયો છે. ક્યાંક દલિત રાજુને તેની દીકરીઓને બચાવવા માટે મારી નાખવામાં આવ્યો તો ક્યાંક નાગરાજુને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા બદલ મૃત્યુની સજા ભોગવવી પડી.

    તો આવો આજે આપણે જાણીએ આવી ‘જય ભીમ-જય મીમ’ એકતાની પોલ ખોલતી થોડી ઘટનાઓ વિષે. જાણીએ કે ‘જય ભીમ-જય મીમ’ એ ખાલી એક નારો જ છે કે એમાં કોઈ ભાવ છે?

    દલિતોના વરઘોડાપર ફેંકાયા ઈંડા

    સૌથી તાજી ઘટના અલીગઢના નૂરપુરની છે. અહેવાલ છે કે જાટવ સમુદાયના ધરમવીર મુસ્લિમોના તહેવાર બકરીઇદના દિવસે પોતાની પુત્રીના લગ્ન કરાવી રહ્યા હતા. પરંતુ જ્યારે વરઘોડો ગામમાં પહોંચ્યો ત્યારે સ્થાનિક મુસ્લિમોએ વરઘોડા પર ઈંડાનો વરસાદ શરૂ કરી દીધો હતો. જ્યારે વિરોધ થયો ત્યારે જાનૈયાઓને અપશબ્દો બોલવામાં આવ્યા અને તેમને જાતિસૂચક શબ્દો પણ સંભળાવવામાં આવુય હતા. ધરમવીરે આ ઘટનાના સંબંધમાં અંસાર, શાહરૂખ, અમજદ અને સૌમાને નામાંકિત કર્યા છે. પોલીસે તેઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

    નોંધનીય છે કે આ પહેલા પણ નુરપુર ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુઓના વરઘોડાને રોકવાની ઘટના સામે આવી હતી. હિંદુઓ એટલા કંટાળી ગયા હતા કે તેઓએ તેમના ઘરે ‘યે મકાન બિકાઉ હૈ’નું પોસ્ટર પણ લગાવવું પડ્યું હતું. એ જ રીતે, ભૂતકાળમાં, આવી ઘણી ઘટનાઓ બની હતી જ્યારે કોઈ મુસ્લિમ ધર્મના લોકોએ ખુલ્લેઆમ દલિતોને નિશાન બનાવ્યા હતા પરંતુ કોઈ લિબરલ ગેંગે તે ઘટનાનો વિરોધ તો કર્યો ન હતો, તેની નિંદા પણ કરી ન હતી. ચાલો આજે તેમાંથી કેટલીક ઘટનાઓની ચર્ચા કરીએ જ્યાં ‘જય ભીમ-જય મીમ’ ના નારા નીઠારા સાબિત થયા છે.

    દલિત છોકરી પર બળાત્કાર અને અશ્લીલ વીડિયોની રમત

    રાજસ્થાનના ટોંકમાં જુલાઈ 2022માં 6 વર્ષ સુધી એક યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. આરોપીનું નામ મન્સૂર અલી છે. એવું કહેવામાં આવ્યું છે કે મન્સૂરે પીડિતાને ખેતરમાં નિશાન બનાવી હતી જ્યારે તે સગીર હતી અને અશ્લીલ વીડિયો બનાવીને તેને ધમકી આપીને 6 વર્ષથી સતત તેનું શોષણ કરતો હતો. હવે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

    દલિત બાળકી પર બળાત્કાર, ધર્મ પરિવર્તન માટે દબાણ, માતા-પિતા સાથે અત્યાચાર

    ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક દલિત છોકરીના અપહરણની ઘટના આ મહિને 1 જુલાઈના રોજ સામે આવી હતી. અહેવાલ છે કે દલિત છોકરીનું અપહરણ કર્યા બાદ જાવેદ તેને મુંબઈ લઈ ગયો અને ત્યાં તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો. આ પછી તેણે તેના મિત્રો સાથે મળીને યુવતી પર ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું, જ્યારે યુવતી રાજી ન થઈ તો તેને માર મારવામાં આવી અને બાદમાં તેને કરનૈલગંજ સ્ટેશન પર ઉતારી દીધી. જ્યારે પીડિતાના પિતાને આ વાતની જાણ થઈ ત્યારે જાવેદે તેમને ધમકી પણ આપી હતી કે જો તે ફરિયાદ કરશે તો તેમની સાથે ઠીક નહીં થાય.

    દીકરીઓને બચાવવા ગયેલા રાજુને કટ્ટરપંથીઓએ મોતને ઘાટ ઉતાર્યો

    જૂન 2022માં પીલીભીતમાં પણ આવી જ ઘટના બની હતી. ત્યાં મુસ્લિમ યુવક દ્વારા દલિતની હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યારે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે કેટલાક મુસ્લિમ યુવકો તે વ્યક્તિની દીકરીઓની છેડતી કરતા હતા. પિતાએ વિરોધ કર્યો તો યુવકોએ ઘરમાં ઘુસીને તેની હત્યા કરી નાખી. SC-ST એક્ટ હેઠળ ફૈઝાન, શોહિલ અને મોહમ્મદ સલમાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે મળીને દલિત રાજુને ખરાબ રીતે માર્યો, ત્યારબાદ 18 જૂને તેનું મૃત્યુ થયું.

    મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડવા બદલ દલિત કાંબલેને મળી મોત

    મે 2022માં કર્ણાટકના કુલબુર્ગીમાં વિજય કાંબલે નામના દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. વિજયની ભૂલ એ હતી કે તેને એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, જે બાદ યુવતીના ભાઈ શહાબુદ્દીન અને નવાઝે તેની ઈંટો અને પથ્થરોથી મારી મારીને હત્યા કરી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે કાંબલેને ગરદન પર ઘણી વાર મારવામાં આવ્યો હતો અને તેના માથા પર ઈજાના નિશાન પણ હતા.

    દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો

    મધ્યપ્રદેશના રાજગઢથી પણ દલિત વરરાજાની સરઘસ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. મે 2022 માં, એક દલિત વરરાજા ત્યાં તેનો વરઘોડો લાવી રહ્યો હતો જ્યારે મસ્જિદની સામે ,+ડીજે વગાડવાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યારે વરઘોડો મસ્જિદથી આગળ ગયો અને મંદિરની નજીક ઢોલ વગાડ્યું, ત્યારે તેમના પર પથ્થરમારો શરૂ થયો.

    -દલિત નાગરાજુની હત્યા

    હૈદરાબાદના સુરુરનગરમાં નાગરાજુ નામના દલિતની હત્યાને ભાગ્યે જ કોઈ ભૂલી શકે. નાગરાજુ એક મુસ્લિમ યુવતી અસરીન સાથે પ્રેમમાં પડ્યો હતો અને તેના માટે ઇસ્લામ સ્વીકારવા તૈયાર હતો. પરંતુ અસરીનનો પરિવાર આ સહન ન કરી શક્યો અને તેઓએ નાગરાજુની હત્યા કરી નાખી. જ્યારે આ સમાચાર મીડિયામાં આવ્યા ત્યારે કટ્ટરવાદીઓએ તેની ઉજવણી કરી અને હિન્દુ છોકરાઓને મુસ્લિમ છોકરીઓથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

    મુરાદાબાદમાં મુસ્લિમોએ દલિતોના વાળ કાપવાની ના પાડી

    પીપલસાણા એ યુપીના મુરાદાબાદમાં એક સમુદાયનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. ત્યાં એક મુસ્લિમ ધર્મના વાળંદોએ દલિતોના વાળ કાપવાની ના પાડી. તે કહેતા હતા કે જો તે પોતાના સલૂનમાં દલિતોની મુંડન કરાવશે તો તેમના ટુવાલ ગંદા થઈ જશે. નૌશાદ નામના હેરડ્રેસરે જણાવ્યું કે જો અહીં દલિતોના વાળ કપાશે તો તેમના સમુદાયના લોકો આવવાનું બંધ કરી દેશે.

    દલિતોના કારણે મુસ્લિમોએ સલૂનમાં જવાનું બંધ કર્યું

    આ ઘટના પણ એ જ વિસ્તારની છે. ભેદભાવનો મામલો સામે આવ્યા બાદ પ્રશાસને હસ્તક્ષેપ કરીને કહ્યું કે દલિતોને રોકવા યોગ્ય નથી. આ પછી લોકોએ પોતાના જ સમુદાયના હેરડ્રેસર પાસે વાળ કપાવવા જવાનું બંધ કરી દીધું કારણ કે તેઓ પણ પ્રશાસનના કહેવા પર દલિતોના વાળ કાપતા હતા.

    દલિત યુવતીનું યૌન શોષણ, તેના ભાઈને માર માર્યો

    2019 જૂન ઘટના જેમાં એક દલિતને માત્ર એટલા માટે મારવામાં આવ્યો કારણ કે તેણે તેની બહેન સાથેના દુર્વ્યવહારનો વિરોધ કર્યો હતો. આ કેસમાં એસસી-એસટીની રજૂઆત બાદ આરોપીની ધરપકડ શક્ય બની હતી.

    મુસ્લીમોના હુમલા, મકાનો વેચવાનું દબાણ

    બેગુસરાયમાં એક દલિત પરિવાર પર મુસ્લિમોએ હુમલો કર્યો હતો. આ ઘટના બિહારના બેગુસરાય સ્થિત નૂરપુરની છે. એક મુસ્લિમ ટોળાએ એક હિન્દુ પરિવારના ઘરમાં ઘુસીને પરિવારની બે મહિલાઓ પર હુમલો કરી માર માર્યો હતો, વ્યક્તિની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પરિવારને ઘર વેચીને ભાગી જવાની ધમકી આપવામાં આવી હતી.

    ધર્મ પરિવર્તન ન કરવા બદલ દલિતની હત્યા

    ઓગસ્ટ 2018 ની ઘટનામાં સંજય કુમારનું મૃત શરીર ઘણા દિવસો પછી દિલ્હીમાં મળી આવ્યું હતું. આ કેસમાં આરોપીનું નામ સલીમ હતું, જેણે સંજયની હત્યા કરી હતી કારણ કે તેણે મુસ્લિમ સમુદાયની છોકરી સાથે લગ્ન કર્યા પછી ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેના ગુદા દ્વારા કંઈક દાખલ કરીને તેનું ગુદામાર્ગ બહાર કાઢવામાં આવ્યું હતું. આ હત્યા નિર્દયતાથી કરવામાં આવી હતી.

    દલિત મહિલા પર સામૂહિક બળાત્કાર

    મેરઠની લવ જેહાદની ઘટના. જાન્યુઆરી 2018 માં, એક દલિત છોકરીએ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ સમુદાયનો એક વ્યક્તિ તેની સાથે બળજબરીથી લગ્ન કરવા અને ઇસ્લામ ધર્મ અપનાવવાનો આગ્રહ કરી રહ્યો હતો. ના પાડવા પર તેણે તેના મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું અને એક અઠવાડિયા સુધી તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો. અશ્લીલ વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

    મુસ્લિમોએ દલિતોના લગ્ન સમારોહ પર હુમલો કર્યો

    જૂન 2019 ની ઘટના. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં મુસ્લિમ ધર્મના લોકોએ દલિત પરિવારના લગ્ન સમારોહ પર હુમલો કર્યો હતો. રાત્રે 9 વાગે પીપલવાડા મસ્જિદ નજીકથી વરઘોડો પસાર થતાં જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. ઘણા ઘાયલ થયા હતા. હુમલા પહેલા મુસ્લિમો સ્થાનિકોએ લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવાની ધમકી આપી હતી.

    દલિત યુવતી પર દુષ્કર્મ, વિરોધ કરવા પર હુમલો

    એપ્રિલ 2019 માં, ઇસ્લામિક ટોળાએ દેવરિયાના ગૌરી બજારમાં દલિતો પર હુમલો કર્યો હતો. રહેમત અલીએ એક દલિત છોકરીની છેડતી કરી હતી, જેનો દલિતો વિરોધ કરી રહ્યા હતા. રહેમત બારીમાંથી છોકરીના રૂમમાં પ્રવેશ્યો અને તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો. વિરોધ છતાં, તે બીજી રાત્રે પાછો આવ્યો હતો. હુમલા દરમિયાન મુસ્લિમોએ વસ્તીમાં સ્થાપિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પણ નુકસાન પણ પહોંચાડ્યું હતું.

    આગરામાં દલિતો પર હુમલો

    મંટોલા વિસ્તારના ટીલા નંદગ્રામમાં પ્રમોદ નામનો દલિત છોકરો નજીકના આરઓ પ્લાન્ટમાં પાણી લેવા ગયો હતો, પરત ફરતી વખતે શાહરૂખ અને સલમાને તેને પાણી સાથે જમીન પર પટક્યો હતો. જ્યારે તેના માતા-પિતા વિરોધ કરવા આવ્યા ત્યારે અકરમ અને યુસુફની આગેવાનીમાં સેંકડો લોકો હિંસક બની ગયા અને દલિતોના ઘરો તોડી પાડવામાં આવ્યા. કાચની બોટલો ફેંકવામાં આવી હતી. ગોળીબાર કરવામાં આવ્યો હતો.

    દલિતો પર જાતિવાદી ટિપ્પણી કરી, પછી હુમલો કર્યો

    પીલીભીતમાં ઈંડાની દુકાનમાં કમલ રઝા અને તેના મિત્રો દ્વારા સુનીલ નામના દલિત યુવક પર જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી હતી. આ પછી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. બંને બાજુની દુકાનોને નુકસાન થયું હતું.

    યુપીમાં દલિત મહિલાઓનું યૌન શોષણ

    મે 2018 માં મિજાજ, ટપ્પુ, ઇઝહર, નાસિર, અરશદ, અલ્તાફ અને ફિરોઝ લગ્ન સમારોહમાં પ્રવેશ્યા અને દલિત મહિલાઓની છેડતી કરી, તેમને હેરાન કર્યા. જ્યારે તેઓએ વિરોધ કર્યો તો મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો. જ્યારે અન્ય લોકો મહિલાને બચાવવા આગળ આવ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો.

    રાજસ્થાનમાં દલિતોનું મોબ લિંચિંગ

    22 વર્ષીય ખેતારામ ભીલને ટોળાએ માર માર્યો હતો. તેનો ‘ગુનો‘ માત્ર એટલો જ હતો કે તેને મુસ્લિમ ધર્મની છોકરી સાથે અફેર હતું. તેના હાથ-પગ બાંધીને ઇસ્લામિક ટોળાએ તેને એટલો માર માર્યો કે તે મૃત્યુ પામ્યો. તે લોહીથી લથપથ દોડી રહ્યો હતો પરંતુ તેને બચાવવા કોઈ આવ્યું ન હતું.

    મુસ્લિમોએ દલિતોના અંતિમ સંસ્કારનો વિરોધ કર્યો

    તમિલનાડુના થેની જિલ્લામાં, એક મુસ્લિમ ધર્મના સભ્યોએ તેમના બહુમતી વિસ્તારમાંથી એક દલિત વ્યક્તિની અંતિમયાત્રાનો વિરોધ કર્યો હતો. સ્મશાનયાત્રા માટે તે નિયમિત માર્ગ હોવા છતાં, દલિતોએ જાણીજોઈને ત્યાંથી પસાર થવાનું આયોજન કર્યું ન હતું. મુસ્લીમોના વિરોધ બાદ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.

    ઉત્તર પ્રદેશમાં દલિતો અને મુસ્લિમો વચ્ચે કોમી અથડામણ

    સરધનાના દુર્વેશપુર ગામમાં મુસ્લિમો અને દલિતો વચ્ચેની નાની અથડામણ મોટી સાંપ્રદાયિક હિંસામાં ફેરવાઈ ગઈ. બંને પક્ષો વચ્ચે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. ફેબ્રુઆરી 2018માં બનેલી આ ઘટનામાં બંને પક્ષના કેટલાય લોકો ઘાયલ થયા હતા.

    કટિહારમાં દલિત પરિવારને આગચંપી

    બિહારના કટિહારમાં એક દલિત પરિવારને સળગાવવાના મામલે અબ્દુલ અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. જૂન 2018માં આઝમગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બનેલી આ ઘટનામાં દલિત બજ્જન દાસ અને તેની પત્નીનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું કારણ કે તેઓએ મુસ્લિમોના કહેવા પર ઘર છોડવાનો નિર્ણય લીધો ન હતો. સળગતી વખતે બંને અંદર સૂતા હતા, જેથી તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા.

    ત્રણ દલિતોને ગોળી મારી, એકનું મોત

    લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના બિજનૌરમાં અથડામણ બાદ આસિફ, રાકીબ અને રીહાને બુલકી સિંહ અને તેના અન્ય બે મિત્રોને ગોળી મારી દીધી હતી. ધરપકડ બાદ ત્રણેયએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

    દલિત પાસે કામ કરાવ્યુ, પૈસા માંગવા પર માર માર્યો

    આ ઘટના મેરઠના ભગત સિંહ બજારની છે. જાન્યુઆરી 2019 માં, શાહરૂખે દલિત સફાઈ કામદાર અંકુશ દ્વારા તેનો ચા સ્ટોલ સાફ કરાવ્યો, પરંતુ જ્યારે તેણે પૈસા માંગ્યા ત્યારે તેને માર માર્યો. શાહરૂખે ઘણા દિવસો સુધી પોતાના પૈસા દબાવી રાખ્યા હતા. તે જ સમયે, બજારના બાકીના દુકાનદારો સમયસર ચૂકવણી કરતા હતા.

    મંદિરમાં ભજન વગાડવા બદલ દલિતો પર હુમલો

    મેરઠની ઘસોલીની ઘટના. જૂન 2019 માં, જ્યારે કેટલાક દલિતો સ્પીકર વગાડીને મંદિરની અંદર ભજન કરી રહ્યા હતા, ત્યારે મુસ્લિમ સમુદાયના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને તેમના પર હુમલો કર્યો. મંદિરની અંદર 6 લોકોને માર મારવામાં આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ ચેતવણી આપી હતી કે મસ્જિદની નજીક મંદિર છે, તેથી લાઉડસ્પીકરનો ઉપયોગ કરશો નહીં. અકરમ, કરીમ, સદ્દામ, ઝુલ્ફીકાર, અબ્દુલ અને આરીફની ધરપકડ કરવામાં આવી હતી.

    ગૌતમ નગરનું નામ બદલીને ઇસ્લામ નગર રાખવાનો પ્રયાસ

    ફેબ્રુઆરી 2018 માં, અમરોહામાં ગૌતમ નગરનું નામ ઇસ્લામ નગર કરવા માટે મુસ્લિમો દ્વાર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઝાદી પહેલા તે ગૌતમ નગરના નામથી જાણીતું હતું. 1500 દલિતો ત્યાં રહે છે અને ઘણાની દુકાનો પણ છે. તે તમામને ડરાવી-ધમકાવીને રાખવામાં આવે છે.

    મસ્જિદમાંથી દલિત યુવકની લાશ મળી

    એક દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી, જેની લાશ મસ્જિદમાંથી મળી આવી હતી. આ ઘટના જાન્યુઆરી 2018માં યુપીના હાથરસમાં બની હતી. મૃતક અમિત કુમાર ગૌતમના પરિવારે આલમ, સદ્દામ, ખાલિદ, સુકૈલ અને આસુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. અમિત કોઈ કાયદાકીય કાર્યવાહી માટે નીકળી ગયો હતો પરંતુ તેની હત્યા થઈ હતી.

    દલિત પરિવારે ધર્મ પરિવર્તન કરવાની ના પાડી તો માર માર્યો

    જાન્યુઆરી 2018 માં, હરિયાણા મેવાતના નગીના બ્લોકમાં એક દલિત પરિવાર પર મુસ્લિમ ટોળા દ્વારા ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. પરિવાર પર જાતિવાદી ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી. 3000 લોકોની વસ્તીવાળા આ ગામમાં માત્ર 7 દલિત પરિવારો છે અને બાકીના મુસ્લિમ સમુદાયના છે, જેના કારણે તેમને ભારે ભયમાં જીવવું પડે છે. તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા કે મેવાત દલિતોનું કબ્રસ્તાન બની રહ્યું છે.

    શાહનવાઝે 9 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો

    ઉત્તર પ્રદેશની ઘટના. શાહનવાઝ નામનો શખ્સ 9 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર કરતા રંગે હાથ ઝડપાયો હતો. તેણે યુવતીને કપડાં આપવાની લાલચ આપીને બોલાવી અને રૂમમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો. તે રડતી રડતી ઘરે આવી અને તેના માતા-પિતાને આ વિશે જણાવ્યું, જે પછી તેને તરત જ પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

    સગીર દલિત યુવતી પર ગેંગરેપ, પછી ધમકી

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક સગીર બાળકી પર 5 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ સમગ્ર ઘટનાને કેમેરામાં શૂટ કરીને યુવતીને ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો વીડિયો વાયરલ કરી દેશે. ફેબ્રુઆરી 2019માં બનેલી ઘટનામાં સબુર, ફરીદ, દાનિશ અને માજની ધરપકડ કરવામાં આવી હતી.

    દલિત મહિલા અને સગીરા પર બળાત્કારનો પ્રયાસ, કુહાડી વડે હુમલો

    ફેબ્રુઆરી 2018 ની ઘટના. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક દલિત મહિલા અને સગીર બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દલિત પરિવારના ઘરમાં ઘૂસીને મુસ્લિમ સમુદાયના લોકો આ કામ કરતા હતા. તે સફળ ન થતાં તેણે બંને પર કુહાડી વડે હુમલો કર્યો હતો. આ કેસમાં શકીલ, શહીદ અને મહંમદની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાને લાંબા સમય સુધી સારવાર આપવામાં આવી હતી. પીડિતાની હાલત નાજુક હતી.

    મુસ્લિમ યુવકે દલિત મહિલા સાથે દુષ્કર્મ કર્યું

    આગરાની ઘટના. જૂન 2017માં, એક દલિત મહિલા દવા ખરીદવા જઈ રહી હતી ત્યારે મુસ્લિમ સમુદાયના કેટલાક ગુંડાઓએ તેનો દુપટ્ટો છીનવી લીધો અને તેની છેડતી કરવાનું શરૂ કર્યું. મહિલાએ ઝડપથી દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ મહિલાને બચાવવા માંગતા તેમને પણ માર માર્યો હતો.

    આમ, તાજેતરની આ ૩૦ ઘટનાઓમાં ‘જય ભીમ-જય મીમ’ ના નારા સાથે બતાવાતી કથિત દલિત-મુસ્લિમ એકતાની પોલ ખૂલે છે. કેમ કે આ અને આના જેવી બીજી હજારો ઘટનાઓમાં દલિતો મુસ્લિમોનો શિકાર બનતા હોય છે અને જે લોકો ‘જય ભીમ-જય મીમ’ નારા લગાવતા અને લગાડવતા હોય છે તેઓ પીડિતો સમું જોતાં પણ નથી હોતા.

    કન્હૈયાલાલ હત્યા કેસમાં SDPI-PFI કનેક્શન સામે આવ્યું: SDPIનો સક્રિય સભ્ય હતો હત્યારો રિયાઝ અત્તારી, 2019માં સામેલ થયો હતો

    રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસ મામલે કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન SDPI કનેક્શન સામે આવ્યું છે. SDPI એટલે કે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા એક રાજનીતિક પાર્ટી છે, જે કટ્ટરપંથી સંગઠન PFI સાથે જોડાયેલું છે. 

    કન્હૈયાલાલ હત્યા કેસની તપાસ કરતી એજન્સી NIA દ્વારા કેસમાં વધુ એક આરોપી ફરહાદ મોહમ્મદ શેખ ઉર્ફે બાબલાની ધરપકડ કરવામાં આવી છે. આશંકા છે કે PFI દ્વારા 20 જૂન 2022ના રોજ આયોજિત એક રેલી દરમિયાન કન્હૈયાલાલની હત્યાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હશે તેવી આશંકા છે. PFI દ્વારા નૂપુર શર્માના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    હિંદુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, કન્હૈયાલાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી રિયાઝ અત્તારી વર્ષ 2019 માં SDPI સાથે જોડાયો હતો અને સંગઠનનો સક્રિય સભ્ય હતો. પકડાયેલા આરોપી બાબલાએ પણ પૂછપરછ દરમિયાન PFI અને SDPI લિંક અંગે કબૂલાત કરી હતી. 

    એજન્સીને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, 20 જૂનની રેલી બાદ ગૌસ મોહમ્મદ અને તેના ઇસ્લામી સાથીઓ દ્વારા કન્હૈયાલાલને સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી. જે મામલે કન્હૈયાલાલે પોલીસનો સંપર્ક પણ કર્યો હતો પરંતુ પોલીસે તેમને અવગણીને પૂરતો સહકાર આપ્યો ન હતો. 

    બીજી તરફ, અમરાવતીમાં થયેલી ઉમેશ કોલ્હેની હત્યા મામલે પણ આવાં કટ્ટરપંથી સંગઠનો અને વિદેશી કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. હાલ બંને કેસમાં આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો CSFLને મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ જ વધુ જાણકારી મળી શકશે. 

    આ પહેલાં દિલ્હી રમખાણોથી લઈને કેટલાક વિસ્તારોમાં હિંદુઓ પર થતા હુમલામાં SDPI-PFIનાં નામ સામે આવી ચૂક્યાં છે. કાનપુરમાં થયેલાં તોફાનોમાં પણ આ સંગઠનનું નામ સામે આવ્યું હતું. તદુપરાંત PFIએ કેરળમાં સીએએના વિરોધમાં આંદોલનો પણ આયોજિત કર્યાં હતાં તેમજ SDPI દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ચાલેલા ખેડૂત આંદોલનને પણ સમર્થન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાના મા કાળી અંગેના વિવાદિત નિવેદનને પણ આ સંગઠને સમર્થન આપ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે ગત 28 જૂનના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના હિંદુ ટેલરની તેમની દુકાનમાં ઘૂસીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યારાઓ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ ગ્રાહકો બનીને દુકાનમાં ઘૂસ્યા હતા અને કન્હૈયાલાલનું ગળું કાપી હત્યા કરી નાંખી હતી. તેમણે ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો. કન્હૈયાલાલની હત્યા પાછળનું કારણ એ હતું કે તેમણે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. 

    આવી જ એક ઘટના મહારાષ્ટ્રના અમરાવતીમાં બની હતી. જ્યાં 21 જૂનના રોજ ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની કટ્ટર ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી. ઉમેશે નૂપુરના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેને તેમના જ મિત્ર યુસુફે વાયરલ કરી હત્યારાઓને ઉશ્કેરતા 21 જૂનના રોજ ઉમેશની હત્યા કરી નાંખવામાં આવી હતી. બંને કેસની તપાસ ગૃહમંત્રીએ NIAને સોંપી છે. 

    સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટમાં રોડાં નાંખનાર મેધા પાટકર સામે મધ્યપ્રદેશમાં કેસ દાખલ: કરોડોનું ફંડ ઉઘરાવીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે વાપરવાનો આરોપ 

    ‘નર્મદા બચાવો આંદોલન’નાં કારણે ચર્ચામાં આવેલાં કથિત સામાજિક કાર્યકર્તા મેધા પાટકર (Medha Patkar) સામે મધ્યપ્રદેશમાં એફઆઈઆર (FIR) દાખલ થઇ છે. મેધા પાટકર અને અન્યો વિરુદ્ધ આદિવાસી બાળકોના શિક્ષણના નામે ફંડ ઉઘરાવીને તેનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. 

    ફરિયાદ મધ્યપ્રદેશના (Madhya Pradesh) બરવાની સ્થિત પોલીસ મથકે પ્રિતમ રાજ નામના વ્યક્તિએ દાખલ કરી છે. ફરિયાદમાં મેધા પાટકર સામે આદિવાસી બાળકોના શિક્ષણના નામે 13 કરોડ ઉઘરાવીને પચાવી પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં આગળ જણાવવામાં આવ્યું કે ટ્રસ્ટ પાસે 2007 થી લઈને 2022 સુધી આદિવાસી ગરીબો અને તેમના શિક્ષણ માટે એકત્ર કરવામાં આવેલ નાણાંનો કોઈ હિસાબ નથી અને આ ફંડના દુરુપયોગને પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

    ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે, નર્મદા નવનિર્માણ અભિયાનના ટ્રસ્ટી મેધા પાટકર અને તેમના સહયોગીઓએ લોકોને મોટાપાયે ગુમરાહ કર્યા છે કે તેઓ એક સમર્પિત સામાજિક કાર્યકરો છે. દુરુપયોગ કરવામાં આવેલ ભંડોળને લઈને એફઆઈઆરમાં કહેવામાં આવ્યું કે, રકમનો સ્પષ્ટ રીતે રાજકીય કે રાષ્ટ્રવિરોધી એજન્ડા માટે દુરુપયોગ કરવામાં આવ્યો છે. 

    એફઆઈઆર પ્રમાણે, નર્મદા બચાવો આંદોલનના સ્થાપક મેધા પાટકરે ‘નર્મદા નવનિર્માણ અભિયાન’ નામના ટ્રસ્ટ હેઠળ 13 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ એકઠી કરી છે. તેમની ઉપર શિક્ષણના નામે ભંડોળ ઉઘરાવીને સરકાર વિરોધી વાતાવરણ સર્જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

    એફઆઈઆરમાં (FIR) મેધા પાટકર સિવાય પરવીન રોમુ જહાંગીર, વિજયા ચૌહાણ, કૈલાશ અવશ્ય, મોહન પાટીદાર, આશિષ માંડલોઈ, સંજય જોશી અને અન્યોને આરોપી બનાવવામાં આવ્યા છે. 

    મેધા પાટકર ખાસ કરીને ‘નર્મદા બચાવો આંદોલન’થી જાણીતાં બન્યાં હતાં. નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટને વર્ષો સુધી વિલંબિત રાખવામાં આ આંદોલનનો પણ મોટો ફાળો રહ્યો છે. 

    પ્રોજેક્ટ પર કામ શરૂ થયું તેની સાથે જ મેધા પાટકર જેવા તથાકથિત સામાજિક કાર્યકરો અને પર્યાવરણવાદીઓ સક્રિય થઇ ગયા અને વર્ષ 1985 માં મેધા પાટકરે પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લઇ આરોપ લગાવ્યો કે ડેમ પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા નિર્ધારિત જરૂરી સામાજિક અને પર્યાવરણીય માપદંડોને પૂરાં કરવામાં નિષ્ફ્ળ થયો છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે જે લોકો પ્રભાવિત થવાના હતા તેમને જાણ કરવામાં ન આવી કે તેમની સાથે ચર્ચા કરવામાં આવી ન હતી. 

    જે બાદ મેધા પાટકરે પીએચડીનો અભ્યાસ છોડીને આંદોલનનો જ રસ્તો પકડી લીધો હતો અને મધ્યપ્રદેશથી સરદાર સરોવર ડેમ સાઈટ સુધી 36 દિવસીય યાત્રાનું આયોજન કર્યું હતું. ‘નર્મદા બચાવો આંદોલન’ના નામે મેધા પાટકરે હજારો ‘કાર્યકરો’ પર્યાવરણ કાર્યકરો અને વિદ્યાર્થીઓને ભેગા કરીને આંદોલનો કર્યાં હતાં અને પ્રોજેક્ટમાં વિલંબ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

    મધ્યપ્રદેશમાં સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનના ટીટીને મળી ધમકીવળી ચિઠ્ઠી: ઇટારસી જંકશન પર ટ્રેન ખાલી કરાવીને તપાસ શરૂ કરાઇ, 2 પ્લેટફોર્મ પણ કરવાયા ખાલી

    નર્મદાપુરમ જિલ્લાના ઇટારસી જંક્શન પર સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ નર્મદાપુરમના એસપી ગુરકરણ સિંહ સહિત પોલીસની ટીમ પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ જયપુર-સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન ઈટારસીના પ્લેટફોર્મ નંબર 3 પર ઉભી છે, જેની તપાસ હાલ ચાલી રહી છે.

    જણાવવામાં આવી રહ્યું છે કે TTEને સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનની અંદર એક ચિઠ્ઠી મળી હતી, જેમાં ટ્રેનના S-4 અને S-6ને ઉડાવી દેવાનું લખેલું હતું. આ પછી ટ્રેનને ખાલી કરાવવામાં આવી છે. આ સાથે અન્ય જીઆરપી, આરપીએફની ટીમ પણ પહોંચી ગઈ છે.

    હજુ સુધી, પોલીસ ટ્રેનમાંથી કોઈ વિસ્ફોટક શોધી શકી નથી. જો કે, વિસ્ફોટકોને બહાર કાઢવા માટે પોલીસના કેનાઈન યુનિટની મદદથી શોધખોળ ચાલુ છે.

    આ દરમિયાન, કેટલાક મૂંઝવણમાં મૂકાયેલા મુસાફરોએ તેમના અનુભવને ઓનલાઈન શેર કર્યો કે શું થઈ રહ્યું છે અને શા માટે તેમને ટ્રેનમાંથી નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું છે.

    સ્થાનિક એસપી ગુરકરણ સિંહ ઓપરેશનની દેખરેખ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટકોની શોધ ચાલુ હોવાથી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી છે.

    દાનિશ અને તૌફિકે ફસાવવા માટે વિશાલના નામે ખોટી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ કરી દીધી: નિર્દોષ યુવકે 7 દિવસ જેલમાં રહેવું પડ્યું, હવે મળી રહી છે ધમકીઓ

    રાજસ્થાનના ભીલવાડામાં દાનિશ અને તૌફિક નામના બે યુવાનોએ વિશાલ નામના એક યુવકને જેલમાં મોકલવા માટે તેના નામે ખોટી પોસ્ટ એડિટ કરીને વાયરલ કરી દીધી હતી. જે મામલે ફરિયાદ થયા બાદ પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી હતી. જોકે, એક અઠવાડિયા બાદ તપાસમાં આ પોસ્ટ પાછળ વિશાલનો કોઈ હાથ ન હોવાનું જાણવા મળતાં પોલીસે તેને મુક્ત કરી દીધો હતો.

    ઘટનાની વિગતો એવી છે કે, દાનિશ અને તૌફિકની હિંદુ યુવક વિશાલ ખટીક સાથે કોઈક કારણોસર દુશ્મની હતી. જેના કારણે બંનેએ વિશાલના સોશિયલ મીડિયા અકાઉન્ટનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરી, સાંપ્રદાયિક માહોલ બગડે તેવી ટિપ્પણીઓ લખીને તે ખોટી પોસ્ટ વાયરલ કરી દીધી હતી. 

    વિશાલના નામે ખોટી પોસ્ટ વાયરલ થયા બાદ ભીલવાડાના જહાજપુર પોલીસ મથકે તેની વિરુદ્ધ અંજુમન સમિતિના અબ્દુલ સત્તાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જોકે, તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે આ પોસ્ટ પાછળ પકડાયેલા યુવક વિશાલનો કોઈ હાથ ન હતો અને તે નિર્દોષ છે. જે બાદ ભીલવાડા પોલીસે દાનિશ અને તૌફિક સામે કેસ દાખલ કરીને બંનેને પકડી લીધા હતા. 

    આ મામલે શાહપુરના એસપીએ જણાવ્યું કે, પોલીસે જહાજપુરના નિવાસી તૌફિક ઉર્ફે ગુડ્ડ ઉર્ફે લાલા અને દાનિશ નામના યુવકોની ધરપકડ કરી લીધી છે. તેમણે જણાવ્યું કે આ બંનેએ તેમના મહોલ્લામાં રહેતા વિશાલ ખટીક નામના યુવાનના સોશિયલ મીડિયા અકાઉન્ટનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરી આપત્તિજનક ટિપ્પણીઓ લખીને વાયરલ કરી દીધી હતી. બંનેની વિશાલ સાથે જૂની દુશ્મની હતી, અને હાલ ચાલતા સાંપ્રદાયિક તણાવને જોતાં બંનેએ તેને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. 

    કેસમાં જહાજપુર પોલીસે વિશાલ નામના યુવાનની 20 જૂનની રાત્રે ધરપકડ કરી લીધી હતી. બીજા દિવસે કોર્ટના આદેશ પર તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જેલમાંથી પરત આવ્યા બાદ વિશાલે બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

    જોકે, વિશાલ નિર્દોષ પુરવાર થયા પછી પણ ખોટી પોસ્ટના કારણે તેને ધમકીઓ મળી રહી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે કહ્યું કે, મારી ઉપર જેલનો સિક્કો લાગી ગયો છે, જે આજીવન રહેશે. હું સાત દિવસ એવા ગુનામાં જેલમાં જઈ આવ્યો છું, જે મેં ક્યારેય કર્યો જ નથી. જેલમાંથી બહાર આવ્યા પછી પણ મારી સમસ્યાઓ ઓછી નથી થઇ. મને હજુ પણ ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. હું સમજાવી રહ્યો છું કે મેં આ નથી કર્યું. હવે મળનાર દરેક બીજા પરિચિતને પણ સ્પષ્ટતા કરવી પડે છે કે મેં કોઈ ગુનો  નહતો કર્યો.

    વિશાલે જહાજપુર પોલીસ મથકે તેને ધમકીઓ મળી રહી હોવાની જાણ કર્યા બાદ તેને પોલીસે સુરક્ષા પૂરી પાડી છે અને બે ગનમેન ઉપલબ્ધ કરાવ્યા છે. 

    PETA Indiaએ આ બકરા ઈદ પર ‘શાંતિ’ રાખવી પસંદ કરી: હિન્દુ તહેવારો પર જે રીતે ઝેર ફેલાવે છે, PETAનું તે ઝેર ઈદ વખતે ફરી સૂકાઈ ગયું

    PETA India, ‘પ્રાણી અધિકાર સંગઠન’ ના ભારતીય સંસ્કરણે બકરી ઈદ, જે તહેવારમાં બકરી અને અન્ય પ્રાણીઓની બલિદાન તરીકે કતલ કરવામાં આવે છે અને ખાવામાં આવે છે, પહેલા ભારતમાં મુસ્લિમ સમુદાયનો વિરોધ ન કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, આ વખતે તો PETA ઈન્ડિયાએ બકરી ઈદ માટે પ્રાણીઓની ‘પીડારહિત કતલ’ માટે અપીલ પણ કરી નથી.

    તેના બદલે, તેઓએ પોતાનું અખૂટ જ્ઞાન માત્ર એ કહીને પીરસ્યું કે ‘બધા ધર્મો કરુણા દર્શાવાવનું શીખવે છે’.

    PETA india એ મુસ્લિમ સમુદાયને ધર્મના નામે પ્રાણીઓની કતલ ન કરવાની અપીલ કરી નથી. તાજેતરમાં, ભારતમાં ઇસ્લામવાદી ટોળાં દ્વારા હિંસાની ઘટનાઓ બની છે જ્યાં પ્રોફેટ મુહમ્મદ પર કથિત રૂપે અપમાનજનક ટિપ્પણીઓ માટે નિંદાના આરોપો પર શિરચ્છેદ કરવાની હાકલ કરવામાં આવી હતી. બકરી ઈદ અથવા ઈદ અલ અદહા અબ્રાહમ (ઈબ્રાહિમ)ની અલ્લાહ માટે તેના પુત્ર ઈસ્માઈલનું બલિદાન આપવાની ઈચ્છા માટે ઉજવવામાં આવે છે.

    બકરી ઇદની પરંપરામાં ઇસ્લામિક શાસ્ત્રોમાં સૂચવવામાં આવેલી હલાલ પ્રક્રિયા મુજબ પ્રાણી, ખાસ કરીને ઘેટાંની કતલ કરવી અને માંસને ત્રણ ભાગમાં વહેંચવાનો સમાવેશ થાય છે, એક કુટુંબ માટે, એક સંબંધીઓ માટે અને એક ગરીબો માટે જેથી બધા મુસ્લિમો માંસ ખાઈ શકે.

    જો કે, PETA India, જે નિયમિતપણે લોકોને કડક રીતે શાકાહારી બનવા અને ખોરાક માટે પ્રાણીઓની હત્યા ન કરવા કહેતી અરજીઓ રજૂ કરતું હોય છે અને જરૂર પડ્યે પ્રદર્શન કરતું હોય છે કારણ કે તે ક્રૂરતા સમાન છે, તેણે ભારતની 20 કરોડ મુસ્લિમ વસ્તીને બકરા અને અન્ય પ્રાણીઓને ન મારવા માટે અપીલ કરી નથી.

    હલાલ કતલ પ્રક્રિયા

    ‘પ્રાણી કતલ’ ની હલાલ પ્રણાલી, જેને ઝાહિબા પણ કહેવાય છે, તે પ્રાણીઓના ‘રક્તસ્ત્રાવ’ પર વિશેષ ભાર મૂકે છે. આ ખાસ કરીને એ ઇસ્લામિક માન્યતાને કારણે છે કે લોહી ‘અશુદ્ધ’ હોય છે. કતલ કરાયેલા પ્રાણીઓમાંથી લોહી નીકળવું એ હલાલ કતલનો મુખ્ય આધાર છે. ઘણી કુરાની કલમો છે, જે પુનરોચ્ચાર કરે છે કે લોહીના વપરાશને કોઈપણ કિંમતે ટાળવો જોઈએ.

    ઇસ્લામિક કાયદા (શરિયા) મુજબ, પ્રાણીની ‘હલાલ’ કતલ માટે તીક્ષ્ણ છરીનો ઉપયોગ કરવો જરૂરી છે, જે નિક અને કાપામુક્ત હોય છે. જો કે કોશરથી વિપરીત કોઈપણ વિશિષ્ટ પ્રકારની છરીનો ઉપયોગ કરવાનો કોઈ નિર્દેશ નથી, છરીની બ્લેડ પ્રાણીના ગળા કરતાં 2-4 ગણી મોટી હોય તેવી ભલામણ કરવામાં આવે છે. કતલ કરતાં પહેલા પ્રાણીને સારી રીતે ખવડાવવું જોઈએ, પીવાનું પાણી પૂરું પાડવું જોઈએ અને તેને શાંત પાડવું જોઈએ એવી પણ ભલામણ હોય છે.

    હલાલ કતલ ફક્ત એક સમજદાર, પુખ્ત મુસ્લિમ દ્વારા જ કરવી જોઈએ, જે ઇસ્લામિક ધાર્મિક વિધિઓથી પરિચિત હોય. યુરોપિયન યુનિયનમાં હલાલ પ્રમાણપત્ર વિભાગ કહે છે, “બિન-મુસ્લિમ દ્વારા કતલ કરાયેલા પ્રાણીઓ હલાલ નહીં ગણાય, તથા બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કહીને કતલ કરતી વખતે અલ્લાહનું નામ (ઉલ્લેખ) લેવું આવશ્યક છે.”. હલાલ પ્રક્રિયા મુજબ, રક્ત સ્ત્રાવને મહત્તમ કરવા માટે પ્રાણીને તેની ડાબી બાજુએ સુવડાવવું જોઈએ. તે મક્કા (કિબલાહ) ની દિશા તરફ પણ હોવું જોઈએ.

    PETA India ની હિન્દુ તહેવારો પરની ટિપ્પણીઓ

    ઈદ પર મુસ્લિમોને પશુને ‘આરામથી મારવાની’ સલાહ સાથે શુભેચ્છાઓ આપનાર PETA india હિન્દુ તહેવારો ઉજવવાની રીતને લઈને નિયમિતપણે હિન્દુ તહેવારોને શરમાવતું હોય છે.

    આ રહી 2019ની Peta India ની હોળીની ટ્વિટ.

    માર્ચ 2020 માં, PETA india એ દરેકને પ્રાણીઓ પર રંગો ન ફેંકવા વિનંતી કરી હતી. પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ અને તેમને દુઃખ ન આપવું જોઈએ. 2019 માં, PETA ઈન્ડિયાએ હોળીની ઉજવણી કરનારાઓને, એટલે કે હિંદુઓને શુદ્ધ શાકાહારી થવા અને વેગન થંડાઈ, દૂધ આધારિત પીણું પીવા કહ્યું હતું. તેઓ વર્ષોથી હિન્દુ તહેવારો પર આ રીતની અપીલ કર્તા આવે છે. જો કે, ઈદમાં થતી લખો કરોડો પ્રાણીઓની કતલ માટે કરુણા માટે કોઈ અપીલ કરવામાં આવી ન હતી, મુસ્લિમ સમુદાયને શાકાહારી બનવાની વિનંતી કરવામાં આવી ન હતી.

    દિવાળી દરમિયાન પણ આવી જ ‘કરુણા’ દર્શાવવામાં આવી છે.

    ચોક્કસ, ફટાકડા કરતાં પ્રાણીઓ માટે કતલ અને લોહી વહેવડાવવું વધુ ભયાનક હશે. એનિમલ ફ્રેંડલી બકરી ઈદ શું હોઈ શકે છે તે આશ્ચર્યની વાત છે.

    મજાની વાત એ છે કે, 2020 માં, PETA India એ પ્રાણીઓની કતલ કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. નોંધનીય છે કે હિંદુ તહેવારો સહિત અન્ય દિવસોમાં, PETA ઇન્ડિયાએ દરેકને શાકાહારી થવા વિનંતી કરી છે, તેઓ એ પણ કહે છે કે ડેરી ઉત્પાદનો પણ છોડી દો. વર્ષોથી, PETA ઈન્ડિયાને તેના બેવડા માપદંડો અને પ્રાણીઓની ક્રૂરતા પરના તેના સ્ટેન્ડ અંગેના ઢોંગ માટે ટીકાઓનો સામનો કરવો પડે છે, પરંતુ તે તેમને ઈદ માટે ‘શાંતિ’ પસંદ કરવાથી રોકી શકી નથી, કારણ કે દરેકને એવા સમુદાયના વિરોધનો સામનો કરવાનો ડર હોય છે જ્યાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાથી લોકો શિરચ્છેદ કરવાનું કહેવામા આવે છે.

    બકરી ઈદ પર રસ્તાઓ પર નહીં વહે લોહી, ત્રિપુરા સરકારનો આદેશ: જાનવરોની ખુલ્લેઆમ કુરબાની ગેરકાયદેસર, ઉલ્લંઘન પર થશે કાર્યવાહી

    આજે બકરી ઈદ છે ત્યારે ત્રિપુરા રાજ્યના અગરતલામાં કોઈ પણ પશુની કુરબાની આપવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રાજ્યના પશુ સંસાધન વિકાસ વિભાગ દ્વારા આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જાહેરમાં કોઈપણ પશુ વધની અનુમતિ આપવામાં આવશે નહીં. 

    પશુ સંસાધન વિકાસ વિભાગના સચિવ ડૉ. ટી.કે દેવનાથે કહ્યું કે, નિયમો અનુસાર માત્ર કતલખાનાંમાં જ જાનવરોની કુરબાનીની અનુમતિ આપવામાં આવશે. અગરતલામાં કોઈ કતલખાનું નથી. જેથી અગરતલામાં કોઈ કુરબાની થશે તો તેને ગેરકાયદે માનવામાં આવશે અને સજા પણ કરવામાં આવશે. આ ઉપરાંત, વિભાગે નિયમોના ઉલ્લંઘન બદલ ત્રિપુરા ડીજીપીને કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે. 

    રિપોર્ટ્સ અનુસાર, આ પ્રતિબંધ પાછળ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ 2001નો સંદર્ભ આપવામાં આવ્યો છે. જે મુજબ પશુઓની હત્યા માત્ર કતલખાનાંમાં જ થઇ શકે છે, અને તે પણ સરકારનું લાયસન્સ પ્રાપ્ત અને તમામ નિયમોનું પાલન કરતાં હોય તે જરૂરી છે. આ ઉપરાંત આદેશમાં પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 અને પરિવહન અધિનિયમ 1978નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

    ડૉ. દેવનાથે કહ્યું કે જે-તે વિભાગ તેમજ રાજ્યના ડીજીપીને શહેરી વિસ્તારોમાં આ પ્રકારના ગેરકાયદે વધને રોકવા માટે આદેશ પર ગંભીરતાથી ધ્યાન આપવા માટે સૂચિત કરવામાં આવ્યા છે, કારણ કે અધિનિયમ અનુસાર કતલખાના સિવાય કોઈ પણ પશુવધ ગેરકાયદે માનવામાં આવે છે, જે સજાપાત્ર ગુનો બને છે અને તેમાં સજાના પ્રાવધાન છે. 

    આ ઉપરાંત, વિભાગે કહ્યું છે કે નિયમો વિરુદ્ધ જાનવરોને લઇ જવા દરમિયાન અનેક પશુઓનાં રસ્તામાં જ મોત થઇ જાય છે. આ કારણોને જોતાં નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય તો તેની પર પણ કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસાર બીમાર અને ત્રણ મહિનાથી ઓછી ઉંમરના જાનવરોનો વધ કરી શકતો નથી. જેથી આ નિયમોનું ઉલ્લંઘન કરનારાને પણ દંડ કરવામાં આવશે. 

    ત્રિપુરા વક્ફ બોર્ડે આ મામલે રાજ્ય સરકારનું સમર્થન કર્યું છે. બોર્ડે કહ્યું કે, આ આદેશમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કંઈ જ નથી. તેમણે કહ્યું, “અમારા શરિયત કાયદા અને હદીસમાં પણ એક વર્ષથી ઓછી ઉંમરની ગાયોને મારવાથી રોકવામાં આવે છે અને ગર્ભવતી ગાયોની કુરબાની કરવા પર પ્રતિબંધ છે. જે લગભગ સરકારી આદેશ જેવો જ છે, જેમાં કોઈ અંતર નથી.

    જોકે, ત્રિપુરા સરકારે બકરી ઈદ પર જારી કરેલા આ આદેશ પર વિપક્ષી પાર્ટીઓને વાંધો પડ્યો હતો. કોંગ્રેસ અને સીપીઆઈએમએ ત્રિપુરાના પશુ સંસાધન વિકાસ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ આદેશ પર કહ્યું કે, આ આદેશ એક સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા સાથે અન્ય સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યો છે. 

    તારાપીઠનું નામ લઈને ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ મા કાળી પર કરી હતી ટિપ્પણી, તેના જ પૂજારીએ ખંડન કર્યું: કહ્યું- શાસ્ત્રોમાં આવું ક્યાંય નથી લખ્યું

    મા કાળી અંગે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાની ટિપ્પણી મામલે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદે શનિવારે (9 જુલાઈ 2022) પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. ભાજપે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સવાલ કરતા કહ્યું હતું કે તેઓ ક્યાં સુધી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર મહુઆ મોઇત્રાનો બચાવ કરશે.

    આ સાથે પાર્ટીએ તારાપીઠ મંદિરના સચિવ તારામય મુખર્જીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે મા કાળી પર મહુઆ મોઇત્રાની ટિપ્પણી અંગે ટીકા કરી છે. બંગાળ ભાજપે એક પોસ્ટ શેર કરી, જેમાં લખવામાં આવ્યું છે કે, “તારામંદિર પીઠના સચિવ તારમય મુખર્જીએ મા કાળીનું ઘૃણાસ્પદ ચિત્રણ કરવા બદલ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની નિંદા કરી. શાસ્ત્રોની જાણકારી વિના નિવેદનો કરવા બદલ મંદિરના પૂજારીએ તેમની ટીકા કરી છે.

    તારામય મુખર્જી અનુસાર, શાસ્ત્રોમાં ક્યાંય એવું નથી લખ્યું કે દેવી માંસ અને દારૂનું સેવન કરે છે. આવું કહેવાની શાસ્ત્રોમાં કોઈ પરવાનગી નથી. કરક સુધા નામનું પીણું દેવીને અર્પણ કરવામાં આવે છે. પરંતુ આ પીણું પણ તાંત્રિક મંત્રોના જાપ અને શુદ્ધિકરણ પછી જ અર્પણ કરવામાં આવે છે. 

    ઉલ્લેખનીય છે કે મંગળવારે (5 જુલાઈ, 2022) ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લગતા વિવાદ વચ્ચે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે, કાળીના અનેક રૂપ છે અને તેમના માટે મા કાળીનો અર્થ માંસ અને શરાબ સ્વીકાર કરનાર દેવી થાય છે. જોકે, ટીએમસીએ સાંસદના આ નિવેદનની ટીકા કરી હતી અને મહુઆ મોઈત્રાનું અંગત નિવેદન ગણાવીને છટકબારી શોઘી લીધી હતી. પાર્ટીએ કહ્યું કે, મહુઆ મોઈત્રા દ્વારા આપવામાં આવેલ નિવેદન અને મા કાળીને લઈને અભિવ્યક્ત કરવામાં આવેલ વિચારો તેમના વ્યક્તિગત છે અને પાર્ટી કોઈ પણ રીતે તેનું સમર્થન કરતી નથી. 

    જોકે, મહુઆ મોઈત્રા આટલેથી જ અટક્યાં ન હતાં અને કહ્યું હતું કે, “હું એવા ભારતમાં રહેવા માંગતી નથી જ્યાં માત્ર ભાજપનો પિતૃસત્તાક બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ પ્રભુત્વ ધરાવશે અને બાકીના ધર્મ આસપાસ ઘૂમતા રહેશે. હું મારા મૃત્યુ સુધી મારા નિવેદનનો બચાવ કરતી રહીશ. તમે ચાહે ગમે તેટલી FIR નોંધાવો, હું દરેક વખતે કોર્ટમાં સામનો કરીશ.”