Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદાનિશ અને તૌફિકે ફસાવવા માટે વિશાલના નામે ખોટી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ...

    દાનિશ અને તૌફિકે ફસાવવા માટે વિશાલના નામે ખોટી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ કરી દીધી: નિર્દોષ યુવકે 7 દિવસ જેલમાં રહેવું પડ્યું, હવે મળી રહી છે ધમકીઓ

    તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે આ પોસ્ટ પાછળ પકડાયેલા યુવક વિશાલનો કોઈ હાથ ન હતો અને તે નિર્દોષ છે. જે બાદ ભીલવાડા પોલીસે દાનિશ અને તૌફિક સામે કેસ દાખલ કરીને બંનેને પકડી લીધા હતા. 

    - Advertisement -

    રાજસ્થાનના ભીલવાડામાં દાનિશ અને તૌફિક નામના બે યુવાનોએ વિશાલ નામના એક યુવકને જેલમાં મોકલવા માટે તેના નામે ખોટી પોસ્ટ એડિટ કરીને વાયરલ કરી દીધી હતી. જે મામલે ફરિયાદ થયા બાદ પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી હતી. જોકે, એક અઠવાડિયા બાદ તપાસમાં આ પોસ્ટ પાછળ વિશાલનો કોઈ હાથ ન હોવાનું જાણવા મળતાં પોલીસે તેને મુક્ત કરી દીધો હતો.

    ઘટનાની વિગતો એવી છે કે, દાનિશ અને તૌફિકની હિંદુ યુવક વિશાલ ખટીક સાથે કોઈક કારણોસર દુશ્મની હતી. જેના કારણે બંનેએ વિશાલના સોશિયલ મીડિયા અકાઉન્ટનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરી, સાંપ્રદાયિક માહોલ બગડે તેવી ટિપ્પણીઓ લખીને તે ખોટી પોસ્ટ વાયરલ કરી દીધી હતી. 

    વિશાલના નામે ખોટી પોસ્ટ વાયરલ થયા બાદ ભીલવાડાના જહાજપુર પોલીસ મથકે તેની વિરુદ્ધ અંજુમન સમિતિના અબ્દુલ સત્તાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જોકે, તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે આ પોસ્ટ પાછળ પકડાયેલા યુવક વિશાલનો કોઈ હાથ ન હતો અને તે નિર્દોષ છે. જે બાદ ભીલવાડા પોલીસે દાનિશ અને તૌફિક સામે કેસ દાખલ કરીને બંનેને પકડી લીધા હતા. 

    - Advertisement -

    આ મામલે શાહપુરના એસપીએ જણાવ્યું કે, પોલીસે જહાજપુરના નિવાસી તૌફિક ઉર્ફે ગુડ્ડ ઉર્ફે લાલા અને દાનિશ નામના યુવકોની ધરપકડ કરી લીધી છે. તેમણે જણાવ્યું કે આ બંનેએ તેમના મહોલ્લામાં રહેતા વિશાલ ખટીક નામના યુવાનના સોશિયલ મીડિયા અકાઉન્ટનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરી આપત્તિજનક ટિપ્પણીઓ લખીને વાયરલ કરી દીધી હતી. બંનેની વિશાલ સાથે જૂની દુશ્મની હતી, અને હાલ ચાલતા સાંપ્રદાયિક તણાવને જોતાં બંનેએ તેને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. 

    કેસમાં જહાજપુર પોલીસે વિશાલ નામના યુવાનની 20 જૂનની રાત્રે ધરપકડ કરી લીધી હતી. બીજા દિવસે કોર્ટના આદેશ પર તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જેલમાંથી પરત આવ્યા બાદ વિશાલે બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

    જોકે, વિશાલ નિર્દોષ પુરવાર થયા પછી પણ ખોટી પોસ્ટના કારણે તેને ધમકીઓ મળી રહી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે કહ્યું કે, મારી ઉપર જેલનો સિક્કો લાગી ગયો છે, જે આજીવન રહેશે. હું સાત દિવસ એવા ગુનામાં જેલમાં જઈ આવ્યો છું, જે મેં ક્યારેય કર્યો જ નથી. જેલમાંથી બહાર આવ્યા પછી પણ મારી સમસ્યાઓ ઓછી નથી થઇ. મને હજુ પણ ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. હું સમજાવી રહ્યો છું કે મેં આ નથી કર્યું. હવે મળનાર દરેક બીજા પરિચિતને પણ સ્પષ્ટતા કરવી પડે છે કે મેં કોઈ ગુનો  નહતો કર્યો.

    વિશાલે જહાજપુર પોલીસ મથકે તેને ધમકીઓ મળી રહી હોવાની જાણ કર્યા બાદ તેને પોલીસે સુરક્ષા પૂરી પાડી છે અને બે ગનમેન ઉપલબ્ધ કરાવ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં