Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરદાર સરોવર ડેમ પ્રોજેક્ટમાં રોડાં નાંખનાર મેધા પાટકર સામે મધ્યપ્રદેશમાં કેસ દાખલ:...

    સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટમાં રોડાં નાંખનાર મેધા પાટકર સામે મધ્યપ્રદેશમાં કેસ દાખલ: કરોડોનું ફંડ ઉઘરાવીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે વાપરવાનો આરોપ 

    ફરિયાદમાં મેધા પાટકર સામે આદિવાસી બાળકોના શિક્ષણના નામે 13 કરોડ ઉઘરાવીને પચાવી પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    - Advertisement -

    ‘નર્મદા બચાવો આંદોલન’નાં કારણે ચર્ચામાં આવેલાં કથિત સામાજિક કાર્યકર્તા મેધા પાટકર (Medha Patkar) સામે મધ્યપ્રદેશમાં એફઆઈઆર (FIR) દાખલ થઇ છે. મેધા પાટકર અને અન્યો વિરુદ્ધ આદિવાસી બાળકોના શિક્ષણના નામે ફંડ ઉઘરાવીને તેનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. 

    ફરિયાદ મધ્યપ્રદેશના (Madhya Pradesh) બરવાની સ્થિત પોલીસ મથકે પ્રિતમ રાજ નામના વ્યક્તિએ દાખલ કરી છે. ફરિયાદમાં મેધા પાટકર સામે આદિવાસી બાળકોના શિક્ષણના નામે 13 કરોડ ઉઘરાવીને પચાવી પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં આગળ જણાવવામાં આવ્યું કે ટ્રસ્ટ પાસે 2007 થી લઈને 2022 સુધી આદિવાસી ગરીબો અને તેમના શિક્ષણ માટે એકત્ર કરવામાં આવેલ નાણાંનો કોઈ હિસાબ નથી અને આ ફંડના દુરુપયોગને પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

    ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે, નર્મદા નવનિર્માણ અભિયાનના ટ્રસ્ટી મેધા પાટકર અને તેમના સહયોગીઓએ લોકોને મોટાપાયે ગુમરાહ કર્યા છે કે તેઓ એક સમર્પિત સામાજિક કાર્યકરો છે. દુરુપયોગ કરવામાં આવેલ ભંડોળને લઈને એફઆઈઆરમાં કહેવામાં આવ્યું કે, રકમનો સ્પષ્ટ રીતે રાજકીય કે રાષ્ટ્રવિરોધી એજન્ડા માટે દુરુપયોગ કરવામાં આવ્યો છે. 

    - Advertisement -

    એફઆઈઆર પ્રમાણે, નર્મદા બચાવો આંદોલનના સ્થાપક મેધા પાટકરે ‘નર્મદા નવનિર્માણ અભિયાન’ નામના ટ્રસ્ટ હેઠળ 13 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ એકઠી કરી છે. તેમની ઉપર શિક્ષણના નામે ભંડોળ ઉઘરાવીને સરકાર વિરોધી વાતાવરણ સર્જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

    એફઆઈઆરમાં (FIR) મેધા પાટકર સિવાય પરવીન રોમુ જહાંગીર, વિજયા ચૌહાણ, કૈલાશ અવશ્ય, મોહન પાટીદાર, આશિષ માંડલોઈ, સંજય જોશી અને અન્યોને આરોપી બનાવવામાં આવ્યા છે. 

    મેધા પાટકર ખાસ કરીને ‘નર્મદા બચાવો આંદોલન’થી જાણીતાં બન્યાં હતાં. નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટને વર્ષો સુધી વિલંબિત રાખવામાં આ આંદોલનનો પણ મોટો ફાળો રહ્યો છે. 

    પ્રોજેક્ટ પર કામ શરૂ થયું તેની સાથે જ મેધા પાટકર જેવા તથાકથિત સામાજિક કાર્યકરો અને પર્યાવરણવાદીઓ સક્રિય થઇ ગયા અને વર્ષ 1985 માં મેધા પાટકરે પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લઇ આરોપ લગાવ્યો કે ડેમ પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા નિર્ધારિત જરૂરી સામાજિક અને પર્યાવરણીય માપદંડોને પૂરાં કરવામાં નિષ્ફ્ળ થયો છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે જે લોકો પ્રભાવિત થવાના હતા તેમને જાણ કરવામાં ન આવી કે તેમની સાથે ચર્ચા કરવામાં આવી ન હતી. 

    જે બાદ મેધા પાટકરે પીએચડીનો અભ્યાસ છોડીને આંદોલનનો જ રસ્તો પકડી લીધો હતો અને મધ્યપ્રદેશથી સરદાર સરોવર ડેમ સાઈટ સુધી 36 દિવસીય યાત્રાનું આયોજન કર્યું હતું. ‘નર્મદા બચાવો આંદોલન’ના નામે મેધા પાટકરે હજારો ‘કાર્યકરો’ પર્યાવરણ કાર્યકરો અને વિદ્યાર્થીઓને ભેગા કરીને આંદોલનો કર્યાં હતાં અને પ્રોજેક્ટમાં વિલંબ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં