Friday, September 20, 2024
More
    Home Blog Page 1054

    આદિવાસીઓને રીઝવવા જતાં રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ નડ્યો, ગુજરાતમાં પ્રચાર માટે ના પાડી: કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ પર ફરીથી ગ્રહણ લાગ્યું

    જેમ જેમ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજકીય પાર્ટીઓએ પોતાનો રાજકીય પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. પરંતુ આ પ્રચારમાં કોંગ્રેસ પક્ષ પાછળ છૂટતો દેખાઈ રહ્યો છે અને એમાં જ હવે પાછો રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ થવાના સમાચાર આવી રહ્યા છે.

    ભારતીય જનતા પાર્ટી દ્વારા લગભગ રોજ કોઈકને કોઈક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે પણ ભારતના પ્રધાનમંત્રીએ ગુજરાત પ્રવાસે છે અને નવસારી ખાતે અનેક યોજનાઓ નાગરિકોને સોંપવાના છે. ભારતના ગૃહમંત્રી પણ અમિત શાહ પણ અમદાવાદ પ્રવાસે છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઘણા સમય પહેલાથી જ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં આ બંને પાર્ટીઓના મોટા નેતાઓ છાશવારે પ્રવાસે આવતા જોવા મળી રહ્યા છે.

    પરંતુ સામા પક્ષે કોંગ્રેસ રાજકીય પ્રચારની આ રેસમાં પાછળ છૂટતી નજરે પડી રહી છે. સ્થાનિક નેતૃત્વ દ્વારા એકલ દોકલ કાર્યક્રમો તો આપવામાં આવે છે પરંતુ શીર્ષ નેતૃત્વ તરફથી તેમને પૂરો સપોર્ટ ન મળી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આવા જ એક ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 12 જૂનના દિવસે રાહુલ ગાંધી ગુજરાત આવવાના હતા, પરંતુ મળી રહેલ માહિતી મુજબ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે એટ્લે કે 12 તારીખે તેઓ ગુજરાત નહીં આવે.

    નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં આદિવાસી મતદારોને રિઝવવા આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વાંસદાના ચારણવાડા ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસ દ્વારા ભરપૂર પ્રચર કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી આ રેલીને સંબોધન કરવા આવવાના છે. પરંતુ આજે સ્પષ્ટ થયું કે રાહુલ ગાંધી આ કાર્યક્રમમાં આવવાના જ નથી.

    નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રીંગ કેસને કારણે આ પ્રવાસ રદ્દ

    વાત એમ છે કે નેશનલ હેરાલ્ડ સમાચારપત્ર સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ વિદેશ પ્રવાસે હોવાથી તેમણે નવી તારીખની માંગણી કરી હતી. જે બાદ હવે 13 જૂને ઈન્ફોર્સમેંટ ડિરોક્ટરેટ (ED)ની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ ઇડીએ પૂછપરછ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી નેતા રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યું હતું. સોનિયા ગાંધીને ઈડીએ 8 જૂનના રોજ દિલ્હી સ્થિત પોતાની ઓફિસે હાજર થવા માટે કહ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીને બે જૂનના રોજ હાજર થવા માટે કહ્યું હતું, પણ તે થઈ શક્યુ નહીં અને ત્યાર બાદ ઇડીએ ફરી વાર સમન્સ જાહેર કર્યું હતું.

    આમ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા આ નેશનલ હેરાલ્ડ કેસ વિઘ્ન બનીને વચ્ચે આવ્યો હતો જેના કારણે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી હતી. હવે જોવાનું એ છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીના ધમાધમ પ્રચાર વચ્ચે કોંગ્રેસ રાહુલ ગાંધીની ગેરહાજરી દ્વારા પડેલી ખાલી જગ્યા કેવી રીતે અને કેટલી જલ્દીથી ભરી શકશે.

    મસ્જિદમાંથી મૌલવીએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા બાદ જમ્મુના ડોડામાં પથ્થરમારો: નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી અપાઈ, ઇન્ટરનેટ સેવા સ્થગિત

    જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહમાં સાંપ્રદાયિક તણાવ અને પથ્થરમારો થયા બાદ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો તેમજ હવે સેના પણ ખડકી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ક્યાંક પથ્થરમારાના પણ સમાચાર મળ્યા છે. એક મસ્જિદમાંથી મૌલાનાએ ઝેરીલું ભાષણ આપ્યા બાદ તણાવ વધ્યો હતો, મૌલાનાએ નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી આપી હતી.

    ભદ્રવાહમાં પથ્થરમારો ડોડાના ડેપ્યુટી કમિશનરે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. જમ્મુ રેન્જના એડિશનલ ડીજીપી મુકેશ સિંહે ચેતવણી આપી છે કે કાયદો હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા ભદ્રવાહના એક પ્રાચીન મંદિર તોડી પાડવામાં આવ્યા બાદ તણાવ સર્જાયો હતો. આ મંદિરને ભદ્રકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.

    આ સાથે જ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભદ્રવાહ (ડોડા) અને કિશ્તવાડ જિલ્લામાં ઉશ્કેરણીજનક ભાષણો આપીને તણાવ પેદા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મસ્જિદમાંથી ઉશ્કેરણીજનક ઘોષણાઓ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    વીડિયોમાં એક મૌલવી હિંદુઓને અપશબ્દો આપીને નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી આપતો દેખાય છે. વીડિયોમાં સામે મસ્જિદ દેખાઈ રહી છે અને લોકો તેની અને બાજુના ઘરોની છત પર ઉભા જોવા મળે છે. ઉશ્કેરણીજનક ભાષણ વચ્ચે ભીડ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવતી જોવા મળે છે.

    વીડિયોમાં મૌલાના કહે છે કે, “ગૌમૂત્ર પીનારા અને ગાયના છાણમાં સ્નાન કરનારાઓની ‘દુનિયામાં હેસિયત જ શું છે? તેમને જે રિસ્ક મળે છે તે આપણી દહેશતના કારણે મળે છે. તેમને જે હવા મળે છે તે આપણી બરકતથી આવે છે. તેમને દરિયામાંથી પાણી મળે તે આપણી બરકતથી મળે છે. નહીં તો તેમનું અસ્તિત્વ જ શું છે?

    ગળું કાપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મૌલાના કહે છે, “ભાઈઓ, સમય આપણને માથું કાપવાનું પણ શીખવે છે. તો એ બાબતો ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી આપણી સહિષ્ણુતા જળવાઈ રહે ત્યાં સુધી આપણે મૌન છીએ. જો સહનશીલતાથી બહાર નીકળી આવ્યા તો નૂપુર શર્મા ‘ગંદી’ શું? આશિષ કોહલી ‘કૂતરો’ શું? તેમનું માથું ક્યાંક બીજે મળશે અને ધડ બીજે મળશે.

    રાજ્યસભા ચૂંટણીનું અવનવું: ભાજપને હરાવવા મહારાષ્ટ્રમાં વર્ષોના દુશ્મનો એક થયા, રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ કરાયું તો હરિયાણામાં સમ આપવામાં આવ્યા!

    મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાનમાં રાજ્યસભાની 16 બેઠકો માટે શુક્રવારે (10 જૂન 2022) મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર (6 બેઠકો), હરિયાણા (2 બેઠકો), રાજસ્થાન (4 બેઠકો) અને કર્ણાટક (4 બેઠકો)માં બેઠકો કરતાં વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ચૂંટણી વધુ રસપ્રદ બની છે. બીજી તરફ ક્રોસ વોટિંગની પણ ચર્ચા ચાલી રહી છે. 15 રાજ્યોની 57માંથી 41 બેઠકો પર રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

    કોંગ્રેસે રાજસ્થાનથી રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો છે અને તે માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ સમર્થિત ઉમેદવાર સુભાષ ચંદ્રાની એન્ટ્રીથી સ્પર્ધા રસપ્રદ બની છે. આંકડાઓની વાત કરીએ તો રાજસ્થાનમાં એક રાજ્યસભા સીટ માટે 41 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. કોંગ્રેસ પાસે 109 ધારાસભ્યો છે. અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી 125 વોટ તેમની પાસે હોવાનો પાર્ટી દાવો કરી રહી છે. સુભાષ ચંદ્રાએ ઉમેદવારી કર્યા બાદ કોંગ્રેસે સમર્થક ધારાસભ્યોને ઉદયપુરની હોટલમાં લાવવા પડ્યા હતા તેમજ આમેર, જયપુરમાં ઈન્ટરનેટ સેવા પણ ગુરુવારે (9 જૂન 2022) રાત્રે 9 વાગ્યાથી શુક્રવારની રાત્રે 9 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

    મહારાષ્ટ્રમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ 6 બેઠકો પર મતદાન પહેલાં શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. AIMIM મહારાષ્ટ્રના પ્રમુખ ઈમ્તિયાઝ જલીલે શુક્રવારે કહ્યું, “અમારી પાર્ટી AIMIMએ ભાજપને હરાવવા માટે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી માટે મહા વિકાસ અઘાડીને મત આપવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના અમારા બે AIMIM ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવાનું કહેવામાં આવ્યું છે.”

    અહીં અગત્યનું છે કે એક સમયે શિવસેના દ્વારા ઓવૈસી બંધુઓને રાક્ષસો કહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ મુસ્લિમોમાં ઝેર ભરવાનું કામ કરી રહ્યા છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એક લેખમાં ઓવૈસી ભાઈઓ રાષ્ટ્રને મોટું જોખમ હોવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઓવૈસી ભાઈઓના મનમાં પાકિસ્તાનના ધ્વજનો લીલો રંગ ભરેલો છે અને ‘ભારત માતા કી જય’ બોલવાનો ઇનકાર કરવા બદલ ઓવૈસીનું માથું કાપી નાંખવું જોઈએ. આજે ભાજપને હરાવવા માટે આ બંને પક્ષો સાથે થઇ ગયા છે.

    હરિયાણામાં પણ અલગ જ ખેલ ચાલી રહ્યો છે. અહીં કોંગ્રેસના ધારાસભ્યોને રાયપુરથી પરત લાવતી વખતે તેમને લોટમાં મીઠું નંખાવીને કોંગ્રેસ ઉમેદવાર અજય માકનના સમર્થનમાં મત આપવા માટેના સમ આપવામાં આવ્યા હતાં. હરિયાણાના કોંગ્રેસ ધારાસભ્યોની છત્તીસગઢની એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. ગુરુવારે તેમને હરિયાણા લાવવામાં આવ્યા હતા. હરિયાણામાં બે રાજ્યસભા બેઠકો માટે મતદાન થનાર છે. કોંગ્રેસ તરફથી અજય માકન ઉમેદવાર છે. કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કરતા ત્યાં પણ ચૂંટણી રસપ્રદ બની છે.

    કર્ણાટકના મૈસુરમાં નન દ્વારા પોતાના પર ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી તો ચર્ચે તેને પાગલખાનામાં ધકેલી દીધી!

    મૈસુરના શ્રીરામપુરામાં મર્સી કોન્વેન્ટની એક સાધ્વીએ અશોકાપુરમ પોલીસ સ્ટેશનમાં મૈસૂરના ચર્ચમાં થતી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવા બદલ તેના સાથીદારો દ્વારા શારીરિક હુમલો કરવાનો આરોપ મૂકીને ફરિયાદ નોંધાવ્યાના એક દિવસ પછી, ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી સંસ્થાનું સંચાલન કરતી મુખ્ય સંચાલિકાએ દાવો કર્યો હતો કે સાધ્વીનું કૃત્ય ગેરવાજબી છે અને તે મંડળને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતું.

    ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી સંસ્થાનું સંચાલન કરતી મુખ્ય સંચાલિકા માર્ગરેટએ બુધવારે જાહેર કરેલા પોતાના પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, “સાધ્વી સુધા કે વી ઉર્ફે એલ્સિના છેલ્લા 24 વર્ષથી ધાર્મિક મંડળની સભ્ય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી, તેણી આક્રમક વર્તન કરી રહી છે અને અન્ય સાધ્વીઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહી છે, આત્મહત્યા કરવાની ધમકી આપી રહી છે.”

    “તેના વર્તનને કારણે એલ્સિનાને સેન્ટ મેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ એલ્સિનાએ બહારના વ્યક્તિની ઉશ્કેરણી પર મંડળના સભ્યો સામે ખોટા `આરોપો સાથે એક વીડિયો ક્લિપ બનાવી અને તેને સોશિયલ મીડિયા દ્વારા ફેલાવી,” ચર્ચની મુખ્ય સંચાલિકાએ કહ્યું. “ડૉક્ટરોની સલાહ વિરુદ્ધ, તેને રજા મળી અને પોલીસની પરવાનગી લીધા પછી તે પોતાના પિતા સાથે ગઈ હતી. 6 જૂનના રોજ, તે કોન્વેન્ટમાં પાછી આવી અને નન્સને ધમકી આપી કે તે તેમને કોર્ટમાં ખેંચી જશે,” માર્ગારેટે જણાવ્યું હતું.

    માર્ગારેટે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મંડળીએ આ બાબતની તપાસ માટે પગલાં લીધાં છે અને અમે આવા ગેરવાજબી કૃત્યોની નિંદા કરીએ છીએ જેનો હેતુ મંડળ અને તેના સભ્યોને બદનામ કરવાનો છે.” દરમિયાન, સાધ્વી પર શારીરિક હુમલાનો કેસ નોંધનાર પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.

    આ પહેલા બુધવારના દિવસે અહેવાલો આવ્યા હતા કે મૈસૂરના શ્રીરામપુરામાં ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી ચર્ચ સાથે કામ કરતી એક મલયાલી સાધ્વીએ આરોપ મૂક્યો છે કે મૈસૂરના ચર્ચમાં થતી ગેરરીતિઓ દર્શાવવા બદલ તેને બળજબરીથી મનોચિકિત્સક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે જ કારણસર તેને કોન્વેન્ટની બહાર ફેંકી દેવામાં આવી હતી. સાધ્વી સિસ્ટર એલ્સિનાએ કર્ણાટક મહિલા આયોગને કોન્વેન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.

    એલ્સિનાએ આક્ષેપ કર્યો હતો કે કોન્વેન્ટે તેને ફરિયાદ પાછી ખેંચી લેવા કહ્યું હતું, પરંતુ તેણે ના પાડી હતી અને ત્યારબાદ તેને કથિત રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને બળજબરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આખરે, સાધ્વીના સંબંધીઓ અને પોલીસે દરમિયાનગીરી કરી અને તેને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ કોન્વેન્ટમાંથી બહાર કાઢવામાં આવી હતી. સિસ્ટર મેરી એલ્સિનાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે નન્સ દ્વારા ચલાવવામાં આવતી કોન્વેન્ટ અને હોસ્પિટલમાં તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

    અજીત ડોવાલે જે નિવેદન આપ્યું જ ન હતું તેને ઈરાને ટ્વિટ કર્યું, કેટલાક ભારતીય મેઈનસ્ટ્રીમ મિડીયાએ ચગાવ્યું અને હવે ઈરાન ફરી ગયું

    ભાજપ પૂર્વ નેતાઓ દ્વારા પયગંબર મોહમ્મદના કરવામાં આવેલ કથિત અપમાન અને મુસ્લિમ દેશોના વિરોધ વચ્ચે બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકર અને ઇરાનના વિદેશમંત્રી ડૉ હુસૈન આમિર-અબ્દોલ્લાહીયન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠક બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ બેઠકમાં આ હાલ ચાલી રહેલા વિવાદનો મુદ્દો ચર્ચવામાં આવ્યો ન હતો, અને તેમણે એમ પણ ઉમેર્યું કે અમુક લોકોની વ્યક્તિગત ટિપ્પણીઓ કે ટ્વિટ સરકારના વિચારો પ્રદર્શિત કરતા હોતા નથી. આ ઉપરાંત બેઠકમાં અજિત ડોવાલ સાથેની બેઠક મામલે પણ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી.

    9 જૂન (ગુરુવાર)ના રોજ મીડિયાને સંબોધિત કરતા વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, “સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટ્વિટ કે કૉમેન્ટ સરકારના વિચારો પ્રદર્શિત કરતા નથી. આ બાબત વાતચીતમાં પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ઉપરાંત સબંધિત તંત્ર દ્વારા આ પ્રકારના કૉમેન્ટ કે ટ્વિટ કરનારા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વાતચીત દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવામાં આવી ન હતી.”

    પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ટ્વિટ અંગે પણ પૂછવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને ઇરાનના વિદેશમંત્રી વચ્ચે બેઠક થઇ હોવાનું તેમજ આ બેઠકમાં બંને વચ્ચે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ થયેલ ટિપ્પણી મુદ્દે પણ ચર્ચા થઇ હોવાનું જણાવાયું હતું. જે મામલે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી. 

    વિદેશ મંત્રાલયે કહ્યું કે, “જ્યાં સુધી એનએસએ અને ઈરાની મંત્રી વચ્ચેની વાતચીતની વાત છે, હું તે મુદ્દે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. પરંતુ તમે જે સોશિયલ મીડિયા પોસ્ટની વાત કરી રહ્યા છો, તે અંગે ફરીથી પુષ્ટિ કરી જુઓ. પોસ્ટ હવે હટાવી લેવામાં આવી છે.” 

    નોંધનીય છે કે, અમુક રિપોર્ટમાં ઈરાનના દાવાને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ઈરાની મંત્રી સાથેની વાતચીત દરમિયાન NSA અજિત ડોવાલે તેમને કહ્યું હતું કે, ઇસ્લામનું અપમાન કરનારાઓ સામે એવા પગલાં લેવાશે જેનાથી અન્ય લોકોને પણ શીખ મળશે.

    ઈરાન તરફથી એક અધિકારીક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, અજિત ડોવાલે આશ્વાસન આપતા કહ્યું હતું કે, ભારત સરકાર અને અધિકારીઓ પયગંબર મોહમ્મદનું સન્માન કરે છે અને સરકાર અને સબંધિત વિભાગો દ્વારા પયગંબરનું અપમાન કરનારાઓ સામે એવી રીતે પગલાં લેવાશે જેનાથી અન્યોને પણ પાઠ મળે. ઈરાની મંત્રાલયે કહ્યું કે, તેઓ નૂપુર શર્મા અને નવીન જિંદલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાના પગલાંનું સ્વાગત કરે છે અને કહ્યું કે દોષીઓ સામે ભારત સરકારના પગલાથી મુસ્લિમો સંતુષ્ટ છે.

    જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઈરાને આ નિવેદન પરત ખેંચી લીધું હતું.

    ઈરાની વિદેશ મંત્રી અબ્દોલ્લાહીયનની ભારત મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે તેમની સાથે વાણિજ્ય, સ્વાસ્થ્ય અને અન્ય સબંધો મામલે દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાના નેતાઓ નૂપુર શર્મા અને નવીન જિંદલને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા છે ત્યાં બીજી તરફ, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, વ્યક્તિગત વ્યક્તિઓના અભિપ્રાયો કે ટિપ્પણીઓ સરકારના વિચારો પ્રદર્શિત કરતા નથી.

    ઈરાનના વિદેશ મંત્રી હાલ ત્રણ દિવસ માટે ભારતની યાત્રાએ છે. બુધવારે તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બેઠક કરી હતી. રિપોર્ટ અનુસાર, બંને પક્ષે રશિયા-યુક્રેન યુદ્ધ, અફઘાનિસ્તાનની સ્થિતિ અને ઈરાન ન્યુક્લિયર ડીલ વગેરે મુદ્દે ચર્ચા થઇ હતી. જોકે, પયગંબરના કથિત અપમાનનો મુદ્દો બેઠકમાં ચર્ચાયો ન હતો. આ ઉપરાંત, ઈરાની મંત્રી પીએમ મોદીને પણ મળ્યા હતા. 

    રાષ્ટ્રપતિ પદ માટે નેટિઝન્સમાં આરિફ મોહમ્મદ ખાનના નામની ચર્ચા, લોકોએ કહ્યું- તેઓ રાષ્ટ્રવાદી અને બુદ્ધિમાન, ઇસ્લામી કટ્ટરપંથીઓએ ગણાવ્યા ‘કાફિર’

    એક તરફ ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યા બાદ બીજી તરફ દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તેની ચર્ચા શરૂ થઇ ગઈ છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર લોકો અંદાજ લગાવી રહ્યા છે કે કઈ પાર્ટીમાંથી ઉમેદવારી કોણ કરશે અને દેશના આગલા રાષ્ટ્રપતિ કોણ હોવા જોઈએ. જેમાં સૌથી વધુ ચર્ચા કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અંગે થઇ રહી છે. 

    નેટિઝન્સનું કહેવું છે કે આરિફ મોહમ્મદ ખાન દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર છે. તો બીજી તરફ અમુક ઇસ્લામી કટ્ટરપંથીઓ રાષ્ટ્રપતિ તરીકે આરિફ મોહમ્મદ ખાનના નામની ચર્ચાથી નારાજ જણાયા હતા તો કોઈકે તેમનું પણ માથું કાપી લેવાની વાત કરી હતી! 

    એકે યુઝરે આરિફ મોહમ્મદ ખાનની તસ્વીરો શૅર કરીને લખ્યું કે, તેઓ ખરા અર્થમાં રાષ્ટ્રવાદી છે અને તમામ ધર્મોનું સન્માન કરે છે. તેમણે શૅર કરેલી તસ્વીરોમાં આરિફ મોહમ્મદ ખાન મંદિરોમાં પૂજા કરતા જોવા મળે છે. 

    અલંકૃત નામના એક યુઝરે લખ્યું કે, આરિફ મોહમ્મદ ખાન રાષ્ટ્રપતિ પદના સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર છે કારણ કે તેઓ શિક્ષિત, અનુભવી અને રાષ્ટ્રવાદી છે. જે રીતે ભારતની ધાર્મિક અસહિષ્ણુ છબી બનાવવામાં આવી રહી છે, તેને જોતા રાષ્ટ્રપતિ તરીકે તેમની નિયુક્તિથી એક કડક સંદેશ જશે.”

    પ્રણવ જોશી નામના યુઝરે કહ્યું કે, આરિફ મોહમ્મદ ખાન હાલના સમયે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેના શ્રેષ્ઠ ઉમેદવાર છે. 

    બીજી તરફ, વહાઝ ફૂલ ઈમાન નામના એક યુઝરે આરિફ મોહમ્મદ ખાનનો મંદિરમાં પૂજા કરતો ફોટો શૅર કર્યો હતો અને સાથે લખ્યું હતું કે હું આગામી રાષ્ટ્રપતિ તરીકે આરિફ મોહમ્મદ ખાનના નામની ટીકા કરું છું.

    ઝમા રીઝવી નામના એક યુઝરે આરિફ મોહમ્મદ ખાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 

    એક યુઝરે ટિપ્પણી કરતા કહ્યું કે, ભાજપ અને RSS ભારતમાં તેમના મુસ્લિમદ્વેષને ઢાંક્વા માટે આરિફ મોહમ્મદ ખાનનો એક મોહરા તરીકે ઉપયોગ કરવા જઈ રહ્યા છે. તેમણે આરિફ મોહમ્મદ ખાન અને તેમના પરિવારના કેટલાક સભ્યો RSSના ‘લેપડોગ’ હોવાનું કહ્યું હતું. 

    શોએબ ખાન નામના એક યુઝરે આરિફ મોહમ્મદ ખાનને ‘કાફિર’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની પણ સજા શિરચ્છેદ જ હોવી જોઈએ અને તેમનું માથું કાપી લેવાની વાત કરી હતી. તેણે લખ્યું, “અબ ઇસ કાફિર કી ભી યહી સજા, સર તન સે જુદા.’ 

    ઉલ્લેખનીય છે કે ગઈકાલે ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જે મુજબ 18 જુલાઈના રોજ મતદાન થશે. 21મી જુલાઈએ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી માટે 15 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન નક્કી કરવામાં આવી છે અને 30 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 2 જુલાઈ સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે.

    6 કલાકમાં 30,000ની હત્યા : જ્યારે ઈરાનથી આવેલા નાદિરશાહે દિલ્હીમાં મચાવી હતી ભયંકર તબાહી, હારી ગયેલા મુઘલોએ આપી દેવું પડ્યું હતું આખું અફઘાનિસ્તાન

    18મી સદીના મધ્યભાગ પહેલાં ઈરાનમાં એક એવો શાસક થઇ ગયો હતો જેની ક્રૂરતાની દાસ્તાન આજે પણ જ્યાં-જ્યાં તેણે આક્રમણ કર્યું હતું ત્યાંના લોકોના રુંવાડા ખડા કરી નાંખે છે. પર્શિયાના એ મુસ્લિમ શાસકનું નામ હતું નાદિરશાહ, જે અફશારિદ રાજવંશનો સ્થાપક હતો. દિલ્હી ઉપર હુમલા દરમિયાન તેણે ભયાનક કત્લેઆમ મચાવી હતી. જે બાદ કમજોર પડેલા મુઘલ શાસને આખું અફઘાનિસ્તાન તેને સોંપી દેવું પડ્યું હતું. સૈન્યની બાબતમાં તેની સફળતાઓના કારણે ઇતિહાસકારો તેને ‘પર્શિયાનો નેપોલિયન’ પણ કહે છે. 

    કત્લેઆમ મચાવવા માટે કુખ્યાત મધ્ય એશિયાના બે સૌથી ક્રૂર શાસકો તૈમૂર અને ચંગેઝ ખાન નાદિર શાહની પ્રેરણા હતા. 1736 થી 1747માં પોતાની હત્યા સુધી ઈરાન પર શાસન કરનાર નાદિર શાહે હોતાકી પશ્તુનોના બળવાનો ફાયદો ઉઠાવીને તત્કાલીન શાસક સુલતાન હુસૈનને પદભ્રષ્ટ કરી સત્તા હાંસલ કરી હતી. તે સમયે તેનું શાસન આર્મેનિયા, અઝરબૈજાન, જોર્જિયા, નોર્થ કોક્સસ, ઇરાક, તૂર્કી, તૂર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, બહેરીન અને ઓમાન સુધી વિસ્તરેલું હતું. 

    નાદિર શાહનું ભારત પર આક્રમણ, દિલ્હીમાં મચાવી હતી તબાહી 

    નાદિર શાહે દિલ્હીના તત્કાલીન મુઘલ શાસક મુહમ્મ્દ શાહને એક સંદેશ મોકલ્યો હતો. ત્યારે તે અફઘાનિસ્તાનમાં તેનું યુદ્ધ અભિયાન ચલાવી રહ્યો હતો અને સ્પષ્ટ કહી દીધું હતું કે ત્યાંના કોઈ પણ ભાગેડુને મુઘલ સામ્રાજ્યમાં શરણ મળવું જોઈએ નહીં. કંદહાર પર નાદિર શાહે કબજો મેળવી લીધા બાદ ત્યાંથી કેટલાક લોકો કાબુલ ભાગી ગયા હતા. મુઘલોએ પર્શિયન શાસકને આશ્વાસન આપ્યું કે બધું તેમના કહેવા અનુસાર જ થશે. 

    પરંતુ જ્યારે નાદિરશાહને ખબર પડી કે અનેક અફઘાનોએ મુઘલ રાજ્યમાં શરણ લીધું હતું, ત્યારે તે ગુસ્સે થઇ ગયો હતો. નાદિર શાહે તે પછી ત્રીજી વખત પોતાના એક દૂતને દિલ્હી મોકલ્યો અને 40 દિવસ સુધી ત્યાં રોકાઈને પરત ફરવા માટે કહ્યું. જોકે, ત્યાં મુઘલોએ તેને પરત ફરવા દીધો ન હતો. એક વર્ષ વીતી ગયા બાદ નાદિર શાહે તેને પરત બોલાવવા માટે આદેશ કર્યો હતો. નાદિર શાહ દિલ્હી તરફ જવા માંગતો ન હતો પરંતુ આ અપમાન તે સહી શક્યો નહીં. 

    નાદિર શાહને કાબુલ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડી, કારણ કે ત્યાં સુધીમાં કોઈ વચ્ચે તેને રોકવાની હિંમત કરી શક્યું ન હતું. કાબુલમાં એક નાનકડું યુદ્ધ થયું હતું પરંતુ ત્યાંની મુઘલ સેનાએ આત્મસમર્પણ કરી દેવું પડ્યું હતું. સન 1738 ના ઉનાળા સુધીમાં પર્શિયન સેનાએ કાબુલથી આગળ વધી ચૂકી હતી. રસ્તામાં તેમણે ખૂનામરકી ચાલુ રાખી અને અફઘાનોમાં જે હટ્ટા-કટ્ટા દેખાતા તેમને પોતાની સેનામાં ભરતી કરી દેતા.

    કાબુલના સરદાર જ્યારે નાદિર શાહના દૂત સાથે તેનો સંદેશ લઈને દિલ્હી જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જલાલાબાદના ગવર્નર મીર અબ્બાસે તેમની હત્યા કરી નાંખી હતી. જેનું પરિણામ મીર અબ્બાસે નાદિર શાહના હુમલાના રૂપમાં ભોગવવું પડ્યું. જેના પરિણામ સ્વરૂપ તેની પણ હત્યા કરી નાંખવામાં આવી અને તેના પરિવારને બેડીમાં બાંધીને નાદિર શાહ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. નોંધવાલાયક બાબત એ પણ છે કે નાદિર શાહ જ્યારે દિલ્હી પહોંચ્યો ત્યારે ઔરંગઝેબના મૃત્યુને 32 વર્ષ વીતી ચૂક્યા હતા. 

    એક તરફ મુઘલ સામ્રાજ્ય સતત નબળું પડી રહ્યું હતું કારણ કે મધ્ય ભારત અને પશ્ચિમ ભાગમાં મરાઠાઓની શક્તિ સતત વધતી જતી હતી. મુઘલોની નીચે શાસન કરનારા અનેક મુસ્લિમ સરદારોએ પણ સ્વતંત્રતાનું એલાન કરી દીધું હતું. ઉત્તરમાં પશ્તુનો બળવો કરી રહ્યા હતા, જેના કારણે અફઘાનિસ્તાનમાં મુઘલ શાસકોની શક્તિ નબળી પડી રહી હતી. બીજી તરફ, ઑટોમન અને પર્શિયનની જેમ દુનિયાભરમાં અમીરી માટે જાણીતા મુઘલોને લૂંટવા માટે નાદિરશાહ મન બનાવી ચૂક્યો હતો. 

    સૌથી પહેલાં નાદિર શાહ ગઝનીના દક્ષિણમાં કરારબાગમાં રોકાયો હતો, જ્યાંથી તેણે મુઘલ શાસન ધરાવતી ભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેના પુત્ર નસરૂલ્લાહે એક સેના સાથે આગળ જઈને નસરૂલ્લાહ અને બામિયાન પર કબજો જમાવ્યો હતો. ગઝનીનો ગવર્નર તો ભાગી છૂટ્યો હતો પરંતુ ત્યાંના અન્ય મુસ્લિમોએ નાદિરશાહનું સ્વાગત કર્યું હતું. નાદિરશાહે કાબુલથી જ અફઘાનિસ્તાન ચલાવવાનું શરૂ કર્યું અને પોતાના માણસો મૂકી દીધા હતા. ખૈબર પાસે મુઘલો સાથે તેનું યુદ્ધ થયું હતું અને પેશાવર પર નાદિર શાહે કબજો મેળવી લીધો.

    ફેબ્રુઆરી 1739 માં નાદિર શાહે સિંધુ નદી પર એક પુલ બનાવ્યો અને જે બાદ કરનાલના યુદ્ધમાં મુઘલોએ ફરી પછડાટ ખાવી પડી. મુહમ્મ્દ શાહ દિલ્હીથી 120 કિલોમીટર દૂર તેની મોટી સેના સાથે પહોંચ્યો હતો, જે 3 કિલોમીટર પહોળી અને 25 કિલોમીટર લાંબી હતી. પોણા ચાર લાખની સેના ઉપરાંત હજાર તોપ અને હાથી પણ તેમાં સામેલ હતા. જોકે, મોટાભાગના સૈનિકો અપ્રશિક્ષિત હતા. જોકે, મુહમ્મ્દ શાહને પોતાની પસંદગીની જગ્યા પર યુદ્ધ કરવા માટે મજબૂર કરવાની ચાલ નાદિરશાહની જ હતી અને તેણે અગાઉથી જ રેકી કરી રાખી હતી. 

    દિલ્હીમાં પર્શિયન સેનાએ ભયંકર તબાહી મચાવી હતી 

    નાદિરશાહે 20,000 મુઘલ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને જે બાદ મુહમ્મ્દ શાહે આત્મસમર્પણ કરવાનો વારો આવ્યો હતો. સામે તરફે મુઘલો પર્શિયન સેનાના 500 સૈનિકો પણ મારી શક્યા ન હતા. આખરે મુહમ્મ્દ શાહે નાદિરશાહ સમક્ષ હાજર થવું પડ્યું હતું. જ્યારે નાદિરશાહ દિલ્હીમાં ઘૂસ્યો હતો ત્યારે હારી ગયેલા મુઘલોએ તોપો અને બંદૂકોના ફાયરિંગથી તેનું સ્વાગત કર્યું હતું. તેણે પર્શિયન નવું વર્ષ દિલ્હીમાં જ ઉજવ્યું હતું. જોકે, દિલ્હીની જનતાએ તેની સામે મોરચો ખોલી દીધો હતો. 

    જેને કચડી નાંખવા માટે તે ભયાનક ક્રૂરતા પર ઉતરી આવ્યો હતો અને પર્શિયન સેનાએ માત્ર 6 કલાકની અંદર 30,000 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. યમુના નદીના કિનારે લઇ જઈને અનેક લોકોના માથા ધડથી અલગ કરી નાંખવામાં આવ્યાં તો લોકોના ઘરમાં ઘૂસીને પર્શિયન સેના તેમને મારવા માંડી હતી. જે બાદ તેઓ ઘરોમાં આગ લગાડી દેતા હતા. અનેક લોકોએ પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી હતી, કારણ કે પર્શિયન સેનાના હાથે મરવા કરતા તે જ સારો વિકલ્પ હતો. બળવો કરવામાં સામેલ બે મુઘલ સરદારો સૈયદ નિયાઝ ખાન અને શાહનવાઝ ખાનને સેંકડો સમર્થકો સાથે લાવીને નાદિરશાહની સામે મારી નાંખવામાં આવ્યા હતા. 

    જે બાદ નાદિરશાહે દિલ્હીના તમામ વિસ્તારોમાં કર વસૂલવા માટે પોતાના માણસો મોકલ્યા હતા. પર્શિયન સેનાએએ મુઘલોનું ‘પીકોક થ્રોન’ એટલેકે મયુરાસન પણ કબજે કરી લીધું હતું. કોહિનુર અને દિયા-એ-નૂર હીરા પણ નાદિરશાહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. મુઘલોએ ફટાફટ નાદિરશાહ સામે પોતાના સામ્રાજ્યનો હિસ્સો અને ધન મૂક્યા પછી જ શાંતિ થઇ હતી. જે બાદ સિંધુ નદીની પશ્ચિમની તમામ ભૂમિ પર્શિયન સામ્રાજ્યનો હિસ્સો બની ગઈ હતી.

    મે 1739ની શરૂઆતમાં નાદિરશાહે પર્શિયા પરત ફરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કહેવાય છે કે ભારત પાસેથી તેણે એટલું ધન લૂંટ્યું હતું કે પરત ફર્યા બાદ તેના દેશમાં ત્રણ વર્ષ સુધી ટેક્સ વસૂલવાની જરૂર પડી ન હતી. પરત ફરતી વખતે તે હજારો હાથી, ઊંટ અને ઘોડાઓ પોતાની સાથે લઇ ગયો હતો. આ જ એ તબાહીનો કાળ હતો જે બાદ બ્રિટિશોને પણ મુઘલોની નબળાઈ ધ્યાને આવી હતી. આ ઘટના ન બની હોત તો કદાચ અંગ્રેજો પણ ભારત ઉપર આટલા વહેલા શાસન કરી શક્યા ન હોત.

    (ગુજરાતીમાં મેઘલસિંહ પરમાર દ્વારા અનુવાદિત થયેલો આ લેખ, મૂળરૂપે હિંદીમાં અનુપમ કુમાર સિંહ દ્વારા લખવામાં આવ્યો છે, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    નુપુર શર્મા બાદ હવે નવીન જિંદાલને મહારાષ્ટ્ર પોલીસનું સમન્સ: પયગંબર મોહમ્મદના કથિત અપમાનના આરોપમાં પૂછપરછ માટે 15 જૂને બોલાવાયા

    મોહમ્મદ પયગંબર પર કથિત ટિપ્પણીના મામલામાં દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન જિંદાલને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્ર પોલીસે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નવીન જિંદાલને પયગંબર મુહમ્મદ પર તેમની ટિપ્પણી સંબંધિત એક કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. થાણે જિલ્લાના ભિવંડી પોલીસ સ્ટેશન દ્વારા જિંદાલ વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યું છે.

    મહારાષ્ટ્ર પોલીસના જિંદાલ વિરુદ્ધ સમન્સ પત્રની નકલ સામે આવી છે. જે મુજબ પોલીસે જિંદાલને 15 જૂને સવારે 11:30 વાગ્યે મહારાષ્ટ્રના ભિવંડી પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહ્યું છે. આ સાથે તેમને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન તેમણે એવું કોઈ કામ ન કરવું જોઈએ, જેનાથી તપાસમાં અડચણો ઉભી થાય. પુરાવાનો નાશ ન કરવા અને તેની સાથે છેડછાડ ન કરવા પણ કહેવામાં આવ્યું છે. તેમની સામે IPC 295(A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જિંદાલ પહેલા થાણે જિલ્લાના મુંબ્રા પોલીસ સ્ટેશન દ્વારા ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને 22 જૂને વ્યક્તિગત રીતે જુબાની આપવા માટે સમન્સ પાઠવ્યું હતું.

    થાણે પોલીસે નવીન જિંદાલને પાઠવેલું સમન્સ (ફોટો: ऑपइंडिया)

    નોંધનીય છે કે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા કથિત રીતે પયગંબર મુહમ્મદ વિશે ટિપ્પણી કરવાના મામલામાં ઘણા ઇસ્લામિક દેશોએ આ મામલો ભારત સરકાર સમક્ષ મુખ્ય રીતે ઉઠાવ્યો હતો. ત્યારબાદ, ભારતીય જનતા પાર્ટીએ પ્રોફેટ મુહમ્મદ પરના તેમના નિવેદનો અને કથિત રીતે ઇસ્લામિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ 5 જૂનના રોજ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. બંને નેતાઓએ એમ કહીને માફી માંગી હતી કે તેમનો કોઈ ધાર્મિક સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.

    જણાવી દઈએ કે નવીન કુમાર જિંદાલ અને નુપુર શર્મા વિરુદ્ધ પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરવા બદલ ઘણા કેસ નોંધાયેલા છે. આતંકવાદી સંગઠન અલ કાયદા સહિત અનેક ઈસ્લામિક સંગઠનોએ નેતાઓ અને તેમના પરિવારોને મારી નાખવાની ધમકી આપી છે.

    દિલ્હી પોલીસે બુધવારે પૂર્વ ભાજપના પ્રવક્તા નુપુર શર્મા, પૂર્વ ભાજપ નેતા નવીન કુમાર જિંદાલ, ‘પત્રકાર’ સબા નકવી અને અન્ય કેટલાક લોકો સામે સાયબર સ્પેસમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી ખોટી માહિતીનો પ્રચાર કરવા બદલ FIR નોંધી છે.

    રાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર: 18 જુલાઈએ મતદાન, 21 જુલાઈએ દેશને મળશે નવા રાષ્ટ્રપતિ: જાણીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા

    ચૂંટણી પંચે ગુરુવારે (8 જૂન 2022) રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી હતી. જે માટે 18 જુલાઈના રોજ મતદાન થશે. 21મી જુલાઈએ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી માટે 15 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન નક્કી કરવામાં આવી છે અને 30 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 2 જુલાઈ સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે.

    ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જે લોકો પૈસા અથવા કોઈપણ પ્રકારની લાલચ આપશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ રાજકીય પક્ષ વ્હીપ જારી કરી શકશે નહીં. મતદારોએ એક, બે, ત્રણ લખીને તેમની પસંદગી જણાવવાની રહેશે. દરેકને મતદાન કરવા માટે ખાસ ઇન્ક પેન આપવામાં આવશે. પંચે કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 4809 છે. તેમાં લોકસભાના સાંસદો અને તમામ રાજ્ય વિધાનસભાના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

    ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022 ના રોજ સમાપ્ત થશે. આ પહેલા દેશના આગામી અને 15મા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. આ તબક્કે જાણીએ કે ભારતમાં રાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાય છે, કોને મત આપે છે અને આ મતોનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે.

    કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?

    ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણી કરતાં ઘણી અલગ હોય છે. આ ચૂંટણીમાં ભારતના નાગરિકો પરોક્ષ રીતે ભાગ લે છે. એટલે કે જનતા દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો આ ચૂંટણીમાં ભાગ લે છે. મતમાં ભાગ લેનાર ધારાસભ્ય અને સાંસદના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. બંધારણના અનુચ્છેદ 54 મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. તેના સભ્યોનું પ્રતિનિધિત્વ પ્રમાણસર છે. એટલે કે, તેમનો એક મત ટ્રાન્સફર થાય છે, પરંતુ તેમની બીજી પસંદગીની પણ ગણતરી કરવામાં આવે છે.

    આ ચૂંટણીમાં તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદોએ મતદાન કરે છે. જોકે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત 12 સભ્યો મતદાન કરી શકતા નથી. આ ઉપરાંત, રાજ્યોની વિધાન પરિષદના સભ્યોને પણ મત આપવાનો અધિકાર નથી, કારણ કે તેઓ લોકો દ્વારા ચૂંટાતા નથી.

    સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ શું છે

    રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન વિશેષ રીતે થાય છે. આ પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યો તમામ ઉમેદવારોમાંથી પ્રથમ તેમના મનપસંદ ઉમેદવારને મત આપે છે. એટલે કે બેલેટ પેપરમાં સભ્યો જણાવે છે કે પ્રમુખ પદ માટે તેમની પ્રથમ, બીજી અને ત્રીજી પસંદગી શું છે. જો પ્રથમ પસંદગીના મતો દ્વારા વિજેતા નક્કી ન થાય, તો મતદારની બીજી પસંદગીને ઉમેદવારના ખાતામાં નવા એક મત તરીકે ટ્રાન્સફર કરવામાં આવે છે. તેથી તેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ કહેવામાં આવે છે.

    અગાઉ જોયું તેમ ચૂંટણી પ્રક્રિયામાં ધારાસભ્ય અને સાંસદના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. તે દરેક ધારાસભ્ય માટે પણ અલગ હોય શકે છે અને તેનો નિર્ણય જે-તે રાજ્યની વસ્તી અને વિધાનસભા મતવિસ્તારોની સંખ્યા પર આધારિત છે. મતનું મૂલ્ય નક્કી કરવા તે રાજ્યની વસ્તીને ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે, ત્યારબાદ જે સંખ્યા આવે છે તેને 1000 વડે ભાગવામાં આવે છે. આ રીતે તે રાજ્યના ધારાસભ્યના એક મતનું મૂલ્ય નક્કી થાય છે. જો ભાગાકાર કર્યા પછી મેળવેલ સંખ્યા 500 થી વધુ હોય તો તેમાં 1 ઉમેરવામાં આવે છે.

    સાંસદના મતનું મૂલ્ય

    સાંસદોના મતોનું મૂલ્ય પણ અલગ છે. સૌ પ્રથમ તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના મતોનું મૂલ્ય ઉમેરવામાં આવે છે. હવે આ સામૂહિક મૂલ્યને રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. આ રીતે મેળવેલ સંખ્યા એ સાંસદના મતનું મૂલ્ય છે. આ ભાગાકાર બાદ શેષ 0.5 કરતા વધી જાય તો મૂલ્યમાં એકનો વધારો કરવામાં આવે છે.

    આ ઉપરાંત, રાષ્ટ્રપતિની ચૂંટણીની બીજી સૌથી મહત્વની વાત એ છે કે આ ચૂંટણીમાં સૌથી વધુ વોટ મેળવવાથી જીત નક્કી નથી થતી. રાષ્ટ્રપતિ એ જ ઉમેદવાર બની શકે છે જે સાંસદો અને ધારાસભ્યોના કુલ મતના અડધાથી વધુ મત મેળવે છે. ધારો કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઇલેક્ટોરલ કૉલેજના સભ્યોના મતોનું કુલ મૂલ્ય 10,98,882 છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ પદના કોઈ પણ ઉમેદવારને જીત મેળવવા માટે 5,49,442 મત મેળવવા પડશે. જે ઉમેદવારને આ ક્વોટા પ્રથમ મળે છે તે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે.

    સગીરો પર બળાત્કાર કરો, માફી માંગો એટ્લે ગુન્હો માફ: બ્રિટને 870+ યૌન અપરાધીઓને છોડી દીધા, કાફિરોના બળાત્કાર કરનાર ગ્રુમિંગ ગેંગને પણ ફાયદો

    બ્રિટનમાં સગીર છોકરીઓ માટે ખતરો બનીને ફરતી ગ્રુમિંગ ગેંગ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આ ગેંગના પીડિતોએ પોતે જણાવ્યું છે કે કેવી રીતે આ ગેંગ તેમનું જાતીય શોષણ કરે છે અને પછી તેમને દેહવ્યાપારમાં ધકેલે છે. ઘણા ગંભીર આરોપો હોવા છતાં, જાણવા જેવુ એ છે કે યુકે પોલીસ આ ગ્રુમિંગ ગેંગ સામે કડક નથી. ત્યાં ઘણા મામલાઓમાં એવું જોવા મળ્યું છે કે જો બાળ યૌન શોષણ કરનારા કે ગ્રુમિંગ ગેંગ બળાત્કાર માટે બાળકની માફી માંગે તો તેમને છોડી દેવામાં આવે છે.

    બહાર આવેલી માહિતી મુજબ, યુકેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 870 પીડોફાઈલ્સ અને ગ્રુમિંગ ગેંગના સભ્યો છે જેમના પર બાળ બળાત્કારનો આરોપ છે, પરંતુ જ્યારે કાર્યવાહીની માંગ કરવામાં આવી ત્યારે તેઓએ પીડિતોની માફી માંગી અને તેમને ટ્રાયલ કર્યા વિના છોડી દેવામાં આવ્યા, તેમના નામે કોઈ ગુનાહિત રેકોર્ડ પણ નોંધવામાં આવ્યો નથી.

    યુકે પોલીસની કાર્યવાહી પર આ ચોંકાવનારો દાવો મિરરના રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો, જેના પછી ઘણા સવાલો ઉભા થવા લાગ્યા હતા. હવે લોકો આ ન્યૂઝ ક્લિપ શેર કરી રહ્યા છે અને જણાવે છે કે બ્રિટનમાં આ બધું કોમ્યુનિટી રિઝોલ્યુશન હેઠળ કેવી રીતે થઈ રહ્યું છે, જે એક નવો પોલીસ પ્રોગ્રામ છે અને માત્ર નાના સ્તરના ગુનાઓ માટે માફીની જોગવાઈ છે. પરંતુ પોલીસ તેનો ઉપયોગ બળાત્કારીઓને છોડાવવા માટે કરી રહી છે.

    મિરરના રિપોર્ટ અનુસાર, સાઉથ યોર્કશાયર પોલીસે આ પોલિસી હેઠળ ઓછામાં ઓછા 78 સેક્સ અપરાધોને હેન્ડલ કર્યા છે. જ્યારે ડરહામ, ચેશાયર, નોટિંગહામશાયરમાં તેનો ઉપયોગ 13 વર્ષથી ઓછી વયની છોકરીઓ પર બળાત્કારના કેસમાં થતો હતો. એ જ રીતે અન્ય શહેરોની પોલીસે પણ તેનો ઉપયોગ યૌન ગુનાનો સામનો કરવા માટે કર્યો હતો. આવા કિસ્સાઓ જોઈને નારીવાદીઓ અને સામાજિક કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે પીડિતોને ન તો કોઈ ન્યાય મળી રહ્યો છે કે ન તો કોઈ રક્ષણ. ગુનેગારોને માત્ર માફી માંગીને છોડી દેવામાં આવે છે.

    આ કાયદાનો દુરુપયોગ જોઈને અરશદ હુસૈન દ્વારા પીડિત પીડિતાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પીડિતાએ કહ્યું કે આ અન્યાય છે. આખરે શા માટે સેક્સના આરોપીઓને માફી સાંભળીને છોડી દેવામાં આવે છે અને તેમને ગુનેગાર બનાવવામાં નથી આવી રહ્યા.

    બ્રિટનની ગ્રુમિંગ ગેંગ

    નોંધનીય છે કે બ્રિટનની ગ્રુમિંગ ગેંગ દ્વારા જાતીય શોષણના ઘણા મામલા સામે આવ્યા છે. થોડા સમય પહેલા એક અહેવાલ આવ્યો હતો જ્યારે પોલીસે આ કેસોની તપાસ માટે 150 જગ્યાએ દરોડા પાડીને 34 લોકોની ધરપકડ કરી હતી. તે જ સમયે, એક સમાચાર આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિટનમાં 40 વર્ષમાં, ઓછામાં ઓછા 5 લાખ બિન-મુસ્લિમો પર એક ખાસ સમુદાયના લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો છે.