Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમસ્જિદમાંથી મૌલવીએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા બાદ જમ્મુના ડોડામાં પથ્થરમારો: નૂપુર શર્માનું ગળું...

    મસ્જિદમાંથી મૌલવીએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા બાદ જમ્મુના ડોડામાં પથ્થરમારો: નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી અપાઈ, ઇન્ટરનેટ સેવા સ્થગિત

    જમ્મુ અને કાશ્મીરના ડોડા જીલ્લાની એક મસ્જીદમાં મૌલવીએ ઝેરીલું ભાષણ કરતાં હિંદુઓને અપશબ્દો કહ્યા હતા તેમજ નુપુર શર્માને મારી નાખવાની ધમકી આપતાં અહીં કોમી હિંસા ભડકી ઉઠી હતી અને કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહમાં સાંપ્રદાયિક તણાવ અને પથ્થરમારો થયા બાદ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો તેમજ હવે સેના પણ ખડકી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ક્યાંક પથ્થરમારાના પણ સમાચાર મળ્યા છે. એક મસ્જિદમાંથી મૌલાનાએ ઝેરીલું ભાષણ આપ્યા બાદ તણાવ વધ્યો હતો, મૌલાનાએ નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી આપી હતી.

    ભદ્રવાહમાં પથ્થરમારો ડોડાના ડેપ્યુટી કમિશનરે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. જમ્મુ રેન્જના એડિશનલ ડીજીપી મુકેશ સિંહે ચેતવણી આપી છે કે કાયદો હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા ભદ્રવાહના એક પ્રાચીન મંદિર તોડી પાડવામાં આવ્યા બાદ તણાવ સર્જાયો હતો. આ મંદિરને ભદ્રકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.

    આ સાથે જ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભદ્રવાહ (ડોડા) અને કિશ્તવાડ જિલ્લામાં ઉશ્કેરણીજનક ભાષણો આપીને તણાવ પેદા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મસ્જિદમાંથી ઉશ્કેરણીજનક ઘોષણાઓ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    - Advertisement -

    વીડિયોમાં એક મૌલવી હિંદુઓને અપશબ્દો આપીને નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી આપતો દેખાય છે. વીડિયોમાં સામે મસ્જિદ દેખાઈ રહી છે અને લોકો તેની અને બાજુના ઘરોની છત પર ઉભા જોવા મળે છે. ઉશ્કેરણીજનક ભાષણ વચ્ચે ભીડ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવતી જોવા મળે છે.

    વીડિયોમાં મૌલાના કહે છે કે, “ગૌમૂત્ર પીનારા અને ગાયના છાણમાં સ્નાન કરનારાઓની ‘દુનિયામાં હેસિયત જ શું છે? તેમને જે રિસ્ક મળે છે તે આપણી દહેશતના કારણે મળે છે. તેમને જે હવા મળે છે તે આપણી બરકતથી આવે છે. તેમને દરિયામાંથી પાણી મળે તે આપણી બરકતથી મળે છે. નહીં તો તેમનું અસ્તિત્વ જ શું છે?

    ગળું કાપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મૌલાના કહે છે, “ભાઈઓ, સમય આપણને માથું કાપવાનું પણ શીખવે છે. તો એ બાબતો ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી આપણી સહિષ્ણુતા જળવાઈ રહે ત્યાં સુધી આપણે મૌન છીએ. જો સહનશીલતાથી બહાર નીકળી આવ્યા તો નૂપુર શર્મા ‘ગંદી’ શું? આશિષ કોહલી ‘કૂતરો’ શું? તેમનું માથું ક્યાંક બીજે મળશે અને ધડ બીજે મળશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં