Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાષ્ટ્રપતિ પદ માટે નેટિઝન્સમાં આરિફ મોહમ્મદ ખાનના નામની ચર્ચા, લોકોએ કહ્યું- તેઓ...

    રાષ્ટ્રપતિ પદ માટે નેટિઝન્સમાં આરિફ મોહમ્મદ ખાનના નામની ચર્ચા, લોકોએ કહ્યું- તેઓ રાષ્ટ્રવાદી અને બુદ્ધિમાન, ઇસ્લામી કટ્ટરપંથીઓએ ગણાવ્યા ‘કાફિર’

    દેશ હવે નવા રાષ્ટ્રપતિની રાહ જોઈ રહ્યો છે એવામાં સોશિયલ મિડિયા પર આ નવા રાષ્ટ્રપતિ કોણ હશે એ મુદ્દે આરીફ મોહમ્મદ ખાનના નામની ચર્ચા શરુ થઇ ગઈ હતી.

    - Advertisement -

    એક તરફ ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યા બાદ બીજી તરફ દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તેની ચર્ચા શરૂ થઇ ગઈ છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર લોકો અંદાજ લગાવી રહ્યા છે કે કઈ પાર્ટીમાંથી ઉમેદવારી કોણ કરશે અને દેશના આગલા રાષ્ટ્રપતિ કોણ હોવા જોઈએ. જેમાં સૌથી વધુ ચર્ચા કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અંગે થઇ રહી છે. 

    નેટિઝન્સનું કહેવું છે કે આરિફ મોહમ્મદ ખાન દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર છે. તો બીજી તરફ અમુક ઇસ્લામી કટ્ટરપંથીઓ રાષ્ટ્રપતિ તરીકે આરિફ મોહમ્મદ ખાનના નામની ચર્ચાથી નારાજ જણાયા હતા તો કોઈકે તેમનું પણ માથું કાપી લેવાની વાત કરી હતી! 

    એકે યુઝરે આરિફ મોહમ્મદ ખાનની તસ્વીરો શૅર કરીને લખ્યું કે, તેઓ ખરા અર્થમાં રાષ્ટ્રવાદી છે અને તમામ ધર્મોનું સન્માન કરે છે. તેમણે શૅર કરેલી તસ્વીરોમાં આરિફ મોહમ્મદ ખાન મંદિરોમાં પૂજા કરતા જોવા મળે છે. 

    - Advertisement -

    અલંકૃત નામના એક યુઝરે લખ્યું કે, આરિફ મોહમ્મદ ખાન રાષ્ટ્રપતિ પદના સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર છે કારણ કે તેઓ શિક્ષિત, અનુભવી અને રાષ્ટ્રવાદી છે. જે રીતે ભારતની ધાર્મિક અસહિષ્ણુ છબી બનાવવામાં આવી રહી છે, તેને જોતા રાષ્ટ્રપતિ તરીકે તેમની નિયુક્તિથી એક કડક સંદેશ જશે.”

    પ્રણવ જોશી નામના યુઝરે કહ્યું કે, આરિફ મોહમ્મદ ખાન હાલના સમયે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેના શ્રેષ્ઠ ઉમેદવાર છે. 

    બીજી તરફ, વહાઝ ફૂલ ઈમાન નામના એક યુઝરે આરિફ મોહમ્મદ ખાનનો મંદિરમાં પૂજા કરતો ફોટો શૅર કર્યો હતો અને સાથે લખ્યું હતું કે હું આગામી રાષ્ટ્રપતિ તરીકે આરિફ મોહમ્મદ ખાનના નામની ટીકા કરું છું.

    ઝમા રીઝવી નામના એક યુઝરે આરિફ મોહમ્મદ ખાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 

    એક યુઝરે ટિપ્પણી કરતા કહ્યું કે, ભાજપ અને RSS ભારતમાં તેમના મુસ્લિમદ્વેષને ઢાંક્વા માટે આરિફ મોહમ્મદ ખાનનો એક મોહરા તરીકે ઉપયોગ કરવા જઈ રહ્યા છે. તેમણે આરિફ મોહમ્મદ ખાન અને તેમના પરિવારના કેટલાક સભ્યો RSSના ‘લેપડોગ’ હોવાનું કહ્યું હતું. 

    શોએબ ખાન નામના એક યુઝરે આરિફ મોહમ્મદ ખાનને ‘કાફિર’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની પણ સજા શિરચ્છેદ જ હોવી જોઈએ અને તેમનું માથું કાપી લેવાની વાત કરી હતી. તેણે લખ્યું, “અબ ઇસ કાફિર કી ભી યહી સજા, સર તન સે જુદા.’ 

    ઉલ્લેખનીય છે કે ગઈકાલે ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જે મુજબ 18 જુલાઈના રોજ મતદાન થશે. 21મી જુલાઈએ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી માટે 15 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન નક્કી કરવામાં આવી છે અને 30 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 2 જુલાઈ સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં