Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિદેશ ફરી રહેલા રાહુલને નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ બીજી નોટીસ ફટકારી; સોનિયાને...

    વિદેશ ફરી રહેલા રાહુલને નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ બીજી નોટીસ ફટકારી; સોનિયાને નોટીસ મળવાના બીજા જ દિવસે કોરોના થયો હતો

    નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી ગઈકાલે હાજર ન થતાં ED દ્વારા તેમને આજે ફરીથી સમન્સ આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધી જાણવા મળ્યા અનુસાર વિદેશ યાત્રાએ છે.

    - Advertisement -

    વિદેશ ફરી રહેલા રાહુલને નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ બીજી નોટીસ ફટકારી છે, નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે રાહુલને ગઈકાલે ED સમક્ષ હાજર થવાનું હતું પણ અત્યારે તેઓ વિદેશમાં છે એટલે આગામી 13મી તારીખે વિદેશ ફરી રહેલા રાહુલને ફરી ED ના તેડા આવશે જેના માટે ED એ બીજું સમન ફટકાર્યું છે,

    અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું, રાહુલને અગાઉ 2 જૂનના રોજ ED સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ કેરળની વાયનાડ સીટના લોકસભા સભ્ય રાહુલે દેશની બહાર હોવાથી નવી તારીખ માંગી હતી.

    અધિકારીઓએ જણાવ્યું કે 51 વર્ષીય રાહુલ ગાંધીને હવે 13 જૂને મધ્ય દિલ્હીમાં ફેડરલ એજન્સીના મુખ્યાલયમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તેમની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 8 જૂને એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસ નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતા પાર્ટી દ્વારા પ્રમોટ કરાયેલ યંગ ઈન્ડિયનમાં નાણાકીય ગેરરીતિઓની ED તપાસ સાથે સંબંધિત છે.એજન્સી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નિવેદનો લેવા માંગે છે. નેશનલ હેરાલ્ડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે અને તેની માલિકી યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ છે.

    - Advertisement -

    એજન્સીએ તપાસના ભાગરૂપે તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને પવન બંસલની પૂછપરછ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શેર હોલ્ડિંગ પેટર્ન, નાણાકીય વ્યવહારો અને યંગ ઈન્ડિયન અને એજેએલના પ્રમોટરોની ભૂમિકાને સમજવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ગાંધી પરિવારની પૂછપરછ EDની તપાસનો એક ભાગ છે. 2013માં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી ફોજદારી ફરિયાદના આધારે યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ સામે ઈન્કમટેક્સ વિભાગની તપાસની નોંધ લીધા બાદ એજન્સીએ PMLAની ફોજદારી જોગવાઈઓ હેઠળ નવો કેસ નોંધ્યો હતો.

    તો આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ સપ્તાહની શરૂઆતમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “મોદી સરકારે જાણવું જોઈએ કે આવા બનાવટી અને ખોટા કેસ નોંધીને તેઓ તેમના કાયરતાપૂર્ણ કાવતરામાં સફળ થઈ શકશે નહીં.”

    જોકે રાહુલ ગાંધી જે રીતે વિદેશ યાત્રાઓ માણી રહ્યા છે, તે ઉપરથી આ સમગ્ર કેસ માટે તેઓ ગંભીર હોય તેવું લાગતું તો નથી. પણ તે છતા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ‘ખોટા’ અને ‘બનાવટી કેસ’ નામની ઢાલની ઓથ લેતા જોવા મળી રહ્યા છે. તો બીજીતરફ ED દ્વારા સમન પાઠવવાના બીજા જ દિવસે સોનિયા ગાંધી કોરોના પોઝીટીવ આવ્યા હતા, હવે સોનિયા ગાંધી તપાસ એજન્સી સામે હાજર થશે કે નહિ તે પ્રશ્ન હજુ શમ્યો નથી ત્યાં રાહુલ ગાંધીની વિદેશ યાત્રાના ઓથા બાદ ED એ બીજી નોટીસ ફટકારી છે.

    તો બીજી તરફ પ્રિયંકા ગાંધી વાડ્રા ટ્વીટ કરીને પોતે કોરોના પોઝીટીવ હોવાની જાણકારી આપી હતી, તેઓ પોતાના ટ્વીટમાં લખે છે કે “મારું આજે સામાન્ય લક્ષણો સાથે કોવીડ પોઝીટીવ હોવાનું નિદાન થયું છે, હું કોરોના માટેના તમામ નિર્દેશોનું પાલન કરીને કવોરન્ટીન થઇ રહી છું, મારા સંપર્કમાં આવેલા તમામ લોકો જરૂરી પગલા લઇ સાવચેત રહે.”

    રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓ, ED ના એક પછી એક સમન, પહેલા સોનિયા ગાંધી અને હવે પ્રિયંકા વાડ્રા કોરોના પોઝીટીવ, આ તમામ બાબતો ગાંધી પરિવાર ઉપર તોતિંગ પ્રશ્નાર્થ ચિન્હ લગાવી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં