Tuesday, October 8, 2024
More
    હોમપેજદુનિયાખાલિસ્તાની આતંકીએ દાખલ કર્યો કેસ, ને USની કોર્ટે NSA-પૂર્વ રૉ ચીફ સહિતના...

    ખાલિસ્તાની આતંકીએ દાખલ કર્યો કેસ, ને USની કોર્ટે NSA-પૂર્વ રૉ ચીફ સહિતના ભારતીય અધિકારીઓને મોકલી આપ્યાં સમન્સ: સરકારે કડક શબ્દોમાં આપી પ્રતિક્રિયા 

    ગત નવેમ્બરમાં UKના અખબાર ફાયનાન્સિયલ ટાઈમ્સે એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, અમેરિકાની એજન્સીઓએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યા કરવા માટે રચવામાં આવેલા એક કાવતરાનો ઘટસ્ફોટ કર્યો હતો, જેમાં પછીથી ભારતીય એજન્સીઓનું નામ પણ જોડવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તેમાં ગુપ્તચર એજન્સી રૉનો હાથ હતો. 

    - Advertisement -

    ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની (Gurpatwant Singh Pannun) હત્યાનું કથિત કાવતરું ઘડવાના આરોપસર ચાલતા કેસમાં અમેરિકાની એક કોર્ટે ભારતના ટોચના અધિકારીઓને પણ સમન્સ મોકલી આપ્યાં હતાં. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને પૂર્વ R&AW ચીફ સામંત ગોયલનો પણ સમાવેશ થાય છે. આ સમન્સ પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ નિરાધાર આરોપો છે અને સરકારનું સ્ટેન્ડ બદલાશે નહીં. 

    વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસરીએ સમન્સ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “અમે પહેલા પણ કહ્યું છે કે આ તદ્દન નિરાધાર અને અક્ષમ્ય દોષારોપણ છે. હવે આ મામલે કેસ પણ નોંધાઈ ગયો છે, પણ તેનાથી આ પરિસ્થિતિ પર અમારું વલણ બદલાઈ જવાનું નથી.”

    તેમણે આગળ કહ્યું કે, “આ ચોક્કસ કેસ પાછળ જે વ્યક્તિ છે તેનો ઇતિહાસ શું છે તે જગજાહેર છે. ઈ પણ હકીકત છે કે આ વ્યક્તિ જે સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ ગેરકાયદેસર ઘોષિત થઈ ચૂક્યું છે અને UAPA હેઠળ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, તે અનેક ભારતવિરોધી ગતિવિધિઓમાં સામેલ પણ રહ્યું છે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય ભારતની અખંડિતતા અને સાર્વભૌમિકતાને નુકસાન પહોંચાડવાનો હતો.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે અમેરિકાના ન્યૂ યોર્કના સાઉધર્ન ડિસ્ટ્રિક્ટની કોર્ટે ભારત સરકારના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સહિત અમુક વ્યક્તિઓને સમન્સ પાઠવ્યાં છે. જેમાં NSA અજિત ડોભાલ, પૂર્વ રૉ ચીફ સામંત ગોયલ, રૉ એજન્ટ વિક્રમ યાદવ વગેરેનો સમાવેશ થાય છે. સમન્સની યાદીમાં નિખિલ ગુપ્તાનું પણ નામ છે, જે પન્નુની હત્યાનું કથિત કાવતરું ઘડવાના આરોપસર હાલ USની જેલમાં બંધ છે. આ તમામ પાસેથી 21 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. 

    ગત નવેમ્બરમાં UKના અખબાર ફાયનાન્સિયલ ટાઈમ્સે એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, અમેરિકાની એજન્સીઓએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યા કરવા માટે રચવામાં આવેલા એક કાવતરાનો ઘટસ્ફોટ કર્યો હતો, જેમાં પછીથી ભારતીય એજન્સીઓનું નામ પણ જોડવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તેમાં ગુપ્તચર એજન્સી રૉનો હાથ હતો. 

    બીજી તરફ, ભારત સરકારે આ મામલે સંજ્ઞાન લઈને ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી હતી. સરકારે એમ પણ કહ્યું હતું કે, આ આરોપો તેમની નીતિની વિરુદ્ધ છે અને મામલાની યોગ્ય તપાસ કરવામાં આવશે. જ્યારે USમાં પન્નુએ પોતાની હત્યાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હોવાના દાવા સાથે એક કેસ દાખલ કર્યો હતો. તેણે પોતાના જીવનને જોખમ હોવાનું કહીને વળતરની માંગણી કરી હતી. 

    તેણે અરજીમાં એવો દાવો કર્યો હતો કે, રૉના આદેશથી વિક્રમ યાદવે નિખિલ ગુપ્તાને પન્નુની હત્યા કરવા માટે માણસો ભાડે રાખવાનું કામ સોંપ્યું હતું અને આ મર્ડર પ્લોટ પૂર્વ રૉ ચીફ અને NSAએ મંજૂર કર્યો હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો કે, હિટમેન USના જ અન્ડરકવર એજન્ટ નીકળતાં ષડ્યંત્ર પાર પડી શક્યું ન હતું. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું કે, વડાપ્રધાન મોદીને પણ આ સમગ્ર બાબતની જાણ હતી પરંતુ ‘હેડ ઑફ સ્ટેટ’ હોવાના કારણે તેમને આરોપી બનાવી શકાય તેમ નથી. 

    અરજીમાં પન્નુએ કહ્યું કે, ખાલિસ્તાન તરફી ચળવળ ચલાવવાના કારણે ભારત સરકાર તેને ટાર્ગેટ કરી રહી છે. પરંતુ હકીકત એ છે કે તે એક ઘોષિત આતંકવાદી છે અને USમાં છુપાઈને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતો રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં