Friday, September 20, 2024
More
    Home Blog Page 1042

    જો ઇસ્લામોફોબિયા છે તો હિંદુફોબિયા પણ છે, બેવડા માપદંડ સ્વીકાર્ય નથી: ભારતે યુએનમાં ઇસ્લામિક દેશોને આપી સલાહ, બામિયાનનું ઉદાહરણ આપ્યું

    ધાર્મિક દ્વેષને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે વિશ્વના દેશો દ્વારા અપનાવવામાં આવતા બેવડા ધોરણો પર આકરા પ્રહારો કર્યા છે. ભારતે કહ્યું કે રિલિજિયોફોબિયા તમામ ધર્મોને લાગુ પડવો જોઈએ, માત્ર અબ્રાહમિક ધર્મો (યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ)ને જ નહીં.

    સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ TS તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, “રિલિજિયોફોબિયા એ માત્ર 1 કે 2 ધર્મો સાથે સંકળાયેલી પસંદગીયુક્ત પ્રથા ન હોવી જોઈએ, પરંતુ તે બિન-અબ્રાહમિક ધર્મો સામે પણ સમાન રીતે લાગુ થવી જોઈએ. ધાર્મિક ડર પર બેવડા ધોરણો હોઈ શકે નહીં.”

    તિરુમૂર્તિએ કહ્યું, “અમે વારંવાર ભાર મૂક્યો છે કે ધાર્મિક ડરનો સામનો કરવો એ માત્ર એક કે બે ધર્મો સાથે સંકળાયેલી પસંદગીની કવાયત ન હોવી જોઈએ, પરંતુ બિન-અબ્રાહમિક ધર્મો સામે સમાન રીતે લાગુ પડવી જોઈએ. જ્યાં સુધી આ કરવામાં નહીં આવે, આપણે ક્યારેય આપણાં ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી શકીશું નહીં.”

    તેમણે કહ્યું કે ભારતે માત્ર અબ્રાહમિક ધર્મો સામે જ નહીં, પરંતુ શીખ ધર્મ, બૌદ્ધ અને હિંદુ ધર્મ સહિતના તમામ ધર્મો સામે નફરત અને હિંસાનો સામનો કરવા માટે અવિરત પ્રયાસો કર્યા છે. વાસ્તવમાં, તિરુમૂર્તિ દ્વેષપૂર્ણ ભાષણ, બિન-ભેદભાવ અને શાંતિના મૂળ કારણો પર શિક્ષણની ભૂમિકાના આંતરરાષ્ટ્રીય દિવસની પ્રથમ વર્ષગાંઠ પર બોલી રહ્યા હતા.

    તિરુમૂર્તિએ વધુમાં ઉમેર્યું, “અમે સહિષ્ણુતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ. કોઈપણ મતભેદને કાનૂની માળખામાં ઉકેલવો જોઈએ.” બીજેપીના બે નેતાઓની ટિપ્પણી પર કેટલાંક મુસ્લિમ દેશો દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા અંગે સલાહ આપતાં તેમણે કહ્યું કે, અન્ય દેશોને ખાસ મુદ્દો બનાવીને ભારત પ્રત્યે ગુસ્સો બતાવવાની બિલકુલ જરૂર નથી.

    હિંદુ-શીખો પર વધી રહેલા હુમલા અંગે તેમણે કહ્યું કે, ગુરુદ્વારા, મઠો અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર હુમલામાં વધારો થવાના સ્વરૂપમાં ધાર્મિક ડર જોવા મળી શકે છે. આનું ઉદાહરણ બિન-અબ્રાહમિક ધર્મો વિરુદ્ધ નફરત અને પ્રચારના પ્રસારમાં વધારો છે.

    અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરવાદનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે બામિયાનમાં પ્રતિષ્ઠિત બુદ્ધ પ્રતિમાની તોડફોડ, ગુરુદ્વારા પર આતંકવાદી હુમલો, કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ અને બૌદ્ધ મંદિરોનો વિનાશ જેવા ધાર્મિક દ્વેષના કૃત્યોની પણ નિંદા થવી જોઈએ.

    જણાવી દઈએ કે શનિવારે (19 જૂન 2022) અફઘાનિસ્તાનના કાબુલમાં ગુરુદ્વારા કર્તે પરવાન પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. તે જ રીતે, માર્ચ 2020 માં, અફઘાનિસ્તાનમાં એક ગુરુદ્વારા પર ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 25 શીખો માર્યા ગયા હતા.

    તિરુમૂર્તિએ એમ પણ કહ્યું કે ભારતીય સમાજની બહુ-સાંસ્કૃતિક રચનાએ સદીઓથી ભારતને આશ્રયદાતા બનાવ્યું છે. યહૂદી સમુદાય હોય, પારસી સમુદાય હોય કે પડોશી તિબેટીયન સમુદાય હોય, ભારતે દરેકને સુરક્ષિત આશ્રય આપ્યો છે.

    ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ભારત આતંકવાદનો સૌથી મોટો શિકાર છે, ખાસ કરીને સરહદ પારના આતંકવાદનો. તેમણે કહ્યું કે તમામ દેશોએ એવી શિક્ષણ પ્રણાલી વિકસાવવી જોઈએ, જે લોકશાહીના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપીને આતંકવાદ સામે લડવામાં ખરા અર્થમાં યોગદાન આપી શકે.

    નોંધનીય છે કે, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ આ વર્ષની શરૂઆતમાં 15 માર્ચને ઇસ્લામોફોબિયા સામે લડવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવ પાકિસ્તાને રજૂ કર્યો હતો.

    ભારતે માત્ર એક ધર્મ વિરુદ્ધ ફોબિયા માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું કે આ દિવસોમાં ધાર્મિક ફોબિયાના ઘણા પ્રકારો વધી રહ્યા છે, જેમાં ખાસ કરીને હિન્દુ વિરોધી, બૌદ્ધ વિરોધી અને શીખ વિરોધી ફોબિયાનો સમાવેશ થાય છે.

    તિરુમૂર્તિએ તે સમયે કહ્યું હતું કે ભારતને આશા છે કે આનાથી પસંદગીના ધર્મો પર આધારિત ફોબિયા પર અનેક ઠરાવો આવશે અને સંયુક્ત રાષ્ટ્રને ધાર્મિક રીતે વિભાજીત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે માત્ર એક ધર્મને બદલે સમગ્ર રીતે ધાર્મિક ભય ફેલાવવા પર પ્રતિબંધને સ્વીકારવાનો સમય આવી ગયો છે.

    નોંધપાત્ર રીતે, વિશ્વભરમાં હિંદુ ધર્મના 1.2 અબજ, બૌદ્ધ ધર્મના 535 મિલિયન અને શીખ ધર્મના 30 મિલિયનથી વધુ અનુયાયીઓ છે. તે જ સમયે, વિશ્વભરમાં ઇસ્લામને માનનારા લોકોની સંખ્યા 1.8 અબજ છે અને ખ્રિસ્તીઓની સંખ્યા 2.3 અબજ છે. યહૂદીઓની સંખ્યા 1.52 મિલિયન અને પારસીઓની સંખ્યા લગભગ 2 લાખ છે.

    યાદાસ્ત ગુમાવી ચૂકેલા કેજરીવાલ સરકારના સ્વાસ્થ્યમંત્રીનું ‘દિલ્હી સ્વાસ્થ્ય મોડલ’ લકવાગ્રસ્ત: નવી ખરીદવાના બદલે એમ્બ્યુલન્સો ભંગારમાં વેચી કાઢી: RTIમાં ખુલાસો

    ગુજરાતનાં એક જાગૃત નાગરિક સુજીત પટેલ (સુજીત હિંદુસ્તાની)ની આરટીઆઇ દ્વારા ફરી એકવાર અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારના ખોખલા દાવાઓની પોલ ખૂલી છે. આ વખતે દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયની એમ્બ્યુલન્સ વિષે કરેલ દાવાઓ અને RTI દ્વારા સામે આવેલ સત્યનો મામલો દિલ્હી સ્વાસ્થ્ય મોડલ વિષેના ફુગ્ગાની હવા કાઢે છે.

    દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આમ તો જ્યારે પણ અન્ય રાજ્યોમાં જતાં હોય છે ત્યારે પોતાના સ્વાસ્થ્ય મોડલની વાહવાહી કરતાં થાકતા નથી. પરંતુ તેમનું આ દિલ્હી સ્વાસ્થ્ય મોડલ અંદરથી ખોખલું છે એ અવાર નવાર સાબિત થતું આવ્યું છે.

    હાલના તાજી RTI વિષે ઑપઇન્ડિયા સાથેની વિશેષ વાતચીતમાં આરટીઆઇકર્તા સુજીત હિંદુસ્તાનીએ જણાવ્યુ કે, “મને પહેલાથી કેજરીવાલ અને તેમની સરકાર દ્વારા કરવામાં આવતી જુદી જુદી પેઇડ જાહેરાતો અને દાવાઓ પર શંકા જતી હતી. એટ્લે તેમના દાવાઓનું સત્ય જાણવા મે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ માહિતી અધિકાર અધિનિયમની મદદથી જુદી જુદી RTI કરીને સરકારી ખાતાઓ પાસેથી જવાબ માંગવાનુ શરૂ કર્યું.”

    “અને જેમ મને અને મોટાભાગના લોકોને શંકા હતી એ જ થયું. આરટીઆઇ દ્વારા મળેલ માહિતીઓ મુજબ કેજરીવાલ સરકારના મોટાભાગના દાવાઓ અને જાહેરાતો ખોટા સાબિત થવા માંડ્યા.” પટેલે આગળ જણાવ્યુ.

    દિલ્હી સ્વાસ્થ્ય મોડલની ફરી પોલ ખૂલી

    સુજીત પટેલની તાજી RTIમાં કેજરીવાલની સરકારના સ્વાસ્થ્ય વિભાગ વિષે મોટો ઘટસ્ફોટ થયો છે. તેમણે પોતાની આરટીઆઇમાં દિલ્હી માહિતી ખાતાને દિલ્હી સ્વાસ્થ્ય વિભાગમાં 2014 બાદ નવી ઉમેરાયેલ પેસન્ટ એમ્બ્યુલન્સ અને લાઈફ સપોર્ટ ઓન વ્હીલ એમ્બ્યુલન્સના આંકડાઓ વિષે 2 પ્રશ્ન પૂછ્યા હતા. સાથે બીજા 2 પ્રશ્નમાં આ જ સમયગાળા દરમિયાન કેજરીવાલ સરકારે કેટલી એમ્બ્યુલન્સ સ્ક્રેપમાં આપી તેના પણ આકડા માંગ્યા હતા.

    સસુજીત હિંદુસ્તાનીની આરટીઆઇનો જવાબ (ફોટો: સુજીત પટેલ દ્વારા)

    આ આરટીઆઇનો માહિતી ખાતા દ્વારા જે જવાબ અપાયો છે તે આંખ ઉઘાડનારો છે. માહિતી ખાતાએ 4 પ્રશ્નોનાં આપેલ જવાબ નીચે મુજબ છે.

    1. ૨૦૧૪ થી લઈને એપ્રિલ ૨૦૨૨ દરમિયાન કેજરીવાલ સરકારે દર્દીઓને દવાખાના સુધી લઈ જઈ શકાય એ પ્રકારની એક પણ ‘પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ’ ખરીદી નથી.
    2. કેજરીવાલ સરકારે આ જ સમય દરમિયાન આવી ૯ (નવ) પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સને પ્રતિ એમ્બ્યુલન્સ ૨૩,૬૫૯/- ના ભાવે ભંગારમાં વેચી મારી છે.
    3. ૨૦૧૪ થી લઈને એપ્રિલ ૨૦૨૨ દરમિયાન કેજરીવાલ સરકારે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી શકાય એ પ્રકારની ‘એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ’ (જેમાં ઓકસીજન, આઇસીયુ, ઇસીજી વિગેરેની સુવિધા હોય છે) કુલ ૧૦ (દસ) ખરીદી છે.
    4. આ જ સમય દરમિયાન કેજરીવાલ સરકારે કુલ ૨૦ (વીસ) એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ પ્રતિ એમ્બ્યુલન્સ ૭૫,૨૪૬/- ના ભાવે ભંગારમાં વેચી મારી છે.

    આમ, 2014થી હમણાં સુધી દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યા વધી તો નથી જ પરંતુ તેમાં મોટો ઘટાડો થયો છે. એપ્રિલ 2022 સુધી દિલ્હીમાં પેસન્ટ ટ્રાન્સપોર્ટ એંબ્યુલન્સમાં 9 નો ઘટાડો થયો છે અને એડ્વાન્સ લાઈફ સપોર્ટ એંબ્યુલન્સમાં 20નો ઘટાડો થયો. 29 એમ્બ્યુલન્સના ઘટાડા સામે દિલ્હી સરકારે આ સમયગાળામાં માત્ર 10 નવી એમ્બ્યુલન્સ વસાવી છે.

    એટ્લે એકંદરે દિલ્હીમાં 2014 સુધી જેટલી એમ્બ્યુલન્સ હતી તેમાં 19નો ઘટાડો થઈને હાલ 2022માં ઓછી એમ્બ્યુલન્સ છે.

    દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી પોતે જેલમાં

    નોંધનીય વાત તો એ છે કે હાલ દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન પોતે જ ભ્રષ્ટાચાર અને મની લોંડરિંગના આરોપોમાં જેલમાં બંધ છે. ઇડીની તપાસમાં જૈને થોડા દિવસ પહેલા જણાવ્યુ હતું કે તેમને કોરોના થ્ય બાદ તેમની યાદશક્તિ ક્ષતિગ્રત થઈ હતી. તો આવા યાદશક્તિ ગુમાવેલ વ્યક્તિને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી બનાવી રાખીને અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને છેતર્યા હોવાનું સાફ સાફ જણાઈ આવે છે સાથે જ તેમના કથિત સ્વાસ્થ્ય મોડલના દાવાની પણ પોલ ખૂલી જાય છે.

    આ પહેલા પણ RTIમાં થયા હતા ઘણા ખુલાસા

    આ પહેલી વાર નથી કે કોઈ આરટીઆઇમાં કેજરીવાલના દિલ્હી સ્વાસ્થ્ય મોડલની પોલ ખૂલી હોય. સુજીત હિંદુસ્તાનીની મદદથી તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પહેલા પણ એમની RTI દ્વારા અનેક ખુલાસાઓ થયેલા છે.

    આમ આદમી પાર્ટીએ પોતાના 2015 ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આવશે તો 4000 ડોક્ટર અને 15,000 નર્સ અને પેરમેડિકલ સ્ટાફને કાયમી કરશે. પરંતુ એક આરટીઆઇના જવાબમાં માહિતી મળી હતી કે 2015ની ચૂંટણી જીત્યા બાદ પણ 2020 સુધી દિલ્હી સરકારે એમથી એકને પણ કાયમી કર્યા નહોતા.

    અન્ય એક આરટીઆઇમાં પટેલે પ્રશ્ન કર્યો હતો કે 2015 પહેલા અને પછી દિલ્હીમાં સ્વાસ્થ્ય કેન્દ્રોની સંખ્યામાં શું બદલાવ થયો છે. આ આરટીઆઇનો જવાબ પણ ખૂબ જ વિસ્ફોટક હતો. કેમ કે પોતાના દિલ્હી સ્વાસ્થ્ય મોડલને વિશ્વકક્ષાનું બતાવનાર કેજરીવાલના રાજયમાં તેમની સરકાર આવ્યા બાદ ખરેખર તો સ્વાસ્થ્ય કેન્દ્રોની સંખ્યા વધવાની જગ્યાએ ઘટી હતી.

    આમ એક જાગૃત ગુજરાતીની મહેનતના કારણે કેજરીવાલનું જૂઠું દિલ્હી સ્વાસ્થ્ય મોડલ કડકભૂસ થવા પામ્યું છે. આ પહેલા પણ આમ આદમી પાર્ટીના અનેક જૂઠાણાં જુદી જુદી RTI દ્વારા ખુલ્લા પડતાં રહ્યા છે અને આગળ પણ જો નાગરિકો આટલા જ જાગૃત રહેશે તો કોઈ પણ ભારતના નાગરિકોને જુઠા વડાઓ અપાઈને ઉલ્લુ નહીં માનવી શકે.

    અરુણાચલપ્રદેશ-ગુજરાત વચ્ચે રુક્મણી-કૃષ્ણ યાત્રાને મજબૂત કરવા માટે કામ કરશે NMA ,ધાર્મિક સભ્યતા સાથે રાષ્ટ્રીય એકતા મજબુત કરશે આ પ્રકલ્પ

    અરુણાચલપ્રદેશ-ગુજરાત વચ્ચે રુક્મણી-કૃષ્ણ યાત્રાને સફળ કરવા માટે યોજના બનવાઇ. અરુણાચલ પ્રદેશના ડેપ્યુટી સીએમ શ્રી ચૌવના મેઈન અને NMA અધ્યક્ષ શ્રી તરુણ વિજયની આગેવાની હેઠળ ટોચના નેશનલ મોન્યુમેન્ટલ ઓથોરિટી (NMA) અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. રુક્મિણી અને ભગવાન કૃષ્ણ કથા દ્વારા ગુજરાત સાથે સાંસ્કૃતિક જોડાણ કરવા અરુણાચલપ્રદેશ-ગુજરાત વચ્ચે રુક્મણી-કૃષ્ણ યાત્રાને શરુ કરાશે.

    NMAના અધ્યક્ષ, તરુણ વિજયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સુદૂર પૂર્વ અને દૂરના પશ્ચિમ ખૂણાઓ વચ્ચે સાંસ્કૃતિક પ્રવાસન વધારવા માટે ગુજરાતના લોકો ભીષ્મક નગરની મુલાકાત લે અને ભીષ્મક નગરના લોકો ગુજરાત પ્રવાસ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય વડાપ્રધાન દ્વારા કલ્પના કરાયેલ રાષ્ટ્રીય એકતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને પ્રોત્સાહન આપવાનો છે.

    NMA સ્મારકની જાળવણી અને અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે મોટા પાયે રુક્મિણી કૃષ્ણ યાત્રાનું આયોજન કરવા અને તેને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવે છે. NMA ટીમે રુક્મિણી મહેલના સુપ્રસિદ્ધ ભીષ્મક નગર મુલાકાત લીધી અને ગામના કેટલાક વડીલોને મળ્યા જેમણે શ્રી કૃષ્ણ સાથે રુક્મિણીના લગ્નની સુંદર ગાથા વર્ણવી જે હજુ પણ ઇદુ મિશ્મી આદિવાસી ગીતોમાં ગવાય છે. ટીમ એક ઇદુ મિશ્મી યુવતીને પણ મળી જેનું નામ તેના માતા-પિતાએ રૂકમણી રાખ્યું છે. તેણીએ તેમના માટે સ્થાનિક રુક્મિણી ભીષ્મક ગીત ગાયું જે યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં અરુણાચલની રુક્મિણી સાથે કૃષ્ણના લગ્નની પણ ઉજવણી કરવામાં આવી હતી.

    તરુણ વિજયે જણાવ્યું હતું કે રુક્મિણી-કૃષ્ણ દંતકથા દ્વારા મિશન રાષ્ટ્રીય એકતાની કલ્પના કરવામાં મદદ કરવા માટે ગુજરાતના જાણીતા આર્કિટેક્ટ અને સાંસ્કૃતિક વિભાવનાકાર હેમરાજ કામદાર અને આંધ્રપ્રદેશના પ્રોફેસર કૈલાશ રાવ ખાસ તેમની સાથે છે. તરુણ વિજયે એમ પણ કહ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષમાં સંસ્કૃતિના જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાના દોરને મજબૂત બનાવવું મહત્વપૂર્ણ છે.

    અરુણાચલ પ્રદેશને તેની સાંસ્કૃતિક સ્મૃતિની જાળવણી માટે ખૂબ જ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે એક પેઢીથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત મૌખિક ઇતિહાસ ઝડપથી અદૃશ્ય થઈ રહ્યો છે કારણ કે ગામના વડીલો અને ઈગસ (પરંપરાગત ઉપચાર કરનારા) સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

    NMA એ સંખ્યાબંધ સ્વદેશી પુરાતત્વીય સ્થળોની મુલાકાત લીધી અને આ સંવેદનશીલ સરહદી રાજ્યના મૂર્ત અને અમૂર્ત સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે વિગતવાર અહેવાલ તૈયાર કરી રહ્યું છે.

    રૂબીનાના અનોખા લગ્ન: વરરાજા બુલડોઝર પર પહોંચ્યા, ‘બુલડોઝર બાબા કી જય’ના ​​નારા લગાવ્યા, ઉત્તરપ્રદેશના બહરાઇચની ઘટના

    લગ્ન કે નિકાહ જેવા કોઈપણ સમારોહમાં આપણે ઘણીવાર ઘોડા, હાથી કે કાર દ્વારા વરઘોડો નીકળતા જોયા હશે. પરંતુ એક એવા લગ્ન ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયા, જ્યાં એક વરરાજા પોતે બુલડોઝર પર લગ્નનો વરઘોડો લઈને પહોંચી ગયો હતો. બુલડોઝર પર આવેલા આ વરઘોડાની ચારેય બાજુ ચર્ચાઓ થઈ રહી છે. આ પ્રસંગે બુલડોઝર બાબા (ઉત્તરપ્રદેશના CM યોગીને બુલડોઝર બાબા તરીકે ઓળખવામાં આવે છે)ના નામનો પણ જાપ કરવામાં આવ્યો હતો.

    વાસ્તવમાં ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગુનેગારો પર કડક કાર્યવાહીના કારણે બુલડોઝર ખૂબ જાણીતું થઈ ગયું છે. તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર આ અનોખા લગ્નની આ ઘટના બહરાઈચ જિલ્લાની છે. જિલ્લાના રિસિયા બ્લોકના રહેવાસી સલીમની પુત્રી રૂબીનાના લગ્ન શ્રાવસ્તી જિલ્લાના જમુન્હા બ્લોકના આલા ગામના મોહનના પુત્ર બાદશાહ સાથે નક્કી થયા હતા.

    શનિવારે (18 જૂન, 2022) જ્યારે નિકાહ માટે વરઘોડો નીકળ્યો ત્યારે અડધો ડઝન બુલડોઝર વરઘોડામાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બુલડોઝર પર લગ્નનો વરઘોડો પહોંચ્યા પછી, બુલડોઝર પર સવાર વરરાજાને આજુબાજુ ફેરવવામાં આવ્યો હતો, જેને જોવા માટે લોકોનો ધસારો ઉમટ્યો હતો. આ પ્રસંગે ઝહૂર ખાન, છોટન, રમઝાન, શંકરપુર સહિત ઘણા લોકો બુલડોઝર પર સવારી કરતા જોવા મળ્યા હતા. આ લોકોએ ‘બુલડોઝર બાબા કી જય’ના નારા પણ લગાવ્યા હતા. બારાતીઓ કહેતા હતા કે દરેકના લગ્નમાં ગાડીઓ હોય છે. તેથી જ અમે કંઈક નવું કરવાનું વિચાર્યું. બારાતીઓના કહેવા પ્રમાણે, તેઓએ આ નવો પ્રયોગ કર્યો છે અને તેને ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

    નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સરકાર ગુનેગારો, માફિયાઓ અને તોફાનીઓ વિરુદ્ધ સતત બુલડોઝરની કાર્યવાહી કરી રહી છે. આવી સ્થિતિમાં બુલડોઝરનો મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં, શુક્રવારની નમાજ પછી, સરકારે તોફાનીઓની ગેરકાયદેસર જગ્યાઓ પર બુલડોઝર ચલાવ્યું હતું. મીડિયા અને સોશિયલ મીડિયા દરેક જગ્યાએ ઉત્તર પ્રદેશ સરકારના બુલડોઝરની વાત કરી રહ્યા છે. એવામાં બુલડોઝર પર લગ્નનો વરઘોડો કાઢવાની આ ઘટનાએ દેશભરમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

    વિડીયોમાં ખુલી પ્રદર્શનની પોલ, અગ્નિપથ શું છે તે ખબર નથી, જાણો કોણ છે મનીષ ભૈયા જેના કહેવા પર યુવક પ્રદર્શનનો ઝંડો લઈને રોડ પર બેઠો

    વિડીયોમાં ખુલી પ્રદર્શનની પોલ અગ્નિપથ શું છે તે ખબર નથી, જાણો કોણ છે મનીષ ભૈયા જેના કહેવાપર યુવક પ્રદર્શનનો ઝંડો લઈને રોડ પર બેઠો હતો.દેશના યુવાનોને સેના તરફ આકર્ષવા અને તેમને શિસ્તબદ્ધ બનાવવા કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો સૌથી વધુ વિરોધ બિહારમાં થયો હતો. બક્સર જિલ્લામાં રમખાણો અટકાવતી વખતે ઘાયલ થયેલા એક સબ-ઇન્સ્પેક્ટરે તેમના નિવેદનમાં આ ઘટનાને ભાડાના ટોળા દ્વારા કરવામાં આવેલ હુમલો ગણાવ્યો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. આમાં ધરણા કરી રહેલો એક યુવક અગ્નિપથ યોજના વિશે કોઈ માહિતીથી અજાણ દેખાયો અને સવાલ પૂછવા પર તેણે કહ્યું કે તેને મનીષ ભૈયાએ બોલાવ્યો છે.

    આ વીડિયો સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો પર પણ કેટલાંક લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે આખરે ‘મની ભૈયા’ છે કોણ ?

    તસ્વીર સાભાર Opindia Hindi

    પટના યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ છે મનીષ ભૈયા ઉર્ફે મનીષ યાદવ

    સોશિયલ મીડિયા પર લગાવવામાં આવી રહેલી તમામ અટકળો વચ્ચે અમે મનીષ ભૈયાને શોધવાનું શરૂ કર્યું. આ સર્ચ દરમિયાન અમે વાયરલ થયેલા વીડિયોમાં વિરોધીઓના હાથમાં જન અધિકાર પાર્ટીનો ઝંડો જોયો. બાદમાં, માહિતી એકઠી કરતા ખબર પડી કે પટનામાં પ્રદર્શનમાં થયું હતું. જ્યારે અમે આખો વિડિયો સર્ચ કર્યો ત્યારે વિરોધીએ મનીષ ભૈયાને દૂર બેઠેલા દેખાડ્યા અને જન અધિકાર પાર્ટી સાથે જોડાયેલા હોવાનું કહ્યું. આ વીડિયો IVTV નામની સ્થાનિક ન્યૂઝ એજન્સીએ બનાવ્યો છે.

    જ્યારે અમે વધુ માહિતી એકઠી કરી તો ખબર પડી કે આ વીડિયો 17મી જૂન 2022 (શુક્રવાર)નો છે. આ દિવસે, પટનામાં જન અધિકાર પાર્ટીના પ્રદર્શનનું નેતૃત્વ પટના યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ અને જન અધિકાર પાર્ટીના યુવા મોરચાના હોદ્દેદાર મનીષ યાદવે કર્યું હતું. OpIndiaએ વિરોધનું નેતૃત્વ કરનાર મનીષ યાદવ સાથે વાત કરી હતી. મનીષે કહ્યું હતું કે, “હું વાયરલ વીડિયોમાં દેખાતા યુવકને ઓળખતો નથી, પરંતુ તે દિવસે મેં પટનામાં ડાક બંગલા ચૌરાહા પ્રદર્શન કર્યું હતું. એ યુવક કદાચ મારા કોઈ પરિચિત સાથે આવ્યો હશે.” મનીષ યાદવે કબૂલ્યું હતું કે વીડિયો ફૂટેજ તેના પોતાના પ્રદર્શનનો છે. તે જ દિવસે પટનામાં પ્રદર્શન દરમિયાન મનીષ યાદવે કેન્દ્ર સરકારને અગ્નિપથ યોજના પાછી ખેંચવા માટે 72 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.

    બિહારમાં જ સહરસા જિલ્લાની જન અધિકાર પાર્ટીના મનીષ યાદવ નામના અન્ય એક નેતાએ પણ કબૂલ્યું છે કે વાયરલ વીડિયોમાં જે છોકરો મનીષ ભૈયા વિશે વાત કરી રહ્યો છે તે પટના યુનિવર્સિટીનો વિદ્યાર્થી સંઘ પ્રમુખ અને તેની જ પાર્ટીનો નેતા મનીષ યાદવ છે.

    કાબુલના ગુરુદ્વારામાં આતંકવાદી હુમલો, ગુરુ ગ્રંથ સાહિબને બચાવવામાં શીખો દાજ્યા, ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલયની ચાંપતી નજર

    કાબુલના ગુરુદ્વારામાં આતંકવાદી હુમલો થયો હતો. શનિવારે (18 જૂન 2022), વૈશ્વિક આતંકવાદી સંગઠન ISIS એ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ‘કરતે પરવાન’ ગુરુદ્વારા પર હુમલો કર્યો. આ બ્લાસ્ટમાં ઘણા લોકોના મોત થયા હતા. જો કે આ દરમિયાન રાહતના સમાચાર એ હતા કે આતંકવાદી હુમલા દરમિયાન શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથ સાહિબ’ને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. કાબુલના ગુરુદ્વારામાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતીય વિદેશ મંત્રાલય સતત નજર રાખી રહ્યું છે.

    રિપોર્ટ અનુસાર, પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથ સાહિબ’ને તેમની પૂજા કરવા માટે સુરક્ષિત રીતે ગુરનામ સિંહના ઘરે લઈ જવામાં આવ્યા હતા. ગુરુનામ સિંહ ગુરુદ્વારા કર્તે પરવાનના પ્રમુખ છે. આ ઘટનાના વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે, જેમાં ગુરુનામ સિંહ પોતાના માથા પર ગુરુ ગ્રંથ સાહિબ લઈને જતા જોવા મળે છે. રિપબ્લિક ટીવીએ એક સ્ત્રોત દ્વારા દાવો કર્યો હતો કે સ્થાનિક શીખોએ પવિત્ર ગ્રંથને બચાવવા માટે આગની વચ્ચે પોતાની જાતને જોખમમાં મૂકી હતી .

    શું છે આખી ઘટના

    ઉલ્લેખનીય છે કે, શનિવારે કાબુલમાં ગુરુદ્વારા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરે ગુરુદ્વારામાં હાજર લોકો પર અચાનક અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે દરમિયાન ગુરુદ્વારામાં 20-25 લોકો હતા. આ હુમલો તાલિબાન વિરોધી આતંકવાદી જૂથ દાઈશ/ISIS દ્વારા કરવામાં આવ્યો હોય તેવી શક્યતા છે.

    એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરુદ્વારા કર્તે પરવાન પર હુમલો કરનારા ISIS-ખોરાસાનના તમામ આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં એક સુરક્ષાકર્મીનું પણ મોત થયું છે. મૃતકની ઓળખ અહેમદ તરીકે થઈ છે.

    તે જ સમયે, અફઘાનિસ્તાનની રાજધાનીમાં ગુરુદ્વારા કાર્તે પરવાન પર ઘાતક હુમલા પછી, વિદેશ મંત્રાલયે પણ હુમલાની નિંદા કરી અને તેની ચિંતા વ્યક્ત કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું, “અમે કાબુલથી તે શહેરમાં પવિત્ર ગુરુદ્વારા પર હુમલા અંગેના અહેવાલોથી ખૂબ ચિંતિત છીએ. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને આગળના ઘટનાક્રમ અંગે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.”

    આ સિવાય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુરુદ્વારા કાર્ટ પરવાન પરના કાયરતાપૂર્ણ હુમલાને શક્ય તેટલા સખત શબ્દોમાં વખોડવાની જરૂર છે. અમને હુમલાના સમાચાર મળ્યા ત્યારથી અમે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારી પ્રથમ અને મુખ્ય ચિંતા સમુદાયના કલ્યાણની છે.”

    આંદોલનજીવી ખેડૂત નેતા હવે બનશે રક્ષા વિશેષજ્ઞ: અગ્નિપથ યોજનાના વિરોધમાં ફરીથી રસ્તા પર ઊતરશે ભારતીય કિસાન યુનિયનમાંથી નિષ્કાસિત થયેલ રાકેશ ટિકૈત

    કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના પરના હોબાળા વચ્ચે, કથિત ખેડૂત નેતા રાકેશ ટિકૈત શનિવારે (18 જૂન, 2022) ઉત્તરાખંડના હરિદ્વારમાં એક આક્રોશ રેલી કાઢી હતી. ટિકૈતે સરકાર પર યુવાનો સાથે અશ્લીલ મજાક કરવાનો આરોપ લગાવ્યો હતો. ટીકૈતની પદયાત્રામાં ખેડૂતોની સાથે ભારતીય કિસાન યુનિયનના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

    રેલી દરમિયાન, BKU નેતાએ સૂત્રોચ્ચાર કરીને સરકારને અગ્નિપથ યોજના પાછી ખેંચવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે હરિદ્વારમાં ચાલી રહેલા કિસાન મહાકુંભનો શનિવારે ત્રીજો દિવસ છે. આ પ્રસંગે રાકેશ ટિકૈતે કહ્યું કે 30 જૂને ભારતીય કિસાન યુનિયન દેશભરના રાજ્યોના જિલ્લા મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

    કાળી પટ્ટી પહેરીને રેલી કાઢી

    પ્રદર્શન દરમિયાન રાકેશ ટિકૈત સહિત બીકેયુના તમામ કાર્યકરો હાથ પર કાળી પટ્ટી બાંધીને લાલકોઠીથી વીઆઈપી ઘાટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી સીસીઆર થઈને રોડી બેલવાલા મેદાનમાં ગયા હતા. ખેડૂત આગેવાનોએ કહ્યું કે કાં તો કેન્દ્ર સરકાર આ યોજના પાછી ખેંચે અથવા તેના પર સ્પષ્ટતા આપે. ખેડૂત આગેવાનોએ કહ્યું કે સરકારે આ નિયમ બનાવવો જોઈએ કે 18 વર્ષના યુવાનોને લશ્કરી તાલીમ આપવી જોઈએ, અને 4 વર્ષની સેવા પછી બેરોજગાર નહીં.

    આ સાથે ભારતીય કિસાન યુનિયન વતી સિટી મેજિસ્ટ્રેટ અવધેશ કુમાર સિંઘ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન હરિદ્વાર પોલીસે પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આમ કરવામાં સફળ થઈ શકી નહીં.

    બે દિવસમાં આર્મી બાહર પડશે નોટિફિકેશન

    નોંધનીય છે કે અગ્નિપથ યોજનાનો ભલે વિરોધ થઈ રહ્યો હોય, પરંતુ સત્ય એ છે કે આ માટે બે દિવસમાં ભરતી માટેની સૂચના જારી કરવામાં આવશે. આર્મી ચીફ મનોજ પાંડેએ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં આ માટે નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

    અહિયાં નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ભારતીય કિસાન યુનિયને રાજકારણ રમવાનો આરોપ લગાવી રાકેશ ટિકૈતને BKUમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હતો. જે બાદ સંગઠનના બે ભાગ પડ્યા હતા.

    તો હવે જોવાનું એ છે કે ભૂતકાળમાં દેશભરના ખેડૂતોને ઉકસાવીને આંદોલન દ્વારા દેશને બાનમાં લેનાર આંદોલનજીવી કથિત ખેડૂત નેતા રાકેશ ટિકૈત શું હવે એ જ રીતે યુવાનોને ભડકાવીને આંદોલન કરવામાં સફળ રહેશે કે નહીં.

    ગુજરાતમાંથી હજયાત્રીઓમાં 60% ઘટાડો, જાણો તેનું કારણ

    ગુજરાતમાંથી હજયાત્રીઓમાં 60% ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય કોવિડ પ્રોટોકોલને જોતાં, સામાન્ય હજ યાત્રીઓમાંથી માત્ર 40% લોકોને 2022ના ક્વોટા હેઠળ સાઉદી અરેબિયાની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે, એમ હજ સમિતિના સૂત્રએ મિરરને જણાવ્યું હતું. આનો અર્થ એ છે કે રાજ્યમાંથી કોવિડ પહેલાના દિવસોમાં સાઉદી અરેબિયાની મુલાકાત લેનારા ગુજરાતમાંથી હજયાત્રીઓમાં 60% ઘટાડો. આ વર્ષે ક્વોટા હેઠળ ગુજરાતમાંથી હજયાત્રીઓની કુલ સંખ્યા 3,000 છે પરંતુ સમિતિને આશા છે કે હજયાત્રાના સમયગાળાના અંતમાં અન્ય રાજ્યોનો બાકી રહેલો ક્વોટા મળશે.

    હજયાત્રા 20 જૂનથી શરૂ થવાની

    છે. ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ આઈએમ ઘાચીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં વિવિધ દેશોના હજ પ્રવાસીઓ માટે નિશ્ચિત ક્વોટા છે.તેમણે જણાવ્યું કે “કોવિડ પહેલાના દિવસો દરમિયાન, ઘણા હાજીઓ તીર્થયાત્રા માટે જઈ શકે છે. 2019માં ગુજરાતમાંથી 8,000 સહિત 1.40 લાખથી વધુ લોકોએ તેમની હજ પૂર્ણ કરી હતી. 2020 અને 2021 માં, કોવિડને કારણે હજ યાત્રા અટકાવવામાં આવી હતી, “

    વધુમાં ઘાચીએ કહ્યું કે આ વર્ષે ભારતમાંથી માત્ર 79,000 હાજીઓને જ મંજૂરી આપવામાં આવશે જ્યારે ગુજરાતમાં 3,000નો ક્વોટા છે. “તમામ હાજીઓએ આંતરરાષ્ટ્રીય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે,” ઘાચીએ જણાવ્યું હતું કે હાજીઓ સાથેની પ્રથમ ફ્લાઇટ 20 જૂને અમદાવાદથી ઉડાન ભરશે.”

    સાઉદી અરેબિયામાં યાત્રાળુઓની અનુમતિપાત્ર સંખ્યામાં પણ ઘટાડો થવા સાથે, દેશ પ્રમાણે ફાળવણીમાં ઘટાડો થયો છે, જેના કારણે ભારતમાં રાજ્યવાર ફાળવણીમાં પણ ઘટાડો થયો છે. જેથી દેશભરમાંથી હજ યાત્રીઓને મોકલવા માટેનો અખિલ ભારતીય ક્વોટા 2019માં લગભગ બે લાખથી ઘટાડીને આ વર્ષે 79,000 કરવામાં આવ્યો છે.

    એપ્રિલમાં, સાઉદી અરેબિયાએ જાહેરાત કરી હતી કે તે આ વર્ષે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય 10 લાખ મુસ્લિમોને હજયાત્રામાં ભાગ લેવા માટે પરવાનગી આપશે. જો કે, 2019 માં, લગભગ 25 લાખ શ્રદ્ધાળુઓને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ કોવિડને લીધે તેને ઘટાડવામાં આવ્યું છે. આરબ સામ્રાજ્યના માપદંડો મુજબ 65 વર્ષથી ઓછી ઉંમરના મુસ્લિમો રસી લઈ ને જ તીર્થયાત્રા માટે જઈ શકે છે.

    કોવિડ-19 ને કારણે છેલ્લા બે વર્ષના વિરામ બાદ સાઉદી અરેબિયાએ આ વર્ષે હજ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે તેમ છતાં પણ ગુજરાત હજ સમિતિને આ વર્ષે હજયાત્રા કરવા ઇચ્છુક વ્યક્તિઓ તરફથી ઓછી અરજીઓ મળી છે.

    ‘રામ પર બોલાય, કૃષ્ણ પર બોલાય… માત્ર પયગંબર પર ના બોલી શકાય’: VHP પ્રમુખે નૂપુરને કહ્યા ‘સાચાં’, કહ્યું- ઈસ્લામ સેન્સરશિપ લાદી શકે નહીં

    જ્ઞાનવાપીમાં શિવલિંગ મળ્યા બાદ શરૂ થયેલું મહાદેવનું અપમાન અને નુપુર શર્મા કેસમાં કટ્ટરપંથીઓની ધમકીઓ હજુ અટકી નથી. આવી સ્થિતિમાં તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું નિવેદન સામે આવ્યું છે. કાશી મથુરા સહિતના તમામ મુદ્દાઓ પર ખુલ્લા મન સાથે વાત કરતા, વીએચપી પ્રમુખ આલોક કુમાર ધ્યાન દોરે કે કેવી રીતે લોકો હિન્દુ હોવા છતાય શ્રી રામ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન વિશે વાત કરે છે, પરંતુ કોઈ પયગંબર મોહમ્મદ વિશે વાત કરી શકતું નથી.

    ઓર્ગેનાઈઝરને આપેલા ઈન્ટરવ્યુમાં વીએચપી પ્રમુખ આલોક કુમાર કહે છે કે નુપુર શર્માએ પોતાના નિવેદનમાં કંઈ ખોટું નથી કહ્યું. તેણે જે કહ્યું તે પયગંબર મુહમ્મદના જીવન સાથે સંબંધિત બે કિસ્સાઓ પર આધારિત હતું. તેમના નિવેદનમાં માત્ર તેમનો સૂર ખોટો હતો. અત્યારે આ મામલો કોર્ટમાં છે અને કોર્ટ નક્કી કરશે કે શું સાચું કહ્યું અને શું ખોટું.

    નૂપુર શર્મા કેસ પર વાત કરતા આલોક કુમારે નિર્દેશ કર્યો કે કેવી રીતે નૂપુરને માત્ર પયગંબર મોહમ્મદનો ઉલ્લેખ કરીને આ નફરતનો સામનો કરવો પડ્યો. આલોક કુમાર વધુમાં જણાવે છે કે એક વખત પયગંબર મોહમ્મદની પુત્રી પર ફિલ્મ બની હતી, તો દુનિયાભરમાં તેનો વિરોધ થયો હતો. પરંતુ ઇંગ્લેન્ડ તેના માટે લડ્યું. ફિલ્મ હવે મફત ઉપલબ્ધ છે. દરેક વ્યક્તિ તેને જોઈ શકે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર પણ ઉપલબ્ધ છે.

    “ઇસ્લામ આપણા પર એક પ્રકારની સેન્સરશીપ લાદી શકે નહીં જે રીતે તેણે વિશ્વના ઘણા ખૂણામાં કર્યું છે,” તેમણે કહ્યું. નારાજગી વ્યક્ત કરતાં તેમણે આગળ કહ્યું, “તમે રામ વિશે બોલી શકો છો, શ્રી કૃષ્ણ વિશે બોલી બોલી શકો છો. પરંતુ પયગંબર મુહમ્મદ વિશે પોતાના મોંથી બોલી શકતા નથી. તે તેમના માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય બની જાય છે.”

    તેમણે કહ્યું કે હિંદુ હોવાને કારણે તેઓ રામચરિતમાનસના ચતુર્થાંશના આધારે ધર્મ સંબંધિત જવાબો આપે છે અને તેમાં તેમને કોઈ અપમાન નથી લાગતું. તેમણે કહ્યું કે ભારત જેવા દેશમાં જ્યાં દરેક ધર્મનું સન્માન કરવામાં આવે છે, લોકો અન્ય ધર્મો પાસેથી માહિતી લે છે, વ્યાજબી પ્રશ્નો પૂછે છે. હવે જ્યાં સુધી આ પ્રશ્નો અપમાનજનક નથી, ત્યાં સુધી દરેક વ્યાજબી પ્રશ્ન કાયદાના દાયરામાં આવે છે, પછી તે પયગંબર પર હોય કે કુરાન પર.

    હિંદુ ધર્મ અને તેમના તહેવારો પર ઉડતા જોક્સ અંગે આલોકે કહ્યું કે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ રસ્તા પર ઉતરીને આ વસ્તુઓનો વિરોધ કરવા જઈ રહ્યા છે અને મુસ્લિમો દ્વારા કરવામાં આવતી હિંસા અને હિંદુ દેવતાઓની ઠેકડી પર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવશે. VHP તેમને કોર્ટમાં લઈ જશે અને તેઓ ન્યાય પાલિકામાં રૂબરૂ થશે. પૂછવામાં આવશે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા બધા માટે છે કે નહીં?

    નોંધનીય છે કે નુપુર શર્મા કેસ પર બોલવા સિવાય આલોક કુમાર પણ મથુરા કાશી મુદ્દે સ્પષ્ટ ટિપ્પણી કરીને ચર્ચામાં આવ્યા છે. રાયપુરમાં વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં મીડિયા ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે કાશી વિશ્વનાથ અને મથુરા શ્રી કૃષ્ણના જન્મસ્થળને લઈને કોઈ વિવાદ ન થવો જોઈએ. આ જગ્યા હિંદુઓની છે અને હિંદુઓને તે પાછી મળવી જોઈએ. આ માંગ વિશ્વ હિન્દુ પરિષદના એજન્ડાનો પણ એક ભાગ છે અને સંગઠન તેના પર કામ કરી રહ્યું છે.

    તેમણે દેશમાં બગડતા વાતાવરણ અંગે પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈપણ હિંસક ઘટનાને સમર્થન આપતા નથી. વીએચપી જે પણ કરશે, તે કાયદા અને બંધારણની વિરુદ્ધ નહીં જાય. તેમણે સમાજમાં મુસ્લિમ સમુદાય દ્વારા આચરવામાં આવતી હિંસાની નિંદા કરી અને આરોપીઓ સામે બંધારણીય કાર્યવાહીની માંગ કરી. તેમણે કહ્યું કે પોલીસ આ બાબતોનો સામનો કરવા સક્ષમ છે પરંતુ જરૂર પડશે તો સંગઠન આગળ આવશે.

    યોગ સાથે ૭૫ ઐતિહાસિક ધોરહરોનો પ્રચાર કરશે અદાણી ફાઉન્ડેશન, જાણો શું છે પ્રચારની ખાસિયત

    યોગ સાથે ૭૫ ઐતિહાસિક ધોરહરોનો પ્રચાર કરશે અદાણી ફાઉન્ડેશન, ભારતભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (AKAM) તરીકે ઉજવવામાં આવતા ભારતના 75મા સ્વતંત્રતા દિવસના ભાગરૂપે, અદાણી ફાઉન્ડેશને રાજ્યના યોગ પ્રવાસનું આયોજન કર્યું છે. આ પ્રવાસ સમગ્ર ગુજરાતમાં 75 હેરિટેજ, પ્રવાસી, પુરાતત્વીય સ્થળો અને લેન્ડમાર્ક સ્થાપત્ય સ્થળોને આવરી લે છે. આ સાથેજ યોગ સાથે ૭૫ ઐતિહાસિક ધોરહરોનો પ્રચાર અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.

    આમાંના દરેક સ્થળનું ઘણું મહત્વ છે અને આમાંના ઘણા આદરણીય ધાર્મિક સ્થળો છે. ગુજરાતના સમૃદ્ધ અને જીવંત સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરવા માટે આ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી.

    ગુજરાતની અનોખી સંસ્કૃતિ, ઈતિહાસ, આર્કિટેક્ચરલ અજાયબીઓ, પ્રાકૃતિક ઈકો-સિસ્ટમ અને વૈવિધ્યસભર ભૂગોળની પૃષ્ઠભૂમિમાં યોગના ફાયદાઓ દર્શાવવા માટે રાજ્યભરમાં યોગ પ્રદર્શનોનું ટૂંકી ફિલ્મોના સ્વરૂપમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ સામગ્રી દર્શકો માટે વિવિધ ઓનલાઈન અને બ્રોડકાસ્ટ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. સચિન-જીગર દ્વારા બનાવેલ અને શંકર મહાદેવને ગાયેલું ગીત યોગ કરો, પણ જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવ્યું છે, જે ગુજરાતની સુંદરતાને ઉજાગર કરતું અને યોગની વિવિધ સ્થિતિઓનું નિરૂપણ કરે છે. આ ગીતમાં કરવામાં આવેલ દરેક આસન અથવા મુદ્રાના તત્વો તે ચોક્કસ સાઇટ સાથે જોડાયેલા છે, જેમ કે ગીર જંગલમાં સિંહાસન, વ્રુક્ષાસન અને મયુરાસનનું પ્રદર્શન.

    અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, “આ યોગ યાત્રાનો દરેક એપિસોડ દર્શકો અને યોગ ઉત્સાહીઓને રાજ્યના સૌથી નોંધપાત્ર સ્થળો અને યોગની પ્રેક્ટિસના અસંખ્ય પાસાઓની ધ્યાનાકર્ષક સફરે લઈ જઈને ગુજરાતની નયનરમ્ય સુંદરતા અને ભાતીગળ ભવ્યતાને ઉજાગર કરે છે’’. એમ જણાવી અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો.શ્રીમતી પ્રીતી અદાણીએ કહયું છે કે “આપણે શું હતા અને આપણે કેવા હોવું જોઈએ તે શોધવા માટે આપણા પ્રાચીન મૂળ અને સાંસ્કૃતિક વારસાને જાણી, તેની અનુભૂતિ કરીને તેની સાથે આપણી જાતને જોડવી અતિ મહત્વપૂર્ણ છે. યોગ એ વિશ્વને ભારતની ભેટ છે. તે માત્ર તંદુરસ્તીનો જ માર્ગ નથી, પરંતુ અટકાયતી સ્વાસ્થ્ય સંભાળ અને સર્વગ્રાહી સુખાકારી તરફની સફર છે.”

    ભારત સરકારે આઝીદાના પોણા સો (75) વર્ષની ઉજવણી અને સ્મૃતિ જાળવવા માટે કરેલી પ્રસંશનિય પહેલનો આ યોગ યાત્રા આઝાદી કા અમૃત મહોત્સવનો એક હિસ્સો છે, આ યોગ યાત્રામાં ગુજરાતના 75 પર્યટન અને પુરાતન સ્થળોને આવરી લેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, 1996માં સ્થાપવામાં આવેલા અદાણી ફાઉન્ડેનની સમાજોત્થાનની ક્ષિતિજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની ટીમ સાથે દેશના 18 રાજ્યો અને 2410 નગરો અને ગામડાંઓ સુધી વિસ્તરી છે. જે લોક કલ્યાણના અવનવા આયામો અમલમાં મુકીને લોકોને તેની સાથે જોડે છે. 30 લાખ 67 હજારથી વધુ લોકોની જિંદગી સાથે જોડાઈને શિક્ષણ, જન આરોગ્ય, લાંબા ગાળાના જીવન નિવર્હિ વિકાસ અને આંતર માળખાકિય વિકાસ એવા ચાર ક્ષેત્રો ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે ગ્રામ્ય અને શહેરી સમાજના લાંબાગાળાના વિકાસ અને સંમિલ્લિત વૃધ્ધિ સાથે સામાજિક મૂડીને સર્જન કરવાની દિશામાં પુરી સંવેદનશીલતા સાથે અદાણી ફાઉન્ડેશન રાષ્ટ્ર નિમર્ણિમાં યોગદાન આપતા રહી આગળ વધી રહ્યું છે.