Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયોગ સાથે ૭૫ ઐતિહાસિક ધોરહરોનો પ્રચાર કરશે અદાણી ફાઉન્ડેશન, જાણો શું છે...

    યોગ સાથે ૭૫ ઐતિહાસિક ધોરહરોનો પ્રચાર કરશે અદાણી ફાઉન્ડેશન, જાણો શું છે પ્રચારની ખાસિયત

    ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, “આ યોગ યાત્રાનો દરેક એપિસોડ દર્શકો અને યોગ ઉત્સાહીઓને રાજ્યના સૌથી નોંધપાત્ર સ્થળો અને યોગની પ્રેક્ટિસના અસંખ્ય પાસાઓની ધ્યાનાકર્ષક સફરે લઈ જઈને ગુજરાતની નયનરમ્ય સુંદરતા અને ભાતીગળ ભવ્યતાને ઉજાગર કરે છે’’.

    - Advertisement -

    યોગ સાથે ૭૫ ઐતિહાસિક ધોરહરોનો પ્રચાર કરશે અદાણી ફાઉન્ડેશન, ભારતભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (AKAM) તરીકે ઉજવવામાં આવતા ભારતના 75મા સ્વતંત્રતા દિવસના ભાગરૂપે, અદાણી ફાઉન્ડેશને રાજ્યના યોગ પ્રવાસનું આયોજન કર્યું છે. આ પ્રવાસ સમગ્ર ગુજરાતમાં 75 હેરિટેજ, પ્રવાસી, પુરાતત્વીય સ્થળો અને લેન્ડમાર્ક સ્થાપત્ય સ્થળોને આવરી લે છે. આ સાથેજ યોગ સાથે ૭૫ ઐતિહાસિક ધોરહરોનો પ્રચાર અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.

    આમાંના દરેક સ્થળનું ઘણું મહત્વ છે અને આમાંના ઘણા આદરણીય ધાર્મિક સ્થળો છે. ગુજરાતના સમૃદ્ધ અને જીવંત સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરવા માટે આ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી.

    ગુજરાતની અનોખી સંસ્કૃતિ, ઈતિહાસ, આર્કિટેક્ચરલ અજાયબીઓ, પ્રાકૃતિક ઈકો-સિસ્ટમ અને વૈવિધ્યસભર ભૂગોળની પૃષ્ઠભૂમિમાં યોગના ફાયદાઓ દર્શાવવા માટે રાજ્યભરમાં યોગ પ્રદર્શનોનું ટૂંકી ફિલ્મોના સ્વરૂપમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ સામગ્રી દર્શકો માટે વિવિધ ઓનલાઈન અને બ્રોડકાસ્ટ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે. સચિન-જીગર દ્વારા બનાવેલ અને શંકર મહાદેવને ગાયેલું ગીત યોગ કરો, પણ જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવ્યું છે, જે ગુજરાતની સુંદરતાને ઉજાગર કરતું અને યોગની વિવિધ સ્થિતિઓનું નિરૂપણ કરે છે. આ ગીતમાં કરવામાં આવેલ દરેક આસન અથવા મુદ્રાના તત્વો તે ચોક્કસ સાઇટ સાથે જોડાયેલા છે, જેમ કે ગીર જંગલમાં સિંહાસન, વ્રુક્ષાસન અને મયુરાસનનું પ્રદર્શન.

    - Advertisement -

    અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, “આ યોગ યાત્રાનો દરેક એપિસોડ દર્શકો અને યોગ ઉત્સાહીઓને રાજ્યના સૌથી નોંધપાત્ર સ્થળો અને યોગની પ્રેક્ટિસના અસંખ્ય પાસાઓની ધ્યાનાકર્ષક સફરે લઈ જઈને ગુજરાતની નયનરમ્ય સુંદરતા અને ભાતીગળ ભવ્યતાને ઉજાગર કરે છે’’. એમ જણાવી અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો.શ્રીમતી પ્રીતી અદાણીએ કહયું છે કે “આપણે શું હતા અને આપણે કેવા હોવું જોઈએ તે શોધવા માટે આપણા પ્રાચીન મૂળ અને સાંસ્કૃતિક વારસાને જાણી, તેની અનુભૂતિ કરીને તેની સાથે આપણી જાતને જોડવી અતિ મહત્વપૂર્ણ છે. યોગ એ વિશ્વને ભારતની ભેટ છે. તે માત્ર તંદુરસ્તીનો જ માર્ગ નથી, પરંતુ અટકાયતી સ્વાસ્થ્ય સંભાળ અને સર્વગ્રાહી સુખાકારી તરફની સફર છે.”

    ભારત સરકારે આઝીદાના પોણા સો (75) વર્ષની ઉજવણી અને સ્મૃતિ જાળવવા માટે કરેલી પ્રસંશનિય પહેલનો આ યોગ યાત્રા આઝાદી કા અમૃત મહોત્સવનો એક હિસ્સો છે, આ યોગ યાત્રામાં ગુજરાતના 75 પર્યટન અને પુરાતન સ્થળોને આવરી લેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, 1996માં સ્થાપવામાં આવેલા અદાણી ફાઉન્ડેનની સમાજોત્થાનની ક્ષિતિજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની ટીમ સાથે દેશના 18 રાજ્યો અને 2410 નગરો અને ગામડાંઓ સુધી વિસ્તરી છે. જે લોક કલ્યાણના અવનવા આયામો અમલમાં મુકીને લોકોને તેની સાથે જોડે છે. 30 લાખ 67 હજારથી વધુ લોકોની જિંદગી સાથે જોડાઈને શિક્ષણ, જન આરોગ્ય, લાંબા ગાળાના જીવન નિવર્હિ વિકાસ અને આંતર માળખાકિય વિકાસ એવા ચાર ક્ષેત્રો ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે ગ્રામ્ય અને શહેરી સમાજના લાંબાગાળાના વિકાસ અને સંમિલ્લિત વૃધ્ધિ સાથે સામાજિક મૂડીને સર્જન કરવાની દિશામાં પુરી સંવેદનશીલતા સાથે અદાણી ફાઉન્ડેશન રાષ્ટ્ર નિમર્ણિમાં યોગદાન આપતા રહી આગળ વધી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં