Tuesday, March 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅરુણાચલપ્રદેશ-ગુજરાત વચ્ચે રુક્મણી-કૃષ્ણ યાત્રાને મજબૂત કરવા માટે કામ કરશે NMA ,ધાર્મિક સભ્યતા...

    અરુણાચલપ્રદેશ-ગુજરાત વચ્ચે રુક્મણી-કૃષ્ણ યાત્રાને મજબૂત કરવા માટે કામ કરશે NMA ,ધાર્મિક સભ્યતા સાથે રાષ્ટ્રીય એકતા મજબુત કરશે આ પ્રકલ્પ

    NMA એ સંખ્યાબંધ સ્વદેશી પુરાતત્વીય સ્થળોની મુલાકાત લીધી અને આ સંવેદનશીલ સરહદી રાજ્યના મૂર્ત અને અમૂર્ત સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે વિગતવાર અહેવાલ તૈયાર કરી રહ્યું છે.

    - Advertisement -

    અરુણાચલપ્રદેશ-ગુજરાત વચ્ચે રુક્મણી-કૃષ્ણ યાત્રાને સફળ કરવા માટે યોજના બનવાઇ. અરુણાચલ પ્રદેશના ડેપ્યુટી સીએમ શ્રી ચૌવના મેઈન અને NMA અધ્યક્ષ શ્રી તરુણ વિજયની આગેવાની હેઠળ ટોચના નેશનલ મોન્યુમેન્ટલ ઓથોરિટી (NMA) અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. રુક્મિણી અને ભગવાન કૃષ્ણ કથા દ્વારા ગુજરાત સાથે સાંસ્કૃતિક જોડાણ કરવા અરુણાચલપ્રદેશ-ગુજરાત વચ્ચે રુક્મણી-કૃષ્ણ યાત્રાને શરુ કરાશે.

    NMAના અધ્યક્ષ, તરુણ વિજયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સુદૂર પૂર્વ અને દૂરના પશ્ચિમ ખૂણાઓ વચ્ચે સાંસ્કૃતિક પ્રવાસન વધારવા માટે ગુજરાતના લોકો ભીષ્મક નગરની મુલાકાત લે અને ભીષ્મક નગરના લોકો ગુજરાત પ્રવાસ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય વડાપ્રધાન દ્વારા કલ્પના કરાયેલ રાષ્ટ્રીય એકતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને પ્રોત્સાહન આપવાનો છે.

    NMA સ્મારકની જાળવણી અને અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે મોટા પાયે રુક્મિણી કૃષ્ણ યાત્રાનું આયોજન કરવા અને તેને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવે છે. NMA ટીમે રુક્મિણી મહેલના સુપ્રસિદ્ધ ભીષ્મક નગર મુલાકાત લીધી અને ગામના કેટલાક વડીલોને મળ્યા જેમણે શ્રી કૃષ્ણ સાથે રુક્મિણીના લગ્નની સુંદર ગાથા વર્ણવી જે હજુ પણ ઇદુ મિશ્મી આદિવાસી ગીતોમાં ગવાય છે. ટીમ એક ઇદુ મિશ્મી યુવતીને પણ મળી જેનું નામ તેના માતા-પિતાએ રૂકમણી રાખ્યું છે. તેણીએ તેમના માટે સ્થાનિક રુક્મિણી ભીષ્મક ગીત ગાયું જે યોગ્ય રીતે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં અરુણાચલની રુક્મિણી સાથે કૃષ્ણના લગ્નની પણ ઉજવણી કરવામાં આવી હતી.

    - Advertisement -

    તરુણ વિજયે જણાવ્યું હતું કે રુક્મિણી-કૃષ્ણ દંતકથા દ્વારા મિશન રાષ્ટ્રીય એકતાની કલ્પના કરવામાં મદદ કરવા માટે ગુજરાતના જાણીતા આર્કિટેક્ટ અને સાંસ્કૃતિક વિભાવનાકાર હેમરાજ કામદાર અને આંધ્રપ્રદેશના પ્રોફેસર કૈલાશ રાવ ખાસ તેમની સાથે છે. તરુણ વિજયે એમ પણ કહ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષમાં સંસ્કૃતિના જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાના દોરને મજબૂત બનાવવું મહત્વપૂર્ણ છે.

    અરુણાચલ પ્રદેશને તેની સાંસ્કૃતિક સ્મૃતિની જાળવણી માટે ખૂબ જ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે એક પેઢીથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત મૌખિક ઇતિહાસ ઝડપથી અદૃશ્ય થઈ રહ્યો છે કારણ કે ગામના વડીલો અને ઈગસ (પરંપરાગત ઉપચાર કરનારા) સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

    NMA એ સંખ્યાબંધ સ્વદેશી પુરાતત્વીય સ્થળોની મુલાકાત લીધી અને આ સંવેદનશીલ સરહદી રાજ્યના મૂર્ત અને અમૂર્ત સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે વિગતવાર અહેવાલ તૈયાર કરી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં