મહારાષ્ટ્રમાં રાજકીય ખળભળાટ (Maharashtra Political Crisis) આવી છે. વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનાના 40 જેટલા ધારાસભ્યો સુરતની એક હોટલમાં ગુપ્તવાસમાં આવ્યા બાદ ગુવાહાટી રવાના થઇ ગયા, ત્યારે એ.આઈ.સી.સી. એ કોંગ્રેસ ના તમામ ધારાસભ્યો અને સાંસદોને દિલ્હી બોલાવ્યા છે. આજે મોડી સાંજ સુધીમાં દિલ્હી પહોંચવા માટે પાર્ટીએ ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને આદેશ આપ્યા છે. ગુજરાતના તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને પાર્ટી તરફથી સૂચના અપાઈ છે કે આજ સાંજ સુધીમાં તેઓ દિલ્હી આવી પહોંચે. મહારાષ્ટ્ર સરકારમાં રાજકીય ખળભળાટ વચે કોંગ્રેસના આ આદેશથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં કુતુહલ સર્જાયું છે.
મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીની ED દ્વારા થઈ રહેલ પૂછપરછના વિરોધમાં પ્રથમ દિવસથી જ પ્રિયંકા ગાંધીની (Priyanka Gandhi) આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં દેખાવ-ધરણાં યોજી રહ્યા છે. મંગળવારે પણ રાહુલની પૂછપરછ કરવામાં આવી હતી. કોંગ્રેસે હવે ભાજપ સરકાર સામે દિલ્હીમાં જ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે શક્તિ પ્રદર્શન યોજીને દબાણ વધારવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના મોટાભાગના ધારાસભ્યો મંગળવારે સાંજે દિલ્હી જવા રવાના થયા છે.
મહારાષ્ટ્ર સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે છે ત્યાકે ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને હાઈકમાંડનું દિલ્હીનું તેડું આવ્યું છે,ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને બુધવારે સવાર સુધીમાં પહોંચી જવા સૂચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પરથી ધારાસભ્યો દિલ્હી જવા રવાના પણ થઇ ગયા હતા. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઇ ગયા છે.
એક રીપોર્ટ પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર સી. જે ચાવડા, ગુલાબસિંહ રાજપૂત, બળદેવ ઠાકોર દિલ્હી જવા રવાના થઇ ગયા છે. ત્યાંજ સી.જે ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર રાહુલ ગાંધીને (Rahul Gandhi) ED ના નામે પરેશાન કરી રહી છે. રાહુલ ગાંધીના સમર્થન અને અગ્નિપથના વિરોધમાં કોંગ્રેસના સત્યાગ્રહમાં ધારાસભ્યો અને સાંસદો જોડાશે.
અહેવાલો મુજબ મહારાષ્ટ્રના ઘટનાક્રમ પર સી.જે ચાવડાએ સૂચક નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતના 2 નેતાઓના પગલે આ ઘટનાઓ થઈ રહી છે. ભૂતકાળમાં પણ અનેક રાજ્યોમાં જોડતોડનો સિલસિલો જોવા મળ્યો હતો.
મહારાષ્ટ્રમાં થઇ રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના (Shiv Sena) મોટા નેતા એકનાથ શિંદે પણ સામેલ છે. સુરતની જે હોટલમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા હતા ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચેથી તમામ ધારાસભ્યો ગુવાહાટી પહોંચી ચુક્યા છે. ત્યાં પણ સુરત માફક કોઈને જવાની મંજૂરી નથી.