Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહૈદરાબાદ મર્સિડીઝમાં સામૂહિક બળાત્કાર: સગીર બાળકીને પિંખનારમાં એક AIMIM ધારાસભ્યનો પુત્ર હોવાનો...

    હૈદરાબાદ મર્સિડીઝમાં સામૂહિક બળાત્કાર: સગીર બાળકીને પિંખનારમાં એક AIMIM ધારાસભ્યનો પુત્ર હોવાનો દાવો

    હૈદરાબાદમાં એક સગીર સાથે ગેંગરેપ થયો હોવાની ઘટના બહાર આવી છે. આરોપીઓ પણ સગીર હોવા ઉપરાંત AIMIM અને TRS સાથે સબંધ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.

    - Advertisement -

    હૈદરાબાદ મર્સિડીઝમાં સામૂહિક બળાત્કાર થયાની ઘટના સામે આવી છે, તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક સગીર બાળકી સાથે સામૂહિક બળાત્કાર મામલે સ્થાનિક સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) અને TRS નેતાના પુત્રોના નામ સામે આવ્યા છે. તેમાંથી એક AIMIM ધારાસભ્યનો પુત્ર છે, જ્યારે બીજો TRS સાથે જોડાયેલા નેતાનો પુત્ર છે. હૈદરાબાદ મર્સિડીઝમાં સામૂહિક બળાત્કાર કેસમાં પોલીસ ધારાસભ્યના પુત્રની પૂછપરછ કરી રહી છે.

    ધ ન્યૂઝ મિનિટ અનુસાર, તેલંગાણા ભાજપે આરોપ લગાવ્યો છે કે યૌન શોષણની ઘટનામાં સામેલ પાંચ છોકરાઓમાંથી ત્રણ રાજકારણીઓના પુત્રો છે. આ છોકરાઓમાંથી એક AIMIM ધારાસભ્યનો પુત્ર છે. એક રાજ્ય લઘુમતી બોર્ડના અધ્યક્ષનો પુત્ર છે અને ત્રીજો મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના નેતાનો પુત્ર છે.

    તેલંગાણા બીજેપીના પ્રવક્તા કે કૃષ્ણસાગર રાવે કહ્યું હતું કે AIMIM ધારાસભ્યના પુત્રની સંડોવણીને કારણે હૈદરાબાદ પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. તેમણે કહ્યું કે પોલીસ AIMIM અને TRSના રાજકીય દબાણ હેઠળ છે.

    - Advertisement -

    ભાજપના પ્રવક્તા રાવે કહ્યું કે, “ભાજપ પાંચ ગુનેગારોની ધરપકડની માંગ કરી રહી છે. હું પૂછું છું કે કાર જપ્ત કરવામાં આવી હોવા છતાં હૈદરાબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કેમ ન કરી. આ મામલામાં યુવતીના માતા-પિતાએ 1 જૂને જ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત, તમામ સંજોગો દર્શાવતા પુરાવા પણ ઉપલબ્ધ છે. શું પોલીસ સીએમ કેસીઆર કે એઆઈએમઆઈએમ ચીફ ઓવૈસીની પરવાનગીની રાહ જોઈ રહી છે?”

    અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારીએ કહ્યું કે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે એક રાજનેતાનો પુત્ર તેજ કારમાં મુસાફરી કરી રહ્યો હતો જેમાં છોકરી પર કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. ફૂટેજમાં તે તરત જ બહાર નીકળતો જોવા મળ્યો હતો. અધિકારીનું કહેવું છે કે મોટા ભાગના આરોપીઓ પણ સગીર હોવાથી પોલીસ આ મામલે આગળ વધતા પહેલા અનેક સ્ત્રોતોથી વેરિફિકેશન કરી રહી છે.

    ઈન્ડિયા ટુડે અનુસાર, બળાત્કાર વખતે વપરાયેલી મર્સિડીઝ TRS નેતાના નામે હોવાનો ખુલાસો થયો છે, અહેવાલ મુજબ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક ધારાસભ્યનો પુત્ર અને લઘુમતી બોર્ડના અધ્યક્ષનો પુત્ર છોકરી સાથે પાર્ટીમાં હાજર હતા. પીડિતા એટલા આઘાતમાં હતી કે તેમાંથી માત્ર એક જ આરોપીને ઓળખી શકી હતી અને તેનું નામ આપી શકી હતી. ઓળખાયેલ આરોપી પણ સગીર છે.

    શું છે આખી ઘટના

    28 મેના રોજ, 17 વર્ષની સગીરા હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એમનેશિયા એન્ડ ઈન્સોમ્નિયા પબમાં પાર્ટીમાં ભાગ લેવા ગઈ હતી. પાર્ટી તેના બે મિત્રો દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. અન્ય કેટલાક છોકરાઓ પણ તેને આ જ પબમાં મળ્યા હતા.

    આ કિસ્સામાં, સગીરાના પિતાએ 1 જૂનના રોજ જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મર્સિડીઝ કારમાં કેટલાક છોકરાઓ તેમની પુત્રીને પબમાંથી બહાર લાવ્યા હતા અને કારમાં લઈ ગયા બાદ તેના પર ગેંગરેપ કર્યો હતો.

    પિતાએ તેની ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે આ છોકરાઓએ તેની પુત્રી સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી, જેના કારણે તેને તેના ગળા પર સામાન્ય ઈજાઓ થઈ. તે સમયે, સગીરા ઊંડા આઘાતમાં હતી અને શું થયું તેનું ચોક્કસ વર્ણન કરવામાં અસમર્થ હતી.

    સગીરાના પિતાની ફરિયાદના આધારે, આરોપીઓ સામે આઈપીસીની કલમ 354 (સ્ત્રી પર અત્યાચાર કરવાના ઈરાદાથી હુમલો અથવા અપરાધિક બળ), 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવા માટેની સજા) અને પોક્સો એક્ટની કલમ 9 અને 10 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

    બાદમાં, યુવતીને હેલ્પ સેન્ટરમાં મોકલવામાં આવી હતી જ્યાં વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સગીરાએ પોલીસ અધિકારીને તેની સાથે બનેલી ઘટના વિશે વિગતવાર જણાવ્યું હતું. પીડિતાના નિવેદન બાદ પોલીસે તેનું મેડિકલ કરાવ્યું અને તેના આધારે ગેંગ રેપ માટે IPCની કલમ 376 પણ ઉમેરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં