Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશહાદત, આરિફ, શમશેર સહિતના ઈસમોનો અંકિત પર હુમલો: મસ્જિદ પાસે હત્યા થઇ...

    શહાદત, આરિફ, શમશેર સહિતના ઈસમોનો અંકિત પર હુમલો: મસ્જિદ પાસે હત્યા થઇ હોવાનો પિતાનો આરોપ, બિહાર પોલીસે ક્રિકેટના ઝઘડાનું કારણ જણાવ્યું

    હુમલામાં ચાર યુવકો અંકિત કુમાર, હરિઓમ પ્રસાદ, ચંદન કુમાર અને શિવમ કુમાર ગંભીર રીતે ઈજાગસ્ત થઇ ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ અંકિતને મૃત ઘોષિત કર્યો હતો

    - Advertisement -

    બિહાર રાજ્યના ગોપાલગંજમાં અંકિત નામના એક યુવકની હત્યા થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપ શહાદત મિયાં, સોનુ મિયાં, શમશેર મિયાં, આરિફ, દિલશાદ સહિતના ઈસમો પર લાગ્યો છે. આ તમામે અંકિત અને તેના મિત્રો પર હુમલો કરી દીધો હતો, જેમાં અંકિત મૃત્યુ પામ્યો છે જ્યારે તેનો એક મિત્ર હરિઓમ પ્રસાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અંકિતની હત્યા મામલે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે તો બીજી તરફ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. 

    મૃતક યુવક ગોપાલગંજના પસરમા ગામનો છે જ્યારે આરોપીઓ નજીકના બસડીલા ગામના હોવાનું કહેવાય છે. અંકિતના પિતા મોહન પ્રસાદ અનુસાર, બસડીલાની મસ્જિદ પાસે તેમના પુત્ર અને સાથીઓને ઘેરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે મૃતક યુવકના પિતાએ શહાદત મિયાં, સોનુ મિયાં, આરિફ મિયાં, મુન્ના મિયાં, સુભાન અહમદ, આદિલ અલી, દિલશાદ અલી અને અહમદ અલી સામે ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત અન્ય પણ 30થી 35 લોકો સામેલ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર દિવસ પહેલાં ગોપાલગંજના પસરમા અને બસડીલા ગામના અમુક યુવકો વચ્ચે ક્રિકેટ મેચને લઈને ઝઘડો થયો હતો. ત્યારે તો તેનું સમાધાન થઇ ગયું પરંતુ શુક્રવારે સાંજે આ યુવાનોને આરોપીઓ દ્વારા ઘેરી લેવામાં આવ્યા હતા અને ગાળાગાળી શરૂ કરીને હુમલો કરી દીધો હતો. 

    - Advertisement -

    આ હુમલામાં ચાર યુવકો અંકિત કુમાર, હરિઓમ પ્રસાદ, ચંદન કુમાર અને શિવમ કુમાર ગંભીર રીતે ઈજાગસ્ત થઇ ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ અંકિતને મૃત ઘોષિત કર્યો હતો અને હરિઓમની નાજુક હાલત જોતાં ગોરખપુરની હોસ્પિટલમાં રેફર કર્યો હતો.

    ગોપાલગંજમાં યુવક અંકિતની હત્યા મામલે બિહાર પોલીસે જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજમાં 3-4 આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને છ આરોપીઓને હિરાસતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. 

    બીજી તરફ, અંકિતના મોત બાદ તેના પરિજનોએ હત્યારાઓની ધરપકડની માંગ કરીને હોસ્પિટલે હોબાળો પણ મચાવ્યો હતો અને કડક કાર્યવાહીની અપીલ કરી હતી. ત્યારબાદ શનિવારે સવારે પણ પ્રદર્શન થયું હતું. ત્યારે જ મુસ્લિમ પક્ષ તરફથી તેમની ઉપર પથ્થરમારો શરૂ થઇ ગયો હતો, જેના કારણે ગામમાં તણાવ સર્જાયો હતો. 

    હાલ, પોલીસે આ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે તો ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવાયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં