Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસમાજવાદી પાર્ટીના નેતાની દીકરી ભાજપના હાંકી કઢાયેલા કાર્યકર્તા સાથે ભાગી: પોલીસ કરી...

    સમાજવાદી પાર્ટીના નેતાની દીકરી ભાજપના હાંકી કઢાયેલા કાર્યકર્તા સાથે ભાગી: પોલીસ કરી રહી છે શોધખોળ

    અહેવાલો મુજબ આ મામલો હરદોઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ 13 જાન્યુઆરીના રોજ આશિષ અને સપા નેતાની પુત્રી ભાગી ગયા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના હરદોઈથી સમાજવાદી પાર્ટીના નેતાની 26 વર્ષની દીકરીના ભાજપના હાંકી કઢાયેલા 47 વર્ષના કાર્યકર્તા સાથેના પ્રેમપ્રકરણ સામે આવતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર બંને ઘર છોડીને ભાગી ચુક્યા છે. સમાજવાદી પાર્ટીના નેતાએ 47 વર્ષીય પરિણીત આશિષ શુક્લા પર તેમની પુત્રીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ભાજપ જિલ્લા પ્રમુખ સૌરભ મિશ્રાએ આશિષ શુક્લાને પાર્ટી વિરોધી ગતિવિધિઓનું કારણ આપીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. હાલ સમાજવાદી પાર્ટીના નેતાની દીકરી BJPના હાંકી કઢાયેલા કાર્યકર્તા સાથે ભાગી જતા હોબાળો થયો છે.

    અહેવાલો મુજબ આ મામલો હરદોઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ 13 જાન્યુઆરીના રોજ આશિષ અને સપા નેતાની પુત્રી ભાગી ગયા હતા. સપાના નેતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભાજપના શહેર મહાસચિવ આશિષ શુક્લા ઉર્ફે રાજુએ તેની 26 વર્ષની પુત્રીને ફસાવીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને ભગાડી ગયો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આશિષ શુક્લા પરિણીત છે અને તેને બે બાળકો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સપા નેતાની પુત્રી અને બીજેપી નેતા આશિષ શુક્લા વચ્ચે ઘણા લાંબા સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતાની દીકરી ભાગી તે દરમિયાન તેના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.

    અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને માહિતી મળી હતી કે આશિષ ભાજપનો કાર્યકર હોવાની સાથે જ વીમા એજન્ટ તરીકે પણ કામ કરે છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે આશિષ વિરુદ્ધ યુવતીના અપહરણનો ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસનું કહેવું છે કે તેઓ બહુ જલ્દી આ બંનેને શોધી કાઢશે.

    - Advertisement -

    આશિષનું ભાજપ સાથે જોડાણ સામે આવ્યા બાદ હરદોઈ ભાજપ અધ્યક્ષ સૌરભ મિશ્રાનું પણ નિવેદન પણ સામે આવ્યું છે. આ બાબતે સૌરભે કહ્યું છે કે આશિષને 12 જાન્યુઆરી 2023ના રોજ પાર્ટી વિરોધી વર્તનને કારણે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત સૌરભે એમ પણ કહ્યું છે કે કાયદો ખોટું કરનારને ચોક્કસ સજા આપશે, ભારતીય જનતા પાર્ટી અસામાજિક લોકો સાથે ક્યારેય ઉભી નહી રહે. હાલ સમાજવાદી પાર્ટીના નેતાની દીકરીની ભાગી જવાની ઘટનાથી સ્થાનિક સ્તરે ચર્ચાઓએ ઝોર પકડ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં