Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમસ્જિદ પાસે બાંધેલા ગાયના વાછરડા સાથે રેપ કરી રહ્યો હતો ઈમ્તિયાઝ હુસૈન,...

    મસ્જિદ પાસે બાંધેલા ગાયના વાછરડા સાથે રેપ કરી રહ્યો હતો ઈમ્તિયાઝ હુસૈન, સ્થાનિકોએ પકડી પાડ્યો: પોલીસે પકડ્યા બાદ કબૂલ્યો ગુનો

    આરોપી ઈમ્તિયાઝ હુસૈને આ વાછરડા સાથે દુષ્કર્મ આચર્યું હતું જેને આસપાસના લોકોએ પકડી પડ્યો હતો. તેનું આ કૃત્ય જોઈને સ્થાનિક લોકોએ તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ માલિકને પણ જાણ કરવામાં આવી હતી.

    - Advertisement -

    કર્ણાટકમાં ખેતરમાં ચરવા ગયેલાં ગાયના વાછરડા સાથે રેપ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે ઈમ્તિયાઝ હુસૈન નામના એક ઈસમની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યાં તેણે આ કૃત્ય કર્યું ત્યાં બાજુમાં મસ્જિદ પણ આવેલી હોવાનું જાણવા મળ્યું છે. 

    આ મામલો કર્ણાટકના રાયચુર જિલ્લાના એક ગામનો છે. અહીં ઈમ્તિયાઝ હુસૈન મિયાં નામના એક ઈસમે એક ખેતરમાં ચરવા આવેલા ગાયના વાછરડા સાથે રેપ કર્યો હતો. તેને આસપાસના લોકોએ રંગેહાથ પકડી પાડ્યો હતો અને ત્યારબાદ આ બાબતની જાણ ગાયના માલિકને કરી હતી. જે પછી માલિકે ફરિયાદ કરતાં આરોપી પકડાઈ ગયો હતો. 

    ઘટનાની વધુ વિગતો એવી છે કે, રાયચુરના એક ગામમાં એક વ્યક્તિ પોતાની તમામ ગાયોને એક ખેતરમાં ચરવા માટે મૂકી ગયો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ ખેતરની બાજુમાં જ એક મસ્જિદ પણ આવેલી છે. આ ગાયો સાથે એક વાછરડાને પણ ચરવા માટે લાવવામાં આવ્યું હતું અને એક ઝાડ પાસે બાંધવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    આરોપી ઈમ્તિયાઝ હુસૈને આ વાછરડા સાથે દુષ્કર્મ આચર્યું હતું જેને આસપાસના લોકોએ પકડી પડ્યો હતો. તેનું આ કૃત્ય જોઈને સ્થાનિક લોકોએ તેની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ માલિકને પણ જાણ કરવામાં આવી હતી. ગાયના માલિકે ત્યારબાદ નજીકના પોલીસ મથકે જઈને ઈમ્તિયાઝ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. 

    પોલીસે ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી લીધી હતી. તેની પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. ત્યારબાદ તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

    આ પહેલાં પણ સામે આવી ચૂક્યા છે આવા કિસ્સાઓ

    આ પહેલાં પણ ગાય સાથે દુષ્કર્મ થવાના મામલા સામે આવતા રહ્યા છે. ગત જુલાઈ મહિનામાં છત્તીસગઢના રાયપુરમાં શાહ આલમ નામના એક ઈસમને ગાય સાથે રેપ કરવા બદલ ઝડપી લેવામાં આવ્યો હતો. શાહ આલમ એક રૂમમાં ગાયના ચાર પગ બાંધીને તેની સાથે રેપ કરી રહ્યો હતો. દરમિયાન લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. 

    તે પહેલાં જૂન મહિનામાં યુપીના અયોધ્યામાં એક શાહબુદ્દીન નામના ઈસમની ગાયના રેપ મામલે ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક લોકોએ તેનો વિડીયો બનાવીને પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં