Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામમાં મદરેસા શિક્ષકોએ નિયમિતપણે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી પડશે: બહારના મદરેસા...

    આસામમાં મદરેસા શિક્ષકોએ નિયમિતપણે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી પડશે: બહારના મદરેસા શિક્ષકોની થશે પોલીસ તપાસ

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે તેઓ મદરેસાઓમાં શંકાસ્પદ ગતિવિધિઓને રોકવા માટે પગલાં લઈ રહ્યા છે. આ અંતર્ગત રાજ્ય બહારથી આવતા મદરેસા શિક્ષકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી જમા કરવાની રહેશે.

    - Advertisement -

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે (1 જાન્યુઆરી 2023) જણાવ્યું હતું કે રાજ્યની મદરેસાઓમાં ભણાવવા આવેલા આસામની બહારના તમામ શિક્ષકોને સમયાંતરે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવી શકે છે.

    આ પગલું આતંકવાદી સંગઠન અંસારુલ બાંગ્લા ટીમના કથિત મોડ્યુલ પર પોલીસ ક્રેકડાઉન અને રાજ્યમાં મદરેસાઓમાં મૌલવી તરીકે કામ કરતા 51 બાંગ્લાદેશીઓની ઓળખ પછી તપાસને પગલે આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મદરેસાઓ માટે એક ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જો કે રાજ્યએ હજુ સુધી આ મામલા સાથે જોડાયેલાં તમામ સાથે ચર્ચા કરવાની બાકી છે, પરંતુ બાબતો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

    સરમાએ કહ્યું કે મદરેસાઓમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિતની તાલીમ પણ આપવામાં આવશે. શિક્ષણના અધિકારનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે અને મદરેસા શિક્ષકોનો ડેટાબેઝ જાળવવામાં આવશે. આ ઉપરાંત, મદરેસાઓમાં ભણાવવા માટે આસામની બહારથી આવતા તમામ શિક્ષકોએ નિયમિત સમયાંતરે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી ચિહ્નિત કરવી પડશે.

    - Advertisement -

    મુસ્લિમો સાથે મળીને આસામ સરકાર કરશે આ કામ

    સરમાએ એમ પણ કહ્યું કે આસામ પોલીસ મદરેસાના શિક્ષણને ‘તર્કસંગત’ બનાવવા માટે રાજ્યના મુસ્લિમો સાથે કામ કરી રહી છે. આસામમાં લગભગ 3,000 રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મદરેસા છે. ગુવાહાટીમાં મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસ બંગાળી મુસ્લિમો સાથે સંકલન કરી રહી છે, જેઓ શિક્ષણ પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે, જેથી મદરેસાઓમાં ‘સારું વાતાવરણ’ બનાવવામાં આવે.

    તેમણે કહ્યું કે મદરેસાઓમાં વિજ્ઞાન અને ગણિતને પણ વિષય તરીકે ભણાવવામાં આવશે, શિક્ષણના અધિકારનું સન્માન કરવામાં આવશે અને શિક્ષકોનો ડેટાબેઝ જાળવવામાં આવશે.

    આતંકવાદી ગતિવિધિઓના આરોપમાં મદરેસાના ઘણા શિક્ષકો પકડાઈ ચુક્યા છે

    મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે જેહાદી પ્રવૃત્તિઓમાં ઇસ્લામિક મૌલવીઓની કથિત સંડોવણી પછી રાજ્ય પોલીસ મદરેસાના શિક્ષણને સુધારવા માટે આ પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસે 2022 દરમિયાન આતંકવાદી સંગઠન અંસારુલ બાંગ્લા ટીમ અને ‘અલ કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ’ (AQIS)ના આઠ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને આ સંબંધમાં 51 લોકોની ધરપકડ કરી હતી.

    આ કેસમાં કેટલીક ખાનગી મદરેસામાંથી ચાલતા નવ બાંગ્લાદેશીઓની સીધી સંડોવણી પણ સામે આવી છે. આ ઉપરાંત શર્માએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથેના કરાર પછી વિવિધ સંગઠનોના 7,229 કેડરના શરણાગતિ સાથે, 2022 માં રાજ્યમાં આદિવાસી આતંકવાદનો અંત પણ જોવા મળ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં