બોલિવૂડનો દબંગ સલમાન ખાને ગઈ કાલે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. આ ખાસ અવસર પર બોલિવૂડથી લઈને ટીવીના સ્ટાર્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. તે જ સમયે, ચાહકો પણ ભાઈજાન પર સતત પ્રેમ વરસાવી રહ્યા હતા. ગઈકાલે રાત્રે, સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ તેના ભાઈ માટે તેના ઘરે ભવ્ય જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં લગભગ આખું બોલિવૂડ સામેલ થયું હતું. આ પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જ્યારે સાંજે, સલમાન ખાનના ચાહકો તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર તેમને દર વર્ષની જેમ શુભેચ્છા પાઠવવા આવ્યા હતા.
તેમના મનપસંદ સુપરસ્ટાર સલમાન ખાનના જન્મદિવસ પર તેને જોવા માટે કલાકો સુધી રાહ જોતા ચાહકો માટે, દિવસનો અંત આઘાતજનક રીતે પીડાદાયક બન્યો હતો, સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર તૈનાત પોલીસોએ તેમના પર લાઠીઓ વડે ચાર્જ કર્યો. અભિનેતા તેના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવ્યા અને તેમની તરફ હાથ લહેરાવ્યા બાદ આ ઘટના બની હતી.
હર વર્ષે સલમાન ખાનના ફેન્સ તેમના જન્મદિવસ પર તેના ઘરની બહાર તેની એક ઝલક જોવા એકઠા થાય છે અને આ વખતે પણ થયા હતા અને આવી સ્થિતિમાં ભાઈ જાને તેના ચાહકોને નિરાશ કર્યા ન હતા અને દર વર્ષની જેમ આ વખતે પણ સલમાન ખાને તેના ઘરની બાલ્કનીમાં આવીને ચાહકોને એક ઝલક આપી હતી. અભિનેતા તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવ્યો અને ચાહકોનું અભિવાદન કરવા હાથ ઝૂલાવ્યો. અભિનેતાની એક ઝલક મળ્યા પછી ચાહકો ખૂબ જ ખુશ થઈ ગેલમાં આવી ગયા હતા અને બેકાબૂ બન્યા હતા.
#WATCH | Mumbai: Police lathi-charge crowd gathered outside Salman Khan’s residence Galaxy apartments on his birthday. pic.twitter.com/zrB8pyaguv
— ANI (@ANI) December 27, 2022
આ દરમિયાન સલમાન ખાનના ઘરની બહાર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ ચાહકો પર લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે. ખરેખર, સલમાન ખાનના ઘરની બહાર ભીડ બેકાબૂ બની ગઈ હતી. જેના કારણે પોલીસે આ પગલું ભરવું પડ્યું હતું. જો કે હજુ સુધી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.