Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાનના ધૌલપૂરમાં માતાના મંદિરના પૂજારીની હત્યા; લાશના 4 ટુકડા કર્યા બાદ પ્લાસ્ટીકના...

    રાજસ્થાનના ધૌલપૂરમાં માતાના મંદિરના પૂજારીની હત્યા; લાશના 4 ટુકડા કર્યા બાદ પ્લાસ્ટીકના કોથળામાં ભરી નદી કિનારે ફેંકી

    કંચનપુર પોલીસ સ્ટેશને પણ હત્યાની કડીઓ મેળવવા ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવી હતી. એફએસએલની ટીમે જે જગ્યાએથી બોરીઓ મળી આવી હતી, જ્યાંથી કટર મળી આવ્યા હતા અને મંદિરની આસપાસથી કેટલાક પુરાવા એકત્ર કર્યા છે. જો કે હાલમાં આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

    - Advertisement -

    રાજસ્થાનના ધૌલપૂરમાં પૂજારીની હત્યા કરી દેવામાં આવી છે, જિલાના કંચનપુર ક્ષેત્રના ટોંટરી ગામે માતાના મંદિરમાં પુજારી તરીકે સેવા આપતા પુજારીની ગત રાત્રે અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દીધી હતી. જે પછી હત્યારાઓએ ધારદાર હથિયારથી લાશના 4 ટુકડા કરીને પ્લાસ્ટીકના અલગ અલગ બોરામાં ભરીને નદી કિનારે ફેંકી દીધી હતી.

    અહેવાલો અનુસાર રાજસ્થાનના ધૌલપૂરમાં પૂજારીની હત્યા બાદ લાશને 4 ટુકડા કરીને પ્લાસ્ટીકના અલગ અલગ બોરામાં ભરીને નદી કિનારે ફેંકી દીધા બાદ સવારે જયારે લોકોએ લોહીથી ખરડાયેલા 4 થેલા જોતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકો એ પોલીસને જાણ કરતા કંચનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

    રવિવારથી ગાયબ હતા પુજારી

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર ગ્રામજનોએ જણાવ્યું હતું કે પુજારી રવિવારથી ગાયબ હતા. ગામમાં રહેતા તેમના પરિવારના સભ્યો તેમને રોજ ચા આપવા જતા. પરંતુ રવિવારથી તેઓ મળી રહ્યા ન હતા. ગામમાં તેમના ગુમ થવાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા, જેથી મંગળવારે સાંજે ગ્રામજનોએ તેમની ઘણી શોધખોળ કરી પરંતુ તેમનો કોઈ સુરાગ મળ્યો ન હતો.

    પુજારીની ગત રાત્રે અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દીધી હતી. જે પછી હત્યારાઓએ ધારદાર હથિયારથી લાશના 4 ટુકડા કરીને પ્લાસ્ટીકના અલગ અલગ બોરામાં ભરીને નદી કિનારે ફેંકી દીધી હતી. બુધવારે સવારે ગ્રામજનો ફરી એકઠા થયા અને તેને ગોતવા ગયા ત્યારે તેની લાશ બામણી નદીના કિનારે આવેલા ખાડામાં પાણી પાસે પડેલી મળી આવી હતી. ઘટના બાદ કંચનપુરના એસએચઓ હેમરાજ શર્મા સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર થઇ ગઈ હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં કોઈ સાધુની હત્યાનો આ પહેલો મામલો નથી. આ પહેલા પણ આવી ઘટનાઓ બની છે.

    ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવી

    કંચનપુર પોલીસ સ્ટેશને પણ હત્યાની કડીઓ મેળવવા ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવી હતી. એફએસએલની ટીમે જે જગ્યાએથી બોરીઓ મળી આવી હતી, જ્યાંથી કટર મળી આવ્યા હતા અને મંદિરની આસપાસથી કેટલાક પુરાવા એકત્ર કર્યા છે. જો કે હાલમાં આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં