Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમમુજમ્મિલે શિવમ નામ રાખીને હિંદુ યુવતીને ફસાવી, પોલ ખૂલી જતાં શ્રદ્ધાની જેમ...

    મુજમ્મિલે શિવમ નામ રાખીને હિંદુ યુવતીને ફસાવી, પોલ ખૂલી જતાં શ્રદ્ધાની જેમ મારી નાંખીને ટુકડા કરવાની ધમકી આપી: મેરઠની ઘટના

    - Advertisement -

    દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડનો આક્રોશ હજુ શમ્યો નથી ત્યાં ઉત્તર પ્રદેશના મેરઠથી લવજેહાદનો મામલો સામે આવ્યો છે. અહીં મુજમ્મિલ નામના એક ઈસમે હિંદુ નામ ધારણ કરીને યુવતીને ફસાવીને, લગ્નની લાલચ આપીને બળાત્કાર કર્યો હતો. પરંતુ હવે તે મુસ્લિમ છે તે બહાર આવી જતાં યુવતીને દિલ્હીની શ્રદ્ધાની જેમ જ હત્યા કરી નાંખીને ટુકડા કરવાની ધમકી આપી રહ્યો હોવાની ફરિયાદ થઇ છે. 

    અહેવાલો અનુસાર પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી હિંદુ યુવતી એસએસપી ઓફિસ પહોંચી હતી અને સુરક્ષાની માંગ કરી હતી. વાસ્તવમાં 2 વર્ષ પહેલાં તે એક યુવકના સંપર્કમાં આવી હતી. જેણે પોતાનું નામ શિવમ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. હિંદુ નામ ધારણ કરીને ફસાવનાર મુજમ્મિલે યુવતી સામે લગ્નની લાલચ આપીને 2 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. યુવતી જ્યારે વાસ્તવિકતા જાણી ગઈ ત્યારે મુજમ્મિલે તેને શ્રદ્ધાની જેમ જ 35 ટુકડા કરી નાંખવાની ધમકી આપી હતી.

    2 વર્ષ સુધી કર્યો બળાત્કાર, યુવતીને ગર્ભપાત પણ કરાવ્યો

    - Advertisement -

    મળતી માહિતી મુજબ મુજમ્મિલના સંપર્કમાં આવ્યાં બાદ તેણે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને 2 વર્ષ સુધી તેના પર બળાત્કાર કરતો રહ્યો હતો. આ દરમિયાન યુવતી વારંવાર લગ્નનું કહેતી રહી પણ મુજમ્મિલ યેનકેન પ્રકારે તેણે ટાળતો રહ્યો. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઇ જતા આરોપીએ તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો.

    યુવતી આરોપીના ઘરે પહોંચતાં ખુલાસો થયો

    પીડિતાનો આરોપ છે કે મુજમ્મિલ ઉર્ફે શિવમ થોડા દિવસ પહેલાં અચાનક ગાયબ થઈ ગયો હતો. ઘણા દિવસો સુધી તેનો સંપર્ક ન થતાં તે તેને શોધતી-શોધતી તેણે આપેલા સરનામે સોફીપુર પહોંચી હતી. જ્યાં તેને ખબર પડી હતી કે શિવમ હિંદુ નથી, પણ પરંતુ મુસ્લિમ છે અને તેનું નામ મુજમ્મિલ છે. તેના અબ્બાનું નામ સાજીદ છે અને તે ચોપલા થાણા પલ્લવપુરમમાં રહે છે. જ્યારે મુજમ્મિલને ખબર પડી કે યુવતી તેના ઘર સુધી પહોંચી ગઈ છે, ત્યારે તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવતીને શ્રધ્ધાની જેમ મારીને તેના ટુકડા કરીને ફેંકી દેવાની ધમકી આપી હતી.

    હાલ આ મામલે ફરિયાદ મળ્યા બાદ સીઓ અભિષેક પટેલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હિંદુ યુવતીની ફરિયાદના આધારે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં