Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબની ‘આપ’ સરકારમાં હિંદુઓની સુરક્ષા પર જોખમ યથાવત, હવે જલંધરમાં માતાજીના જાગરણમાં...

    પંજાબની ‘આપ’ સરકારમાં હિંદુઓની સુરક્ષા પર જોખમ યથાવત, હવે જલંધરમાં માતાજીના જાગરણમાં ધમાલ: તલવારો લઈને ઘૂસી ગયા ઈસમો, મહિલાઓ સાથે પણ અભદ્ર વ્યવહાર

    શહેરમાં ખુલ્લેઆમ ફરતા ગુંડાતત્વોના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા.

    - Advertisement -

    પંજાબ રાજ્યની આમ આદમી પાર્ટીની સરકાર સામે ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા છે. તાજો મામલો જલંધરથી સામે આવ્યો છે. અહીં માતાજીના જાગરણમાં કેટલાક ઈસમોએ હુમલો કરી દીધો હતો અને લોકો સાથે મારપીટ કરી હતી. દરમિયાન કેટલીક મહિલાઓને પણ ઇજા પહોંચી હતી. 

    આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ પ્રસરી ગયો છે તેમજ પોલીસે પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કહ્યું છે કે ગુંડાગીરી કરનારાઓની ઓળખ કરીને તેમને પકડી લેવામાં આવશે. બીજી તરફ, શહેરમાં ખુલ્લેઆમ ફરતા ગુંડાતત્વોના કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. 

    આ મામલો જલંધરના શહીદ બાબુલાભસિંહ નગરનો છે. અહીં જાગરણ દરમિયાન બે યુવકો નશામાં ધૂત થઈને લંગર ખાવા પહોંચ્યા હતા અને ત્યાં સેવા કરનારાઓ સાથે ઝઘડી પડ્યા હતા. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને બહાર કાઢી મૂક્યા હતા, પરંતુ થોડા સમય બાદ બંને ફરી ત્યાં પહોંચી ગયા અને ગાળાગાળી કરીને મંડપમાં બેઠેલા લોકો પર હુમલો કરી દીધો હતો. 

    - Advertisement -

    ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું કે, બે યુવકો ધારદાર હથિયારો લઈને ઘૂસી આવ્યા હતા. તેઓ નશામાં હતા. પહેલાં આવીને લંગરમાં ભોજન કર્યું અને ત્યારબાદ લંગર ખવડાવનાર લોકો સાથે માથાકૂટ શરૂ કરી દીધી હતી. ત્યાં હાજર લોકોએ માહોલ ખરાબ ન થાય તે માટે તેમને પકડીને બહાર મોકલી આપ્યા હતા. પરંતુ થોડી વાર પછી બંને ફરીથી આવ્યા અને ગાળાગાળી કરીને તલવારો જેવાં હથિયારોથી નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું. 

    જાગરણમાં ભજન સાંભળતા લોકો ઉપર પણ તોફાની ઈસમોએ તલવારો વડે હુમલો કરી દીધો હતો, જેથી લોકો પણ જીવ બચાવવા ભાગી ગયા હતા. એટલું જ નહીં પરંતુ તેમણે માતાજીની જ્યોતિ ઉપર પણ હુમલો કર્યો હતો. તેમણે મહિલાઓને પણ બક્ષી ન હતી અને તેમની ઉપર પણ હુમલો કરી મારપીટ કરી હતી. ત્યારબાદ પંજાબ પોલીસને જાણ કરવામાં આવી હતી. 

    આ ઘટના બાદ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુંડાગીરી કરનારાઓની તાત્કાલિક ઓળખ કરી લઈને તેમને પકડવાની બાહેંધરી આપી હતી. 

    બીજી તરફ, ઘટના બાદ ભાજપના નેતાઓ અને જિલ્લા અધ્યક્ષ કાર્યકર્તાઓ સાથે પીડિતોના ઘરે પહોંચ્યા હતા અને પોલીસને પણ બોલાવવામાં આવી હતી. તેમણે આરોપીઓ સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા, મારપીટ કરવા અને મહિલાઓને ધમકાવવાની ધારા હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં