કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ફરી ચર્ચામાં છે. ટ્વિટર પર તેમણે દાવો કર્યો હતો કે ભારતીય રેલવ સંપત્તિ, ટ્રેનો, અને સ્ટેશનોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે એક વિડીયો શૅર કરીને આ દાવો કર્યો હતો. પરંતુ ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ટ્વિટર પર જ રાહુલ ગાંધીના આ દાવાનું ફેક્ટચેક કરીને તેની પોલ ખોલી નાંખી હતી.
વાયનાડથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે (12 નવેમ્બર 2022) 4:09 વાગ્યે એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં રાહુલ ગાંધી લખે છે કે, ‘12 લાખ લોકોને રોજગાર, 2.5 કરોડ દેશવાસીઓની રોજની સેવા- દેશને જોડે છે ભારતીય રેલ.’ આગળ રાહુલ ગાંધીએ લખ્યું, ‘પ્રધાનમંત્રીજી, રેલવે દેશની સંપત્તિ છે, તેને ખાનગીકરણ નહીં પરંતુ સશક્તિકરણની જરૂર છે. વેચો નહીં.’
12 लाख लोगों को रोज़गार, 2.5 करोड़ देशवासियों की रोज़ सेवा – देश को जोड़ती है भारतीय रेल।
— Rahul Gandhi (@RahulGandhi) November 12, 2022
प्रधानमंत्री जी, रेलवे देश की सम्पत्ति है, इसे निजीकरण नहीं, सशक्तिकरण की ज़रूरत है। बेचो मत! pic.twitter.com/Z6m5S0vQio
વિડીયોમાં ‘ભારત જોડો યાત્રા’માં પદયાત્રા કરતી વખતે રાહુલ ગાંધી સાથે ચાલતા કેટલાક લોકો સાથે વાત કરતા સાંભળવા મળે છે. રાહુલ પૂછે છે કે ભારતીય રેલવેના કયા ભાગોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે? જેના જવાબમાં એક વ્યક્તિ કહે છે કે, રેલવે સ્ટેશનો, રેલવે વર્કશોપ, રેલવે હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તે વ્યક્તિ ઇન્ટરવ્યુમાં કહે છે કે, ભારતના ઇતિહાસમાં અમે ક્યારેય રેલવેનું ખાનગીકરણ જોયું નથી, જેથી અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ.
ત્યારબાદ આગળ વાત કરતાં રાહુલ ગાંધી પૂછે છે કે, તેઓ આ ક્યારથી કરી રહ્યા છે અને તેઓ મોટી કંપનીઓને તેનું સંચાલન આપી રહ્યા છે કે નાની કંપનીઓને? જેના જવાબમાં સાથેના લોકો અંબાણી, અદાણીનું નામ લેતા જોવા મળે છે અને કહે છે કે મોદી સરકાર આમ કરી રહી છે. ત્યારબાદ રાહુલ ગાંધી તેમને પૂછે છે કે, અદાણીને હવે રેલવે પણ મળી છે? જેના જવાબમાં કહેવામાં આવે છે કે, તેમની ટ્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ભારતની 151 ટ્રેનનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે.
રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ આ ટ્વિટ બાદ ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ દાવાની પોલ ખોલી નાંખી હતી. PIB ફેક્ટચેક ટ્વિટર અકાઉન્ટ પરથી આ દાવાને ફર્જી ગણાવીને કહેવામાં આવ્યું કે, ભારતીય રેલવેની 151 ટ્રેન, રેલવે સંપત્તિ, સ્ટેશનો અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો સંપૂર્ણ રીતે ફર્જી અને તથ્યહીન છે. સરકારે એમ પણ જણાવ્યું કે, રેલવે મંત્રાલય પોતાની કોઈ સંપત્તિનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું નથી.
एक ट्वीट में फर्जी दावा किया जा रहा है कि भारतीय रेलवे की 151 ट्रेनों, रेलवे संपत्ति, स्टेशनों और अस्पतालों का निजीकरण कर दिया गया है#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) November 13, 2022
▶️ ये दावे पूर्णतः फर्जी एवं तथ्यहीन हैं
▶️ @RailMinIndia अपनी किसी संपत्ति का निजीकरण नहीं कर रहा pic.twitter.com/KecWtIM7du
અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ અવારનવાર મોદી સરકાર પર સરકારી સંપત્તિ અદાણી-અંબાણી જેવા ઉદ્યોગપતિઓને વેચી નાંખવાનો આરોપ લગાવતા રહે છે. હવે તેમણે આ પ્રચાર આગળ વધારવા માટે ફેક ન્યૂઝનો સહારો લેવા માંડ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.