Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના નેતાએ ગેરકાયદેસર બનાવી રાજમહેલ જેવી હોટલ, સીએમ યોગીની બરેલી...

    અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના નેતાએ ગેરકાયદેસર બનાવી રાજમહેલ જેવી હોટલ, સીએમ યોગીની બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટીએ બુલડોઝર ફેરવી દીધું

    આ દરમિયાન તૌફીક પ્રધાન અને તેમના સમર્થકોએ પ્રશાસનની ટીમોનો ઉગ્ર વિરોધ કર્યો હતો, પરંતુ પ્રશાસનની કાર્યવાહી આ વિરોધથી અટકી ન હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં અતિક્રમણ અને ગેરકાયદે બાંધકામને કાબૂમાં લેવાના નવા પ્રયાસોના ભાગરૂપે બરેલીમાં AIMIM રાજકારણી તૌફીક પ્રધાનની માલિકીની એક ભવ્ય હોટલને તોડી પાડી છે. ઓવૈસીના નેતાની ગેરકાયદેસર હોટલ પર કાર્યવાહી બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA) દ્વારા કરવામાં આવી છે.

    ઓવૈસીના નેતાની ગેરકાયદેસર હોટલ પર કાર્યવાહી બદલ BDAએ જણાવ્યું હતું કે તૌફીક પ્રધાને પ્રશાસનની પરવાનગી લીધા વિના બાયપાસ રોડના ગ્રીન બેલ્ટ ક્ષેત્રમાં 700 ચોરસ મીટર જમીન પર 2 માળની આલીશાન હોટલનું ગેરકાયદેસર નિર્માણ કર્યું હતું. જેને કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવી છે. બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી હવે ગ્રીન બેલ્ટમાં ઉભા કરાયેલા ગેરકાયદે ઢાબાઓ અને હોટલો સામે કાર્યવાહી કરી રહી છે. બાયપાસ નજીક ગ્રીન બેલ્ટ પર બે માળની હોટલને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    બીડીએના ઓએસડી ગૌતમ સિંહે જણાવ્યું હતું કે, “તૌફીક પ્રધાને બરેલી ડેવલપમેન્ટ એરિયા હેઠળ લગભગ 700 ચોરસ મીટરના વિસ્તારમાં કછોલી ગામ પાસેના ગ્રીન બેલ્ટમાં બાયપાસ પર સંમતિ વિના બે માળની ગેરકાયદેસર આલીશાન હોટેલ બનાવી હતી. ત્યારબાદ UP ટાઉન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, 1973 હેઠળ પ્રશાસનની ટીમની હાજરીમાં હોટેલને તોડી પાડવામાં આવી હતી.”

    - Advertisement -

    અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીમાંથી ચૂંટણી લડીને મળી હતી હાર

    ઉલ્લેખનીય છે કે બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ કાર્યવાહી બરેલીના બિથરી ચૈનપુર વિધાનસભા ક્ષેત્રમાં કરી છે. અહીં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ના નેતા તૌફીક પ્રધાનની હોટલ છે. તૌફિક પ્રધાને વર્ષ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી.

    આ ચૂંટણીમાં તૌફીક પ્રધાનને સૌથી ઓછા મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને તેમના કરતા વધુ મત મળ્યા હતા. જ્યારે ભાજપના રાઘવેન્દ્ર શર્મા આ બેઠક પરથી જીત્યા હતા. મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી, પ્રશાસન અને પોલીસની ટીમ બુલડોઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી હોટલની બે માળની ઇમારત તોડી પાડવામાં આવી હતી.

    સમર્થકોના ટોળાએ વિરોધ કર્યો, પણ તોય બુલડોઝર ફરી વળ્યું

    આ દરમિયાન તૌફીક પ્રધાન અને તેમના સમર્થકોએ પ્રશાસનની ટીમોનો ઉગ્ર વિરોધ કર્યો હતો, પરંતુ પ્રશાસનની કાર્યવાહી આ વિરોધથી અટકી ન હતી. કાર્યવાહી સમયે બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટીના મદદનીશ ઈજનેર અનિલ કુમાર, જુનિયર ઈજનેર રમણ અગ્રવાલ, સુનિલ કુમાર ગુપ્તા, હરીશ ચૌધરી વગેરે પોલીસ અને વહીવટી અધિકારીઓની સાથે એન્ફોર્સમેન્ટ ટીમની સાથે મોટી સંખ્યામાં હાજર હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં