કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી અને રાજસ્થાનમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે વાર્તામાં નવો વળાંક આવ્યો છે. હવે રાજસ્થાન સીએમ અશોક ગેહલોતે અધ્યક્ષ પદની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. આજે તેમણે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી, જે બાદ તેમણે બહાર આવીને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.
અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને વિનંતી કરવા છતાં તેઓ ન માન્યા તો ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી હતી પરંતુ હવે લડવા માંગતા નથી. અશોક ગેહલોતે કહ્યું, “હું કોચીમાં રાહુલ ગાંધીને મળ્યો અને તેમને કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા વિનંતી કરી હતી. પરંતુ જ્યારે તેમણે વિનંતી ન સ્વીકારી ત્યારે મેં કહ્યું હતું કે હું ચૂંટણી લડીશ, પરંતુ હવે રાજસ્થાનની ઘટના બાદ મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.
I won't contest these elections in this atmosphere, with moral responsibility, said Rajasthan CM Ashok Gehlot
— ANI (@ANI) September 29, 2022
On being asked if he will remain Rajasthan CM, Gehlot said, "I won't decide that, Congress chief Sonia Gandhi will decide that." pic.twitter.com/arRFlDrazd
અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદે યથાવત રહેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, એ નિર્ણય હું નહીં કરું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ અંગે નિર્ણય કરશે.”
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી માટે રાજસ્થાન સીએમ અશોક ગેહલોતનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું અને તેમણે પોતે પણ લડવાની જાહેરાત કરી હતી. જોકે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બને તો રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવું પડે તેમ હતું. જેના કારણે તેમના પછી રાજસ્થાનમાં સુકાન કોને સોંપવામાં આવે તે બાબતે રાજ્યમાં વિખવાદ સર્જાયો હતો અને 82 ગેહલોત સમર્થક ધારાસભ્યોએ રાજીનામાંની ચીમકી આપી હતી.
કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માટેની મથામણમાં હતું અને બીજી તરફ ગેહલોત સમર્થક ધારાસભ્યો પાયલટનો વિરોધ કરીને પોતાનામાંથી સીએમની પસંદગી કરવાની માંગ કરી રહ્યા હતા. જોકે, હવે ગેહલોતને જ રાજસ્થાનના મુખ્યમંત્રી પદે યથાવત રાખવામાં આવશે તેમ જણાઈ રહ્યું છે.
Delhi | Congress leader Digvijaya Singh collects nomination form for the post of party president
— ANI (@ANI) September 29, 2022
"Wait till October 4, the date of withdrawal," he says when asked if the poll will be a trio-cornered contest or a two-cornered contest pic.twitter.com/132Nwz8jd9
બીજી તરફ, કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહની એન્ટ્રી કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની રેસમાં થઇ છે. તેઓ આજે દિલ્હી પહોંચ્યા હતા. આવતીકાલે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર દાખલ કરશે. તેમનો સામનો કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સામે થઇ શકે છે. આજે તેમણે દિલ્હીમાં શશિ થરૂર સાથે મુલાકાત પણ કરી હતી.