ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો પોત પોતાનું જોર મારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ તેનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ વારંવાર તેના પૂર્વઆયોજિત મીડિયા સ્ટંટ કરવામાં તેના જ લોકો પંચર પાડી દે છે. તેવો એક તાજો કિસ્સો સામે આવ્યો છે દ્વારિકાધીશ મંદિરના પ્રાંગણમાંથી જ્યાં મેનેજ કરેલ મીડિયાએ કરી દીધું આમ આદમી પાર્ટીનું અણધાર્યું ફેક્ટ-ચેક.
આમ તો આમ આદમી પાર્ટી મીડિયા મેનેજ કરવા માટે ખુબ કુખ્યાત છે, ભલે એ સમાચાર ચેનલોને મોંઘી એડવર્ટાઈઝના પૈસા આપવાના હોય કે પછી દેશભરના સમાચારપત્રોમાં સરકારી ખર્ચે આખા પાનાંની જાહેરાતો છાપવાની હોય. પરંતુ કોઈક તો કારણ છે કે આ બધું કરવા છતાંય ગુજરાતમાં તેમનું આ મીડિયા મેનેજમેન્ટ કાચું પુરવાર થઇ રહ્યું છે.
Janta No Mood : દ્વારિકાધીસના શ્રદ્ધાળુઓ શું કહી રહ્યા છે ગુજરાતની ચૂંટણ… https://t.co/IqBX1nngdt via @YouTube pic.twitter.com/dxhN4ukwBd
— Gujarat Tak (@GujaratTak) September 9, 2022
શુક્રવારે (9 સપ્ટેમ્બર)ઇન્ડિયા ટુડે ગ્રુપના એક ગુજરાતી ન્યુઝ પોર્ટેલે એક વિડીયો પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. જેમાં તેઓના કહેવા મુજબ તેમણે અચાનક જ દ્વારકા પહોંચીને મંદિરમાં જવા લાઈનમાં ઉભા રહેલ શ્રદ્ધાળુઓને ગુજરાતની રાજનીતિ બાબતે પ્રશ્નો પૂછ્યા હતા અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે ગુજરાતીઓનો મૂડ શું છે.
પરંતુ જયારે અમે આખો વિડીયો જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ કોઈ અચાનક બનાવેલ વિડીયો નહિ પરંતુ એકદમ પૂર્વઆયોજિત મીડિયા સ્ટંટ હતો અને અમારી પાસે એવું કહેવાના પૂરતા કારણો છે.
આ વિડીયોને મીડિયા સ્ટંટ કહેવાના અમારાં કારણો
- વીડિયોમાં એન્કર એવું બતાવવા પ્રયત્ન કરે છે કે તેઓની ટિમ અચાનક જ દ્વારકા મંદિર પહોંચી હતી, પરંતુ વીડિયો દ્વારા જાણી શકાય છે તે જ વખતે ત્યાં આમ આદમી પાર્ટીની બસો તેમના કાર્યકર્તાઓ અને સમર્થકોને લઈને ત્યાં આવેલ હતી. અને ઈન્ટવ્યુમાં મોટા ભાગના પ્રશ્નો તેમને જ પુછાયા હતા. તો એવી શક્યતા કેટલી છે કે તે ન્યુઝ પોર્ટલ જયારે ઇન્ટરવ્યૂ કરવાની હોય ત્યારે જ અચાનક કોઈ રાજકીય પાર્ટીના આટલી મોટી સંખ્યામાં સમર્થકો ત્યાં આવેલા હોય?
- વીડિયોમાં 7:00 મિનિટે કાલાવાડથી આવેલ એક કાકા આ ઇન્ટરવ્યૂનો ફુગ્ગો ત્યારે ફોડી દે છે જયારે તેઓ કેમેરા અને માઈક સામે જ ખુલાસો કરી દે છે કે તે બધા આમ આદમી પાર્ટીની બસમાં આવ્યા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે.
- આ જ વીડિયોમાં 9:17 મિનિટ પર એક મહિલા એન્કરનાં સવાલનો જવાબ આપતા આપતા ભૂલતી જણાવી દે છે કે તેઓ અહીંયા ‘એક મિટિંગ માટે’ આવ્યા છે. તો એવું માની શકાય કે આ મહિલા કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર હોઈ શકે છે.
- વીડિયોમાં 12:00 મિનિટે એક વ્યક્તિ ગુજરાત સરકારની નિંદા કરતા કરતા અચાનક બોલી પડે છે કે ‘આમ આદમી પાર્ટી અત્યારે દ્વારકાધીશના દર્શન કરીને રણશિંગુ ફૂંકી રહી છે.’ એટલે એન્કર તરત જ તેમની વાત વચ્ચેથી કાપીને પૂછે છે કે શું તેઓ આમ આદમી પાર્ટીમાંથી છે. તો એ વ્યક્તિ પહેલા તો જવાબ આપે છે કે ‘હા’ અને તુરંત જ જવાબ બદલીને કહે છે કે ‘ના હું એક સામાન્ય કાર્યકર્તા છું.’
- સૌથી મોટું કારણ તો એ છે કે કોઈ પણ ન્યુઝ એન્કર કે મિડિયાકર્મી પોતાના લાંબા અનુભવમાંથી તરત જ પરિસ્થિતિ માપી જાય અને તેને ખબર પડી જાય કે તેઓ જેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે તેઓ કોણ છે. પરંતુ આ વિડીયોના એન્કર 16 મિનિટ સુધી સમજી નથી શકતા કે આ તમામ આપ કાર્યકર્તા છે. અથવા તો જે વાતની સૌને શંકા જઈ રહી છે એમ આ એન્કર પણ આ આમ આદમી પાર્ટીના મીડિયા સ્ટંટમાં પહેલાથી સંમેલિત હતા અને આ આખો વિડીયો પૂર્વઆયોજિત જ હતો.
નેટિઝન્સે પણ ઉઠાવ્યા સવાલ
આ પૂર્વઆયોજિત મીડિયા સ્ટંટ બાદ બહાર પડેલ વિડીયોના નાના ભાગ લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ તેને એ રીતે દર્શાવવા મંડ્યા કે “ગુજરાતના ‘દ્વારકાધીશ’માં અરવિંદ કેજરીવાલને લઈને લોકોમાં એક અલગ જ ક્રેઝ છે. મંદિરમાં દર્શન કરવા આવેલા લોકો એકસાથે કહી રહ્યા છે ‘કેજરીવાલ આવે છે.’”
गुजरात के “द्वारकाधिश” में अरविंद केजरीवाल की को लेकर एक अलग ही दीवानगी है लोगों में। मंदिर में दर्शन को आये लोग एक सुर में कह रहे है “केजरीवाल आबी छे” । pic.twitter.com/CaB1laB3Dp
— Naresh Balyan (@AAPNareshBalyan) September 9, 2022
આવા જ એક આપ નેતા નરેશ બલ્યાનની ટ્વીટ પર જાણીતા પત્રકાર વિજય ગજેરાએ ટિપ્પણી કરી કે “અરવિંદની પાર્ટીએ બસ ભરીને લોકોને ત્યાં લાવીને લાઈનમાં ઊભા કર્યા. પછી તમારા ટુકડાઓ પર જીવતા માર્કેટેબલ મીડિયાએ તે જ લોકોને પ્રશ્ન કરવાનું શરૂ કર્યું. ગુજરાતના લોકો જુઠ્ઠાણું ઝડપથી પકડે છે, તમારી યુક્તિ અહીં નહીં ચાલે!”
देखो कैसे एक गुजराती ने आपकी नौटंकी की पोल खोल दी!pic.twitter.com/cngaJIvUBV
— Vijay Patel🇮🇳 (@vijaygajera) September 9, 2022
વિજય ગજેરાએ એ જ ઇન્ટરવ્યૂનો એક ભાગ, કે જેમાં એક વ્યક્તિ કહે છે કે તેઓ આમ આદમી પાર્ટીની બસમાં આવ્યા છે, પોસ્ટ કરીને લખે છે કે, “જુઓ કેવી રીતે એક ગુજરાતીએ તમારા ખેલનો પર્દાફાશ કર્યો છે!”
When All her attempts to find AAP supporter failed badly, she unhappily she says “Aam Aadmi Party ki bus mein Dwarkadhish ke darshan karne aaye hai aur …. Gujarat tak ya AAP tak ??? pic.twitter.com/DSPR5OY1RR
— नंदिता ठाकुर 🇮🇳 (@nanditathhakur) September 9, 2022
અન્ય એક ટ્વીટર યુઝર આ જ વિડીયો પોસ્ટ કરીને તે મીડિયા એન્કર પર પ્રશ્ન ઉઠાવતા કહે છે કે ‘તેના દ્વારા સત્ય છુપાવવાના અનેક પ્રયાસ બાદ પણ આખરે સત્ય સામે આવી જ ગયું.”
Aprox 500 logo se same question kiya…unme se 4 logo ne Kejriwal bola…bas vahi clips edit kar ke dal di netaji ne 😅
— Avi (@avitri4000) September 9, 2022
ટ્વીટર યુઝર @avitri4000 એ પણ આ પૂર્વઆયોજિત સ્ટંટ પર હસતા હસતા કહ્યું કે, “લગભગ 500 લોકોને એકના એક સવાલ કર્યા… તેમાંથી માત્ર 4 લોકો કેજરીવાલ બોલ્યા… બસ એ જ કલીપ એડિટ કરીને નેતાજીએ મૂકી દીધી.”
AAP ના કોઈ ખેલ ચાલી નથી રહ્યા ગુજરાતમાં
આ પહેલીવાર નથી કે ગુજરાતમાં આમ આદમી આરતીએ આવો કોઈ પૂર્વઆયોજિત સ્ટંટ રમ્યો હોય. આ પહેલા પણ તેમણે ઘણા પ્રયત્ન કર્યા છે અને લગભગ દરેક વખતે તેમને ઊંધા માથે પછડાવું પડ્યું છે.
તાજેતરમાં જ જયારે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા રાજકોટ પહોંચ્યા હતા ત્યારે પણ OpIndia એ તેમના એ તરકટ પર્દાફાશ કર્યો હતો. ઑપઇન્ડિયાના ફેક્ટ-ચેકમાં સાબિત થયું હતું કે કેજરીવાલે જેને ‘બેરોજગાર’ બતાવીને ગેરન્ટીકાર્ડ આપ્યું હતું તે ભરત વાળા બેરોજગાર નથી અને તેણે પોતાને મીડિયા સામે ખોટી રીતે પ્રદર્શિત કર્યો હતો અને આમ આદમી પાર્ટીના કન્વીનરનો એ પ્રવાસ એકદમ પૂર્વઆયોજિત હતો અને તેમણે સ્ક્રિપ્ટ મુજબ નક્કી કરેલ લોકોને જ મળ્યા હતા.
તે પહેલા પણ એક વાર આમ આદમી પાર્ટીએ એક કાર્યક્રમમાં એક્ટર શાહબાઝ ખાન પાસે ગુજરાતને બદનામ કરવા માટે અને કેજરીવાલની વાહ વાહી કરાવવા માટે એક નાટક કરાવ્યું હતું. પાછળથી વાતનો ખુલાસો થતા આમ આદમી પાર્ટીએ નીચાજોણું થયું હતું.