
તાજેતરમાં દિલ્હી પોલીસે વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ એક FIR નોંધી છે. ભૂષણે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવનો ભારતવિરોધી હોવાનો દાવો કરતો ફેક વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયો અંગે વિદેશ મંત્રાલયે 3 નવેમ્બરે જ ફેક્ટચેક કરીને તેને AI જનરેટેડ ગણાવ્યો હતો.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરના રોજ સાયબર પેટ્રોલિંગ દરમિયાન આ મામલો ધ્યાનમાં આવ્યો હતો. પોલીસના નિવેદન પ્રમાણે, @thequotesnews નામક સોશિયલ મીડિયા યુઝરે પ્રશાંત ભૂષણના X હેન્ડલ પરથી રશિયાના વિદેશમંત્રીનો વિડીયો શેર કર્યો હતો.
પ્રશાંત ભૂષણ વિરુદ્ધ ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવાનો આરોપ
આ ફેક વિડીયો શેર કરવા બદલ પોલીસે ભૂષણ વિરુદ્ધ BNSની કલમ 336(4), 353(1)(c), 356 અને 340(2) તેમજ IT એક્ટની કલમ 66C હેઠળ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર ભૂષણે આ વિડીયોથી ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવીને અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
दिनांक 03.11.2026 को साइबर पेट्रोलिंग के दौरान संज्ञान में आया कि सोशल मीडिया हैंडल @thequotesnews द्वारा प्रशांत भूषण के हैंडल @pbhushan1 से रूस के विदेश मंत्री का भारत विरोधी कथित Doctored वीडियो साझा किए जाने का दावा किया गया है। उक्त वीडियो के माध्यम से भ्रामक, मानहानिकारक एवं भड़काऊ सामग्री प्रसारित कर सार्वजनिक उपद्रव तथा अफवाहें फैलाने का आरोप है। इस संबंध में FIR No. 263/26 तहत धारा 336(4)/353(1)(c)/356/340(2) BNS एवं 66C IT Act में अभियोग PS Special Cell में पंजीकृत कर दिया गया है।
— Delhi Police (@DelhiPolice) November 4, 2026
ઉલ્લેખનીય છે કે વિવાદિત વિડીયોમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ ભારતની ટીકા કરી રહ્યા હતા. તેમાં એવો દાવો કરાઈ રહ્યો હતો કે ભારત માત્ર એક વેપારી ભાગીદાર છે અને રશિયા પાસેથી સસ્તી ઊર્જા કે તેલ ખરીદવાથી ભારતને ક્રેમલિનની વિદેશનીતિમાં દખલ કરવાનો કોઈ વિશેષાધિકાર મળતો નથી. નોંધનીય છે કે પ્રશાંત ભૂષણે આ વિડીયો શેર કરતી વખતે ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરને ટેગ કરીને એવી કમેન્ટ પણ કરી હતી કે આ રશિયા તરફથી ભારતને કથિત રીતે જડબાતોડ જવાબ છે.
જોકે, 3 નવેમ્બરના રોજ વિદેશ મંત્રાલયની ફેક્ટચેક ટીમે આ વિડીયોને ફેક ગણાવ્યો હતો. MEAએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે પોસ્ટમાં ઉપયોગમાં લેવાયેલો રશિયાના વિદેશમંત્રીનો વિડીયો ફેક છે. આ ઉપરાંત નવી દિલ્હીમાં આવેલા રશિયન દૂતાવાસે પણ આવા AI જનરેટેડ ફેક વિડીયો સામે લોકોને ચેતવણી આપી હતી અને તેને આગળ શેર નહીં કરવાની અપીલ કરી હતી.
મૂળ વિડિયોમાં છેડછાડ કરી જયશંકરનો વિડીયો પણ કર્યો ફરતો
BOOM Liveના અહેવાલ મુજબ, આ વિડીયોમાં મૂળ વિડીયો સાથે છેડછાડ કરીને ખોટા અવાજ અને નિવેદનો ઉમેરવામાં આવ્યાં હતાં. મૂળ વિડીયો 31 ઑક્ટોબર, 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં સર્ગેઈ લાવરોવ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સંભવિત મુલાકાત અંગેના સવાલોના જવાબ આપી રહ્યા હતા.
માત્ર સર્ગેઈ લાવરોવ જ નહીં, પરંતુ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરનો પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એવો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ હતો કે એસ. જયશંકર રશિયન મંત્રીની આ ટિપ્પણીનો જવાબ આપી રહ્યા છે.
જોકે, વિદેશ મંત્રાલય અને PIBએ આ વિડીયો પણ ફેક હોવાની સ્પષ્ટતા કરી હતી. વાસ્તવમાં, એસ. જયશંકરે વિદેશી મંચો પર રશિયા, યુક્રેન અને પશ્ચિમી દેશોના અધિકારીઓ સાથે થયેલી કૂટનીતિક ચર્ચાઓના સંદર્ભમાં નિવેદનો આપ્યાં હતાં જેને વિકૃત કરીને રજૂ કરાયાં હતાં.

