
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ કાર્યક્રમ પહેલાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી (NMACC) બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમાંથી એક 24 વર્ષીય યુવક પોતાને PMOનો અધિકારી ગણાવી રહ્યો હતો, જ્યારે તેની સાથે રહેલો બોડીગાર્ડ બંદૂક સાથે ઝડપાયો હતો. આ યુવક પાસેથી નકલી આઈકાર્ડ પણ મળ્યું હોવાનું કહેવાય છે.
Mumbai Police say, "Two individuals have been detained from the venue in Mumbai where Prime Minister Narendra Modi was scheduled to attend an event. A gun was recovered from one of the individuals. The Mumbai Police detained a man at the Nita Mukesh Ambani Cultural Centre (NMACC)…
— ANI (@ANI) September 8, 2026
મળતી માહિતી અનુસાર 24 વર્ષીય રોહન પારેખ નામનો યુવક પોતાને વડા પ્રધાન કાર્યાલયનો (PMO) અધિકારી ગણાવીને NMACC ખાતે પહોંચ્યો હતો. તેની સાથે રહેલા બોડીગાર્ડ પાસે બંદૂક મળી આવતા બંનેને પકડી લેવામાં આવ્યા હતા. આ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડા પ્રધાન મોદી 8 સપ્ટેમ્બરે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે Global Fintech Fest 2026નું ઉદ્ઘાટન કરવાના હતા. NMACC પણ BKCના જિયો વર્લ્ડ સેન્ટર કોમ્પ્લેક્સનો હિસ્સો છે. પોલીસ હવે યુવકની ઓળખ, PMO અધિકારી હોવાના તેના દાવા અને બોડીગાર્ડ પાસે રહેલી બંદૂક અંગે તપાસ કરી રહી છે.

