‘દીપકે પકડાયો, બાળકી પર હુમલો થયો’: ફેક ન્યુઝ ફેલાવી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરતો ઝડપાયો CJPનો પ્રવક્તા સૌરવ દાસ, દિલ્હી પોલીસે ખોલી પોલ

સંસદ કૂચ દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP) સાથે સંકળાયેલો પ્રવક્તા અને પ્રોપગેન્ડાબાજ સૌરવ દાસ સોશિયલ મીડિયા પર એક પછી એક ખોટા દાવા કરીને હિંસા ભડકાવતો ઝડપાયો. પહેલાં તેણે X પર પોસ્ટ કરીને દાવો કર્યો કે CJPના વડા અભિજીત દીપકેને દિલ્હી પોલીસે પકડી લીધો છે અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. જોકે થોડા જ સમયમાં દિલ્હી પોલીસે સત્તાવાર સ્પષ્ટતા કરીને આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો. પોલીસે જણાવ્યું કે દીપકે અટકાયતમાં નથી અને તે મંચ પર જ હાજર છે. બાદમાં આ પોસ્ટ પર કોમ્યુનિટી નોટ પણ ઉમેરાઈ, જેમાં પણ દાવો ભ્રામક હોવાનું દર્શાવવામાં આવ્યું.

આ દાવો ખોટો સાબિત થયા પછી પણ સૌરવ દાસ અટક્યો નહીં. તેણે બીજી પોસ્ટમાં દાવો કર્યો કે ગીતાંજલિના વાળ ખેંચવામાં આવ્યા, 12 વર્ષની બાળકીનું માથું ફોડી નાખવામાં આવ્યું અને 40થી 50 લોકોના માથા ફોડી નાખવામાં આવ્યા. દિલ્હી પોલીસે તરત જ ફેક્ટચેક કરીને જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ફરતી આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે. પોલીસે સ્પષ્ટ કર્યું કે ગીતાંજલિ પર હુમલો થયો હોવાનો કે 12 વર્ષની બાળકી સહિત અનેક લોકોના માથા ફોડી નાખવામાં આવ્યા હોવાના દાવાઓ સાચા નથી અને લોકોને આવી ભ્રામક માહિતી ન ફેલાવવાની અપીલ કરી.

નોંધનીય છે કે આ બંને પોસ્ટ એવા સમયે કરવામાં આવી હતી જ્યારે દિલ્હીમાં CJPના વંદાઓ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને સુરક્ષાદળો ભારે બંદોબસ્તમાં તહેનાત હતા. જોકે કૂચ દરમિયાન જ વંદાઓ આક્રમક બન્યા હતા અને હિંસા પર ઉતરી આવ્યા હતા. તેવામાં સૌરવ દાસ આવા ખોટા દાવા રજૂ કરીને હિંસાને વધુ ભડકાવવા માટેનો સ્પષ્ટ પ્રયાસ કરી રહ્યો છે.