Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'માફિયાઓ ડ્રગ્સ જમા નથી કરાવી જતા, ગુજરાત પોલીસ પોતાના જીવ પર ખેલીને...

    ‘માફિયાઓ ડ્રગ્સ જમા નથી કરાવી જતા, ગુજરાત પોલીસ પોતાના જીવ પર ખેલીને તેને પકડે છે’: રાહુલ ગાંધીના ગુજરાતદ્વેષી નિવેદન પર ગૃહમંત્રી વરસ્યા

    'હવે આપણે એમના શિક્ષકોને શોધવા પડશે અને તેમને કહેવું પડશે કે આ બંનેને ફરીથી ભણાવે કે ગુજરાતમાં ડ્રગ્સ મળતું નથી પણ પકડાય છે. હું આ એટલા માટે કહું છું કેમ કે માત્ર શિક્ષક જ તેમને સાચી વાત સમજાવી શકે છે.' - હર્ષ સંઘવી

    - Advertisement -

    સોમવારે (5 સપ્ટેમ્બર) રાહુલ ગાંધીએ ગુજરાતમાં પોતાની એક સભામાં ગુજરાતને ડ્રગ્સ હબ તરીકે ઓળખાવ્યું હતું, જેની સામે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તીખા પ્રહાર કર્યા છે.

    ગુજરાતમાં ડ્રગ્સ બાબતે રાજકારણ શરુ થયું છે ત્યારે હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે રાજકારણ ન કરવા કહ્યું છે. ગુજરાત સિવાય અન્ય રાજયોમાં પણ ગુજરાત પોલીસે કાર્યવાહી કરી છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સારી કામગીરીને લઈ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે, “છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સમાં 485 કેસો પર 763 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સને રાજકીય મુદ્દો બનાવી પોલીસનું મનોબળ ન તોડવું જોઈએ. રાજકીય મુદ્દો બનાવી સમાજમાં મોટું દુષણ ફેલાવી રહ્યા છે.”

    ગૃહ રાજયમંત્રીએ જણાવ્યું કે, “ગુજરાતમાં ડ્રગ્સ સામેથી મળતું નથી પણ ગુજરાત પોલીસની મહેનત-મક્કમતાથી અને રાજ્ય સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ડ્રગ્સ પકડાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ લડાઈ હજી ખૂબ લાંબી ચાલશે. મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી,રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની પૂરવાર થઈ રહી છે.”

    - Advertisement -

    આ સાથે આજે ગુજરાત આવેલા કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ હર્ષ સંઘવીએ આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે “શ્રીમાન રાહુલ ગાંધીને હું કહેવા માંગુ છું, વર્ષ 2020-21માં મહારાષ્ટ્રમાં જ્યારે તેમની સરકાર હતી. સલીમ નામનો યુવક ગુજરાતમાં ડ્રગ્સ લેવા પહોંચ્યો હતો. મહારાષ્ટ્રના યુવાનોનું જીવન બરબાદ કરનારાને ગુજરાત પોલીસે પકડ્યો હતો. ડ્રગ્સ મામલે રાજકારણ કરવાને સ્થાને સાથે મળીને કામ કરવું જોઈએ.”

    સોમવારે શિક્ષક દિવસ પણ હતો એટલે ગૃહમંત્રીએ તેના ઉપલક્ષમાં રાહુલ ગાંધીના નિવેદનને જોડીને કહ્યું કે, “બે વિદ્યાર્થીઓ એવા છે કે, જેમને ગુજરાત સાથે હંમેશા વાંધો હોય છે. હવે આપણે એમના શિક્ષકોને શોધવા પડશે અને તેમને કહેવું પડશે કે આ બંનેને ફરીથી ભણાવે કે ગુજરાતમાં ડ્રગ્સ મળતું નથી પણ પકડાય છે. હું આ એટલા માટે કહું છું કેમ કે માત્ર શિક્ષક જ તેમને સાચી વાત સમજાવી શકે છે.”

    રાહુલ ગાંધીએ શું આરોપ લગાવ્યો હતો

    રાહુલ ગાંધીએ સોમવારે ગુજરાત મુલાકાત વખતે કહ્યું હતું કે, ‘ગુજરાતને ડ્રગ્સ હબ બનાવી દીધું છે અને બધુ જ ડ્રગ્સ મંદ્રા પોર્ટમાંથી નિકળી રહ્યું છે પરંતુ તમારી સરકાર કાર્યવાહી નથી કરી રહી. તેનું કારણ શું છે? દર બે ત્રણ મહિને મુંદ્રા પોર્ટમાંથી ડ્રગ્ઝ મળે છે જે ગુજરાતના યુવાનોના ભવિષ્યને બર્બાદ કરે છે.’

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં