
મહારાષ્ટ્રના જાલના જિલ્લાના પરતુર શહેરમાં આવેલી ‘કિડ્સ વર્લ્ડ ઇંગ્લિશ સ્કૂલ’ના વાર્ષિક ઉત્સવનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મોટો વિવાદ ઊભો થયો છે. આ વાયરલ વિડીયોમાં શાળાનાં બાળકો નકલી તલવારો સાથે સ્ટેજ પર પાકિસ્તાની ગીત ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા’ પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર લોકોએ એ વાત તરફ પણ ધ્યાન દોર્યું છે કે કાર્યક્રમ દરમિયાન સ્ટેજની પાછળ લાગેલી એલઇડી સ્ક્રીન પર દેખાતો ફોટો પાકિસ્તાની આતંકવાદી મુમતાઝ કાદરીનો હોય તેમ જણાય રહ્યું છે.
આ વિવાદિત ગીત ‘ગુસ્તાખ-એ-નબી કી એક સજા, સર તન સે જુદા’નો સીધો અર્થ એ થાય છે કે ‘પયગંબરનું અપમાન કરનાર માટે માત્ર એક જ સજા છે, ધડથી માથું અલગ કરવું’. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી છે અને આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે શાળાના સંચાલકોની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ FIR નોંધવામાં આવી નથી.
EXCLUSIVE:
— Treeni (@treeni) June 16, 2026
During Annual Day programme of Kids World English School in Partur, Jalna — school children danced on the Pakistani song of "Gustakh Nabi Ki Ek Saza…" with dummy swords.
In the background, they had celebrated with photo of Pakistani terrorist Mumtaz Qadri, who had… pic.twitter.com/bq7PbUJYb2
વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયા શાળાના માલિક તારિક સિદ્દીકીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી જાણી શકાય કે આ પ્રકારના વિવાદિત કાર્યક્રમનું આયોજન કોણે કર્યું અને તેને મંજૂરી કેવી રીતે મળી. નોંધનીય છે કે, તારિક સિદ્દીકી સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ કોંગ્રેસ પક્ષના સ્થાનિક નેતા પણ છે.
ASP વિક્રમ સાલીએ જણાવ્યા અનુસાર પરતુર પોલીસ સ્ટેશનના અધિકારી અને પરતુર ડિવિઝનના SDPOને તપાસ સોંપવામાં આવી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પોલીસ હાલમાં કાર્યક્રમનાં તમામ પાસાંની ચકાસણી કરી રહી છે અને સોશિયલ મીડિયા પર જે દાવો કરવામાં આવી રહ્યા છે જો તેમાં તથ્ય જણાતાં ચોક્કસથી કાયદાકીય પગલાં લેવામાં આવશે.
Jalna, Maharashtra: On a viral video of children dancing in the annual school function to a controversial song in Jalna, Additional Superintendent of Police Vikram Sali says, "In this matter, we have given an inquiry to the Police official of Partur Police Station and the SDPO of… pic.twitter.com/JAvgo3EleA
— IANS (@ians_india) June 17, 2026
સ્ટેજના બેકગ્રાઉન્ડમાં મુમતાઝ કાદરીનો ફોટો
વિવાદ ત્યારે વધુ વકર્યો બન્યો જ્યારે એવા દાવા કરવામાં આવ્યા કે સ્ટેજની બેકગ્રાઉન્ડ સ્ક્રીન પર પાકિસ્તાનના પૂર્વ પોલીસ કમાન્ડો મુમતાઝ કાદરીનો ફોટો લગાવવામાં આવ્યો હતો. મુમતાઝ કાદરીએ વર્ષ 2011માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના તત્કાલીન ગવર્નર સલમાન તાસીરની હત્યા કરી હતી. ગવર્નર સલમાન તાસીરે પાકિસ્તાની ઈશનિંદાના કાયદા હેઠળ મૃત્યુદંડ પામેલી આસિયા બીબી નામની એક ખ્રિસ્તી મહિલાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો અને તેની દયા અરજીનું સમર્થન કર્યું હતું. આ વાતથી નારાજ થઈને તેમના જ બોડીગાર્ડ મુમતાઝ કાદરીએ એકે-47 રાઈફલમાંથી 27 ગોળીઓ મારીને ગવર્નરની હત્યા કરી દીધી હતી.
હત્યા બાદ કાદરીએ આત્મસમર્પણ કર્યું હતું અને વર્ષ 2016માં પાકિસ્તાની કોર્ટે તેને ફાંસીની સજા આપી હતી. જોકે, તેની ફાંસી પછી પણ પાકિસ્તાનનાં કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનો તેને ‘શહીદ’ ગણાવીને તેનું મહિમામંડન કરતાં રહે છે. આવા વિવાદાસ્પદ અને હિંસક પૃષ્ઠભૂમિ ધરાવતા શખ્સની તસવીર ભારતીય શાળાના વાર્ષિક ઉત્સવમાં દેખાવાને કારણે ભારે વિરોધ થઈ રહ્યો છે.
શાળા પ્રશાસનની સફાઈ
બીજી તરફ, આ વિવાદ અંગે શાળાના મેનેજમેન્ટે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે અત્યારનો નથી, પરંતુ આશરે બે વર્ષ જૂનો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર તે સમયે વાર્ષિક ઉત્સવ દરમિયાન એલઇડી સ્ક્રીન અને સ્ટેજ ડેકોરેશનની તમામ વ્યવસ્થા બહારના એક કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી.
શાળાના પ્રતિનિધિઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેઓ ચોક્કસપણે કહી શકતા નથી કે સ્ક્રીન પર કોનો ફોટો દેખાઈ રહ્યો હતો, કારણ કે ડિસ્પ્લે પર જે વિઝ્યુઅલ કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યું હતું તેના પર શાળાનું સીધું નિયંત્રણ નહોતું. બાદમાં શાળા સંચાલકોએ એવો પણ દાવો કર્યો હતો કે આ દૃશ્યો પ્રખ્યાત ટર્કિશ સિરીઝ ‘અર્તુગ્રુલ’નાં હોઈ શકે છે.
વિડીયો બહાર લાવનાર પર FIR કરવાની શાળાની ધમકી
આશ્ચર્યની વાત એ છે કે આ મામલે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે શાળા પ્રશાસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિડીયો સૌપ્રથમ પોસ્ટ કરનાર ‘Treeni’ નામના એકાઉન્ટ સામે FIR કરવાની ધમકી આપી છે. જોકે, વિવાદ વધતાં શાળાએ પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ ડીલીટ કરી દીધી છે, જેના પર આ કાર્યક્રમના વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા. પરંતુ સોશિયલ મીડિયા યુઝરોએ સેવ કરેલાં ક્લિપ્સ અને સ્ક્રીન રેકોર્ડિંગ્સ હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
કિડ્સ વર્લ્ડ ઇંગ્લિશ સ્કૂલ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન હોવાનું કહેવાય છે. આ વિડીયો સામે આવ્યા બાદ હવે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR), મહારાષ્ટ્રના DGP અને જાલનાના SPને પત્રો લખીને આ મામલે તટસ્થ તપાસ કરવા અને દોષિતો સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. હાલમાં પોલીસની તપાસ ચાલુ છે અને વહીવટીતંત્રે ખાતરી આપી છે કે તપાસના અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

