
28 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. આખા ગુજરાતને ભાજપે ભગવામય બનાવી દીધું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત સહિત 260 તાલુકા પંચાયતની મતગણતરી યોજવામાં આવી હતી. મતગણતરી પહેલાં જ કુલ 10 હજાર 5 સીટમાંથી 732 બેઠકો બિનહરીફ થઈ ચૂકી હતી.
હવે પરિણામો પર વાત કરીએ તો ગુજરાતમાં ભાજપનો દબદબો ફરી એક વખત સાબિત થયો છે. કારણ કે તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. આ ઉપરાંત 84 નગરપાલિકામાંથી 76 પર ભાજપે કબજો કરી લીધો છે, જ્યારે 6 કોંગ્રેસને મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પર ભાજપનું કમળ ખીલ્યું છે.
વધુમાં 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને 253 પંચાયતો મળી છ અને 7માં કોંગ્રેસ અને AAPને મળી છે. બેઠકોની પણ વાત કરીએ તો મહાનગરપાલિકાની 1044 બેઠકોમાંથી ભાજપે 937 બેઠકો જીતી લીધી છે. જિલ્લા પંચાયતની 1090 બેઠકોમાંથી 883, તાલુકા પંચાયતની 5234માંથી 3592, નગરપાલિકાની 2624માંથી 1988 બેઠકો જીતી લીધી છે.

