હોમપેજગુજરાતશું ગ્રાન્ટના અભાવે સરકારી શાળાના શિક્ષકોના પગારમાં વિલંબ થયો? મીડિયાની સનસનીખેજ હેડલાઈનો...

શું ગ્રાન્ટના અભાવે સરકારી શાળાના શિક્ષકોના પગારમાં વિલંબ થયો? મીડિયાની સનસનીખેજ હેડલાઈનો વચ્ચે વાંચો હકીકત શું છે

શિક્ષણ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું છે કે પગારમાં વિલંબ થવાનું કારણ બેદરકારી કે આર્થિક સ્થિતિ નથી પણ હિસાબી કામકાજ કારણભૂત છે. ઉપરાંત એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે એપ્રિલ માટેની પગાર ગ્રાન્ટ 9 એપ્રિલની સાંજે તમામ જિલ્લાઓને ફાળવવામાં આવી જ ચૂકી છે.

- Advertisement -

પૂરતી જાણકારી અને સંશોધનના અભાવે ઘણી બાબતોમાં કાચું કાપવાની અને સામાન્ય બાબતોને પણ સનસનીખેજ હેડલાઈનો સાથે રજૂ કરવાની કુટેવ ધરાવતા ગુજરાતના મુખ્યધારાના મીડિયામાં હમણાં એક વિષય ચર્ચાઈ રહ્યો છે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના એપ્રિલના પગારમાં વિલંબ થયો છે અને તેનું કારણ સરકારી સ્તરે ગ્રાન્ટનો અભાવ છે. પરંતુ હકીકત અહીં જુદી છે. ઘણી બધી બાબતો જણાવવામાં આવી રહી નથી.

આ સમાચારોનો મૂળ આધાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનું એક આવેદનપત્ર છે, જે તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને પાઠવવામાં આવ્યું હતું. 9 એપ્રિલના રોજ પાઠવવામાં આવેલા આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે નવું નાણાકીય વર્ષ શરૂ થયાને 8-9 દિવસ વીતી ગયા હોવા છતાં રાજ્ય કક્ષાએથી જિલ્લાઓને જરૂરી પગાર ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી અને તેના કારણે રાજ્યના પ્રાથમિક શિક્ષકોના માસિક પગારની ચૂકવણી શક્ય બની નથી. આગળ જણાવવામાં આવ્યું કે તેના કારણે રાજ્યભરના શિક્ષકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને તેમની ઉપર બેન્ક લોનના હપ્તા, ઘરખર્ચ, બાળકોના શિક્ષણ ખર્ચ અને દૈનિક જવાબદારીઓનો ભાર રહે છે, જે પગાર વિના સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે.

સંઘે માંગ કરી કે તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને જિલ્લાઓને જરૂરી પગાર ગ્રાન્ટ ફાળવવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી ન થાય તે માટે જિલ્લાઓને એડવાન્સમાં ગ્રાન્ટ ફાળવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે.

- Advertisement -

આ આવેદનપત્રના આધારે પછીથી મીડિયાએ અહેવાલો છાપવાના શરૂ કરી દીધા અને લખ્યું કે ગ્રાન્ટના અભાવે સરકારી શાળાના શિક્ષકોનો પગાર થઈ રહ્યો નથી. અમુકે હેડલાઇનમાં હજારો પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનું પણ ચલાવ્યું. ન શિક્ષણ વિભાગ પાસેથી વધુ જાણકારી મેળવવામાં આવી કે ન ગ્રાન્ટની વર્તમાન સ્થિતિ વિશે જાણવાની કોઈએ તસ્દી લીધી.

હકીકત શું છે?

પહેલી હકીકત એ છે કે આ કોઈ અસામાન્ય બાબત નથી. દર વર્ષે શિક્ષકોના એપ્રિલ મહિનાના પગાર થોડા મોડા થાય છે. તેનું કારણ સરકારી બેદરકારી કે પૈસાનો અભાવ નથી. 31મી માર્ચે એક નાણાકીય વર્ષ પૂરું થાય છે અને 1 એપ્રિલે નવું નાણાકીય વર્ષ શરૂ થાય. સામાન્ય વાત એ છે કે માર્ચમાં જૂના વર્ષના હિસાબો કરવામાં આવે છે, જે પૂરા થઈ જાય પછી નવા વર્ષના હિસાબ-કિતાબ હાથ પર લેવામાં આવે છે.

આ હિસાબી કામકાજમાં એપ્રિલનું પહેલું સપ્તાહ પણ નીકળી જતું હોય છે. જેના કારણે આમ શિક્ષકોના પગાર માટે તમામ જિલ્લાઓને 1-2 તારીખ સુધીમાં ગ્રાન્ટ ફાળવી દેવામાં આવતી હોય તેની ફાળવણીમાં પણ વિલંબ થાય અને 8-10 એપ્રિલ આવી જાય છે. એવું નથી કે આ વખતે પહેલી વખત થયું છે. આવું દર વર્ષે થાય છે અને મોટેભાગે શિક્ષકો અને સરકારી કર્મચારીઓ પણ માનસિક રીતે તૈયાર જ રહે છે. માધ્યમિક વિભાગના શિક્ષકોને મોટેભાગે આ સમસ્યા આવતી નથી કારણ કે તેમના પગાર થોડી જુદી પદ્ધતિથી કરવામાં આવે છે.

શિક્ષણ વિભાગનાં સૂત્રોએ પણ આ જ પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે પગારમાં વિલંબ થવાનું કારણ બેદરકારી કે આર્થિક સ્થિતિ નથી પણ હિસાબી કામકાજ કારણભૂત છે. ઉપરાંત એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે એપ્રિલ માટેની પગાર ગ્રાન્ટ 9 એપ્રિલની સાંજે તમામ જિલ્લાઓને ફાળવવામાં આવી જ ચૂકી છે. જેથી જિલ્લાઓ અને ત્યારબાદ તાલુકાઓ સત્વરે શિક્ષકોના પગાર કરી શકશે.

બીજું એક કારણ એ પણ છે કે શિક્ષકોના પગાર તાલુકા વિકાસ અધિકારીના સ્તરેથી થાય છે. જેમને જિલ્લાની ગ્રાન્ટમાંથી હિસ્સો મળે છે. તાજેતરમાં જ અનેક તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓની બદલી થઈ હતી. માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજ અને નવા અધિકારીઓએ આવીને કામ શરૂ કરવાના કારણે તેમાં પણ થોડો વિલંબ સર્જાયો, બાકી અનેક તાલુકા-જિલ્લાઓ આવી પરિસ્થિતિમાં સ્વભંડોળ હોય તો તેમાંથી કર્મચારીઓના પગાર કરી દે છે અને ત્યારબાદ રાજ્ય તરફથી જે ગ્રાન્ટ આવે તેમાં સરભર કરી દેતા હોય છે. આ વખતે પણ આ સમસ્યા આખા રાજ્યના શિક્ષકોને હોય એમ નથી, અમુક ઠેકાણે હતી અને તેના માટે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે.

આ પુષ્ટિ ઑપઇન્ડિયાએ જ્યારે શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોનો સંપર્ક કર્યો તો તેમણે પણ કરી હતી.

પરંતુ જેમ દર વખતે થાય છે એમ આવેદનપત્રના આધારે અધૂરી માહિતી સાથે મીડિયા ચલાવતું રહેશે, પરંતુ સાચી હકીકત દબાઈ જશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં