
અમદાવાદના મણિનગર પોલીસ મથકે એક હિંદુ મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. આરોપી એક મુસ્લિમ શખ્સ છે, જેણે પહેલાં પોતાનું નામ હિંદુ જણાવ્યું હતું. હાલ પોલીસે ફરિયાદ લઈને, ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઘટનાની વધુ વિગતો અનુસાર, મણિનગરની એક હિંદુ મહિલા કાંકરિયાના વન ટ્રી હિલ ગાર્ડન ખાતે વૉકિંગ કરવા માટે પહોંચી હતી. ફરિયાદ છે કે અહીં એક શખ્સે તેમની છેડતી કરી હતી.
BREAKING
— Lincoln Sokhadia (@journolinc) March 18, 2026
આજે સવારે 8 વાગ્યે કાંકરિયાના વન ટ્રી હીલ ગાર્ડન ખાતે એક મુસ્લિમ વ્યક્તિએ બુકિંગ કરવા આવેલ હિંદુ મહિલાની છેડતી કરી…
મહિલાએ મદદ માંગતા આજુબાજુના લોકોએ તેને પકડ્યો તો પહેલા તેણે પોતાનું નામ 'રાજુભાઈ' જણાવ્યું… પાછળથી તે નબી અહેમદ પઠાણ હોવાનું સામે આવ્યું…
આ પહેલા… pic.twitter.com/GLmSDMYLbP
મહિલાએ પછીથી મદદ માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને પકડી લીધો હતો.
ફરિયાદ અનુસાર, શખ્સે પહેલાં પોતાનું નામ ‘રાજુ’ હોવાનું જણાવ્યું હતું. પરંતુ પછીથી તે નબી અહમદ પઠાણ હોવાનું સામે આવ્યું.
ત્યારબાદ હાજર લોકોએ તેનો મોબાઇલ લઈને તપાસતાં જાણવા મળ્યું હતું કે તે અન્ય 10-15 હિંદુ મહિલાઓને મેસેજો કરી ચૂક્યો છે.
પછીથી મહિલા અને તેમના પતિએ મણિનગર પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવતાં પોલીસે તેના આધારે FIR દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.

