ઇઝરાયેલી-અમેરિકી હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે. તેહરાનમાં તો 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થયો છે. પરંતુ આ ઘટના માત્ર મધ્ય-પૂર્વની ભૂરાજકીય અથડામણ સુધી સીમિત નથી રહી, કારણ કે આ ઘટનાનો માતમ હવે ભારતમાં પણ કેટલાક મુસ્લિમો સુધી પહોંચી ગયો છે.
2000 કિમી દૂરના આ તાનાશાહના મોત પર ભારતમાં મુસ્લિમ સમુદાયના અનેક વિસ્તારોમાં માતમ, રેલીઓ અને પ્રદર્શન જોવાં મળ્યાં છે. કાશ્મીરના લાલ ચોકથી લઈને કર્ણાટકના અલીપુર સુધી, લોકો અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે અને ખામેનેઈને ‘ક્રાંતિનો રક્ષક’ ગણાવી રહ્યા છે. આ દૃશ્યો જોતાં એવું લાગે છે કે ભારતમાં કેટલાક મુસ્લિમ સમુદાયના લોકોની વફાદારી ભારતની સરહદોથી આગળ વધીને ઈરાની તાનાશાહી સુધી પહોંચી ગઈ છે. આ વાત માત્ર શોકની નથી, પરંતુ તેમાં રાષ્ટ્રવાદ અને વિદેશી પ્રભાવના પ્રશ્નો પણ છુપાયેલા છે જેને અવગણી શકાય નહીં.
સવાલ એ નથી કે કોઈ આંતરરાષ્ટ્રીય ઘટના પર ભાવનાઓ કેમ વ્યક્ત કરવામાં આવી રહી છે. સવાલ એ છે કે 2000 કિલોમીટર દૂર બનેલી એક ભૂ-રાજકીય ઘટનાની અસર ભારતના રસ્તાઓ પર કયા સ્વરૂપમાં અને કયા હેતુથી દેખાઈ રહી છે?
શ્રીનગર અને જમ્મુ: સીમાવર્તી સંવેદનશીલ વિસ્તારરોમાં પ્રદર્શન
સૌથી મુખ્ય તસવીરો જમ્મુ-કાશ્મીરમાંથી સામે આવી છે. શ્રીનગરના લાલ ચોક પર મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ભેગા થયા. કાળા ઝંડા, નારાઓ સાથે રેલીઓ અને શોક જુલૂસ કાઢવામાં આવ્યા. પ્રશાસને સાવચેતીનાં પગલાં લેવાં પડ્યાં. આ જ રીતે જમ્મુમાં પણ પ્રાર્થના સભાઓ અને શોક માર્ચના સમાચાર આવ્યા. સંવેદનશીલ ભૂ-રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ઇસ્લામી રાજકારણના મુદ્દાઓનું રસ્તાઓ સુધી પહોંચવું સ્વાભાવિક રીતે સુરક્ષા એજન્સીઓનું ધ્યાન આકર્ષિત કરે છે.
#WATCH | Jammu and Kashmir: Kashmiri Shia Muslims in Srinagar stage a demonstration against the killing of Iran's Supreme Leader Ayatollah Ali Khamenei, who has been killed in Israeli and US strikes pic.twitter.com/J6S09lk8Fe
— ANI (@ANI) March 1, 2026
વિદેશી તાનાશાહ અથવા આતંકી નેતાઓનાં મોત પર કેટલાક ભારતીય મુસ્લિમોની આ પ્રતિક્રિયા રાષ્ટ્રીય વફાદારી પર પ્રશ્નો ઉઠાવે છે. આખરે ભારતીય વિસ્તારમાં રહેતા લોકો ઈરાની રેજીમના સમર્થનમાં કેમ રસ્તાઓ પર નીકળે છે?
#WATCH | Budgam, Jammu and Kashmir: Shia Muslims in Budgam stage a demonstration against the killing of Iran's Supreme Leader Ayatollah Ali Khamenei, who has been killed in Israeli and US strikes pic.twitter.com/NuyNcyp6WT
— ANI (@ANI) March 1, 2026
જમ્મુમાં પણ શિયા સમુદાયના સભ્યોએ શોક માર્ચ કાઢી, જ્યાં પ્રાર્થના સભાઓમાં ખામેનેઈની તસવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રદર્શનોમાં ‘અમેરિકા મુર્દાબાદ’ અને ‘ઇઝરાયેલ મુર્દાબાદ’ જેવા નારા લાગ્યા, જેમાં ભારતની વિદેશ નીતિ પર પણ આડકતરી રીતે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. આવા દૃશ્યો જોતાં એવું લાગે છે કે ભારતમાં કેટલાક મુસ્લિમ સમુદાયના લોકોની પ્રાથમિકતા ભારતીય હિતો કરતાં વિદેશી ઇસ્લામી શાસનનાં હિતો તરફ વધુ છે.
આ તે જ પેટર્ન છે જે અગાઉ હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહનાં મોત પર જોવા મળી હતી, જ્યાં કાશ્મીરમાં હજારો લોકો રસ્તાઓ પર નીકળ્યા હતા અને તે આતંકીને ‘શહીદ’ ગણાવીને માતમ કર્યું હતું. આવી ઘટનાઓ ભારતમાં કટ્ટરવાદી ઇસ્લામી તત્વોના વધતા પ્રભાવને દર્શાવે છે, જેને અવગણી શકાય નહીં.
ઉત્તર પ્રદેશ: લખનૌ અને જૌનપુરમાં નારા અને શોક
લખનૌમાં શિયા સમુદાયે મોટી રેલી કાઢી, જ્યાં અમેરિકા અને ઇઝરાયેલ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ‘હજારો ખામેનેઈ ઉભા થશે’ જેવી વાતો પણ કરવામાં આવી, વધુમાં ખામેનેઈને ‘પોતાનો નેતા’ પણ ગણવામાં આવ્યો. જૌનપુરમાં પણ મુસ્લિમ સમુદાયના લોકોએ પ્રદર્શનો કર્યા જ્યાં હુમલાને ‘માનવતા વિરુદ્ધ કૃત્ય’ ગણાવીને શોક વ્યક્ત કરવામાં આવ્યો. આ પ્રદર્શનમાં સ્થાનિક લોકોએ ખામેનેઈના ફોટા લઈને રેલીઓ કાઢી અને અમેરિકા-ઇઝરાયેલ વિરુદ્ધ નારા લગાવ્યા.
#WATCH | Lucknow, Uttar Pradesh: Shia Muslims take to the streets in Lucknow to protest against the killing of Iran's Supreme Leader Ayatollah Ali Khamenei, who has been killed in Israeli and US strikes pic.twitter.com/CupcvHASaT
— ANI (@ANI) March 1, 2026
અહીં પ્રશ્ન ઉઠે છે કે શું ભારતની આંતરિક સામાજિક રચનામાં એવા વૈચારિક નેટવર્ક્સ અસ્તિત્વમાં છે જે વિદેશી સંઘર્ષોને પોતાની ઇસ્લામી ઓળખના રાજકારણ સાથે જોડી દે છે?
દક્ષિણમાં પણ પ્રદર્શનો: હૈદરાબાદ અને અલીપુરમાં વિરોધ
હૈદરાબાદના ઓલ્ડ ક્વાર્ટર્સમાં તન્ઝીમ-એ-જાફરી દ્વારા મઝાર-એ-ઇબ્ને ખાતૂનથી પ્રદર્શન રેલી અને શોકસભા યોજવામાં આવી હતી, જેમાં સેંકડો લોકો જોડાયા હતા. આ રેલીમાં પણ અમેરિકા અને ઇઝરાયેલ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ખામેનેઈને ઇસ્લામી ક્રાંતિના પ્રતીક તરીકે યાદ કરવામાં આવ્યો હતો.
બેંગલુરુ નજીકના અલીપુર ગામમાં (જેને ‘મિની ઈરાન’ પણ કહેવાય છે) મુસ્લિમ સમુદાયે 3-દિવસનો સ્વૈચ્છિક બંધ રાખવાનું એલાન કર્યું છે અને અમેરિકા-ઇઝરાયેલ વિરુદ્ધ નારાઓ લગાવ્યા છે. આ ગામમાં ખામેનેઈનાં મોત પર માતમ અને પ્રાર્થના સભાઓ યોજાઈ, જેમાં સ્થાનિક લોકોએ તેને ઇસ્લામી વિરાસતના રક્ષક તરીકે યાદ કર્યો. આ આયોજનોનું કદ ભલે મર્યાદિત રહ્યું હોય, પરંતુ તેમની પ્રતીકાત્મકતા ખૂબ મોટી છે. આ દર્શાવે છે કે મજહબી -રાજકીય ઓળખનો વૈશ્વિક વિમર્શ ભારતના કેટલાક સમૂહોમાં ઊંડાણ સુધી પહોંચી ગયો છે.
દિલ્હીમાં પણ પ્રદર્શન
દિલ્હીમાં ઑલ ઇન્ડિયા શિયા કાઉન્સિલ દ્વારા પ્રદર્શનો યોજાયાં હતાં, જ્યાં અમેરિકા અને ઇઝરાયેલ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ખામેનેઈને યાદ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં કેટલાક સ્થાનિક મુસ્લિમોએ હુમલાને ‘ઇસ્લામ વિરુદ્ધ કાવતરું’ ગણાવ્યું હતું. તે સિવાય અન્ય સ્થળોએ પણ આવી જ રેલીઓ કાઢવામાં આવી હતી અને ઇઝરાયેલ-અમેરિકાને ગાળો ભાંડવામાં આવી હતી. તમામ પ્રદર્શનોનો એક મૂળ હેતુ ઈરાનના સુપ્રીમ લીડરનાં (જેનો ભારત સાથે કોઈ સંબંધ પણ નથી) મોત પર શોક વ્યક્ત કરીને ‘ઇસ્લામી એકતા’ દર્શાવવાનો હતો.
હસન નસરલ્લાહનાં મોત પર પણ જોવા મળ્યાં હતાં દૃશ્યો
આ પહેલી વખત નથી કે પશ્ચિમ એશિયાની કોઈ ઘટનાની અસર સીધી ભારતમાં પડી હોય. અતીતમાં જ્યારે આતંકી સંગઠન હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહ માર્યો ગયો હોવાના સમાચાર આવ્યા હતા ત્યારે પણ દેશના કેટલાક ભાગોમાં રેલીઓ અને પ્રદર્શનો થયાં હતાં. હિઝબુલ્લાહને અનેક દેશો આતંકવાદી સંગઠન માને છે. આવી સ્થિતિમાં તેના નેતૃત્વ પ્રત્યે સહાનુભૂતિ અથવા સમર્થનનું જાહેર પ્રદર્શન સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય વિમર્શમાં ચર્ચાને જન્મ આપે છે.
આ તમામ પ્રદર્શનો જોતાં એક મોટો પ્રશ્ન ઉભો થાય છે કે ભારતમાં રહેતા મુસ્લિમોની વફાદારી આખરે ક્યાં છે? 2000 કિમી દૂરના તાનાશાહના મોત પર માતમ કરવું એ તો એવું લાગે છે કે ભારતીય મુસ્લિમોના કેટલાક વર્ગોમાં રાષ્ટ્રવાદ કરતા કટ્ટર ઇસ્લામી વિચારધારા અને તાનાશાહી વધુ મહત્વપૂર્ણ છે.
ભારત એક લોકશાહી છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ઘટના પર ભાવનાઓ વ્યક્ત કરવી નાગરિકોનો અધિકાર છે. પરંતુ જ્યારે આ અભિવ્યક્તિ રસ્તા પર શક્તિ પ્રદર્શનના રૂપમાં આવે છે (ખાસ કરીને એવી વ્યક્તિત્વોના સંદર્ભમાં જેમની ઓળખ કટ્ટર ઇસ્લામી તરીકે છે) ત્યારે ચર્ચા માત્ર અભિવ્યક્તિ સુધી સીમિત રહેતી નથી.
શું ભારતની પ્રાથમિક નિષ્ઠા તેના બંધારણ અને રાષ્ટ્રીય હિતો પ્રત્યે હોવી જોઈએ કે પછી વૈશ્વિક મજહબી-રાજકીય નેતૃત્વ પ્રત્યેના ભાવનાત્મક જોડાણ સાથે? શ્રીનગરથી લઈને લખનૌ અને હૈદરાબાદ સુધી થયેલાં આ પ્રદર્શનો એક પેટર્ન તરફ સંકેત કરે છે. તેનું કદ ગમે તે હોય, તેની ઇસ્લામી વૈચારિક દિશા પર ગંભીર ચર્ચા જરૂરી છે.
ભારતની લોકશાહી અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ તેની સાથે જ એ અપેક્ષા પણ રાખે છે કે જાહેર પ્રતિક્રિયા રાષ્ટ્રીય સંવેદનશીલતા અને સામાજિક સંતુલનને ધ્યાનમાં રાખીને હોય. જે ઈરાન સાથે, જે ઈરાનના ઇસ્લામી કટ્ટરવાદી નેતા સાથે ભારતને કોઈપણ પ્રકારનો સભ્યતાગત સંબંધ નથી, તેના માટે ભારતમાં જ એક વર્ગનાં અમુક તત્વો દ્વારા ઉહાપોહ કરવો, તેના મોત પર બંધ પાળવો અને રેલીઓ કાઢવી ખરેખર ચિંતાનો વિષય છે અને તે દિશામાં ચર્ચા કરવી જરૂરી છે.
અને સૌથી મહત્વપૂર્ણ અને હાસ્યાસ્પદ વાત તો એ છે કે જે દેશનો સુપ્રીમ લીડર માર્યો ગયો, એ જ દેશના ઘણા નાગરિકો ઉજવણી કરી રહ્યા છે, તેમને કશો ફરક પડ્યો નથી પણ ફરક પડ્યો છે ભારતના કેટલાક ઉત્તેજિત તત્વોને. આ તત્વો ઊછળી-ઊછળીને છાતી પીટી રહ્યા છે અને હજારો ખામેનેઈને પેદા કરવાની વાતો કરી રહ્યા છે.


