
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતની ભાજપ સરકારે નવા મંત્રીમંડળની વિગતવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં નવા મંત્રીઓના નામો છે, જેમાં અમુક નવા લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. નવા નામોમાં રિવાબા જાડેજા, વાઘાણી (રી-એન્ટ્રી) અને મોઢવાડિયા જેવા નેતાઓનો સમાવેશ થયો છે.
નોંધનીય છે કે નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા પણ શપથ લેશે. 6 જૂના મંત્રીઓને ફરીથી સ્થાન મળ્યું છે અને 19 નવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૂના મંત્રીઓમાં હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા અને પરષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી સમેત 26 મંત્રીઓ ધરાવતા નવનિયુક્ત મંત્રીમંડળની જાહેરાત….
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 17, 2025
શપથગ્રહણ બાદ કરાશે ખાતાઓની જાહેરાત…#Gujarat #CabinetExpansion pic.twitter.com/teDmTHhLgP
જ્યારે નવા મંત્રીઓમાં અર્જુન મોઢવાડિયા, રિવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, જીતુ વાઘાણી, નરેશ પટેલ, પી.સી બરંડા, કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, રમેશ કટારા, જયરામ ગામિત, દર્શના વાઘેલા, પ્રદ્યુમન વાઝા, મનીષા વકીલ, પ્રવીણ માળી, સંજયસિંહ મહીડા, રમણ સોલંકી, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા અને સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ થાય છે.
આ સિવાય રજા અપાયેલ મંત્રીઓમાં મૂળુભાઈ બેરા, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરીયા, કુબેર ડિંડોર, રાઘવજી પટેલનો સમાવેશ થાય છે. આ નવા મંત્રીઓમાં અર્જુન મોઢવાડિયા અને રિવાબા જાડેજા જેવા ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. નવું મંત્રીમંડળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઑક્ટોબરે શુક્રવારે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે.

