સ્થાપનાની શતાબ્દી પૂર્ણ કરવા જઈ રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS ) 5 ઑક્ટોબરના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં આયોજિત વિજયાદશમીના કાર્યક્રમ અને શતાબ્દી વર્ષની ઉજવણી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર. ગવઈનાં માતા કમલતાઈને નિમંત્રણ પાઠવ્યું હતું. જોકે તેમણે ન માત્ર આમંત્રણ નકારી દીધું છે પણ પોતાને ‘આંબેડકરવાદી’ ગણાવીને અમુક હિંદુઘૃણાથી ગ્રસિત ટિપ્પણીઓ પણ કરી છે.
RSSના વિજયાદશમી કાર્યક્રમમાં પોતે ભાગ લેશે તેવા મીડિયા અહેવાલોને રદિયો આપતાં કમલતાઈ ગવઈએ મરાઠીમાં એક પાત્ર લખ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે પોતે આંબેડકરવાદી વિચારધારામાં માને છે અને ભારતના બંધારણને સંપૂર્ણપણે સમર્પિત છે. જેથી પોતે RSS આયોજિત કાર્યક્રમમાં ‘કોઈ પણ સંજોગોમાં’ ભાગ નહીં લે. આગળ એમ પણ કહ્યું કે આ હિંદુ તહેવાર પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાથી સામાજિક ચેતનાને ભારે નુકસાન પહોંચશે.
તેમણે આગળ કહ્યું કે વિજયાદશમીનું મહત્ત્વ હિંદુ સંસ્કૃતિમાં ભલે હોય પરંતુ તેમના જેવા બૌદ્ધો માટે ‘અશોક વિજયાદશમી’નું મહત્ત્વ છે, જ્યારે મૌર્ય શાસક અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને કલિંગના યુદ્ધ પછી પરિત્યાગ કર્યો હતો. જોકે એ જાણવું જોઈએ કે ઇતિહાસકારોએ એ પણ નોંધ્યું છે કે અશોક કલિંગના યુદ્ધ પહેલાં જ બૌદ્ધ ધર્મ અપનાવી ચૂક્યા હતા. તેના અમુક પુરાતત્ત્વીય પુરાવા પણ ઉપલબ્ધ છે.
કમલતાઈ ગવઈએ આગળ જઈને મીડિયા અહેવાલોની પણ ટીકા કરી છે અને તેમને RSSનો ‘પ્રોપગેન્ડા’ ફેલાવનારા ગણાવી દીધા છે. જ્યારે મોટાભાગના રિપોર્ટમાં માત્ર એ હકીકત જણાવવામાં આવી હતી કે સંઘના કાર્યક્રમમાં કમલતાઈ ગવઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમણે આગળ લખ્યું, “હું સાથી આંબેડકરવાદીઓને કહેવા માંગું છું કે આ બાબતની નોંધ લે અને મારી ઉપર વિશ્વાસ રાખે. આ સમાચારને મારી પરવાનગી વગર કે લેખિત બાંહેધરી વગર ફેલાવવા એ સંઘનું ષડ્યંત્ર છે. હું આ આમંત્રણ સ્વીકારી રહી નથી.”
કમલતાઈના પુત્ર રાજેન્દ્રએ કહ્યું– હું અને માતા બંને કાર્યક્રમમાં ભાગ લઈશું
એક તરફ કમલતાઈ ગવઈ પત્ર લખીને નિમંત્રણ નકારી ચૂક્યાં છે તો બીજી તરફ તેમના પુત્ર અને CJI ગવઈના ભાઈ રાજેન્દ્ર ગવઈએ દાવો કર્યો છે કે તેઓ અને તેમનાં માતા બંને RSSના કાર્યક્રમમાં ભાગ લેશે. તેમણે એક વિડીયો પણ જારી કર્યો જેમાં તેઓ કહે છે કે કમલતાઈ કાર્યક્રમમાં ભાગ લેશે અને તેમણે પોતે પણ આમંત્રણ સ્વીકાર્યું છે.
रिपब्लिकन पक्षाचे नेते आणि कमलताई गवई यांचे चिरंजीव डॉ. राजेंद्र गवई यांनी एक व्हिडिओ प्रसारित करून कमलताई या संघाच्या कार्यक्रमाला नक्की जाणार त्यांनी स्वतःही निमंत्रण स्वीकारलेले आहे अशी माहिती दिली आहे.https://t.co/ZfyIjgJO7V#MaharashtraPolitics #kamlataigavai #Rajendragavai pic.twitter.com/BrVdAW1ocF
— LoksattaLive (@LoksattaLive) September 29, 2025
ઉલ્લેખનીય છે કે CJI ગવઈના પિતા આર. એસ ગવઈ ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ કમિટીના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. તેમના પુત્ર ડૉ. રાજેન્દ્ર ગવઈ હાલ આ સમિતિના સભ્ય છે.
એક તરફ કમલતાઈ કહી રહ્યાં છે કે પોતે આંબેડકરવાદી હોવાથી અને બંધારણનું સન્માન કરતાં હોવાથી સંઘના કાર્યક્રમમાં નહીં જાય. જોકે હકીકત એક એ પણ છે કે બંધારણ ક્યાંય બૌદ્ધો કે આંબેડકરવાદીઓને RSSના કાર્યક્રમોમાં જવા પર કે હિંદુ તહેવારો મનાવવા પર બાધિત કરતું નથી. બીજી તરફ તેમના સ્વર્ગસ્થ પતિ રામકૃષ્ણ સૂર્યભાન ગવઈ પોતે 1981માં નાગપુરમાં આયોજિત સંઘ શિક્ષા વર્ગના વિદાય કાર્યક્રમમાં ભાગ લઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે આર. એસ ગવઈએ બાબાસાહેબ આંબેડકરના નજીકના સાથી તરીકે તેમની સાથે કામ કર્યું હતું. 1998માં તેઓ અમરાવતી લોકસભા બેઠક પરથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે પણ ચૂંટાયા હતા. પછીથી 2006થી 2011 સુધી UPA સરકાર વખતે બિહાર, સિક્કિમ અને કેરળના રાજ્યપાલ રહ્યા.
CJI ગવઈ પણ જાહેરમાં એ વાત કહી ચૂક્યા છે કે તેમના પિતા 40 વર્ષથી વધુ સમય કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા હતા અને પાર્ટીના સમર્થન વગર લોકસભા સાંસદ, ધારાસભ્ય ન બની શક્યા હોત. CJI ગવઈના ભાગ રાજેન્દ્ર ગવઈ પણ રિપબ્લિકન પાર્ટીના નેતા છે.
મુખ્ય ન્યાયાધીશ બી. આર ગવઈ પણ તાજેતરમાં ચર્ચામાં રહ્યા હતા, જ્યારે ભગવાન વિષ્ણુની એક ખંડિત મૂર્તિને પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશોની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે તેમણે ટિપ્પણી કરીને કહ્યું હતું કે, ‘તમારા ભગવાનને જ કહો કે આમાં કશુંક કરે.’ તેમની આ વિવાદાસ્પદ ટિપ્પણીઓની પછી ટીકા પણ ખૂબ થઈ હતી.


