અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં વધુ એક સોશિયલ મીડિયા પોસ્ટથી ચર્ચા જગાવી છે, જેમાં ફરી ભારતનો પણ ઉલ્લેખ છે.
ટ્રમ્પે વડા પ્રધાન મોદી, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની એક તસવીર પોસ્ટ કરીને હૈયાવરાળ ઠાલવી હતી.
Looks like we’ve lost India and Russia to deepest, darkest, China. May they have a long and prosperous future together! President Donald J. Trump
— Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) September 5, 2025
(TS: 05 Sep 06:14 ET)… pic.twitter.com/jxEROEIq0H
ટ્રમ્પે લખ્યું, “લાગે છે કે આપણે ભારત અને રશિયાને ખોઈ ચૂક્યા છીએ. એ પણ ચીનના હાથમાં. તેમનું સહિયારું ભવિષ્ય સમૃદ્ધ બને એવી પ્રાર્થના કરીએ.”
તેમણે ત્રણેય નેતાઓની જે તસવીર મૂકી છે એ જોકે 2017ની SCO સમિટની છે. તાજેતરમાં ત્રણેય રાષ્ટ્રાધ્યક્ષો ચીનમાં યોજાયેલી સમિટમાં મળ્યા હતા.

